મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

સોમવાર, 29 નવેમ્બર, 2010

"માના બગડેલા લાડલાઓ"ની પરેડ!

હોમોસેક્સ્યુઆલિટીને ભલે કોર્ટે મંજૂરી આપી હોય પણ સમાજે હજી સુધી તેનો સ્વીકાર નથી કર્યો લાગતો. સમાજના આવા હોમોસેક્સ્યુઅલ લોકોએ અન્ય લોકોનુ ધ્યાન ખેંચવા માટે ખાસ પરેડનુ આયોજન કરવુ પડ્યુ હતું. જે અનુસાર શહેરના હોમોસેક્સ્યુઅલ લોકોએ દિલ્હીની સડકો પર પરેડ કરી હતી.

તેમને આશા છે કે આમ કરવાથી લોકોની દ્રષ્ટિ તેમના તરફ બદલાશે. આ લોકોએ દિલ્હીની બારાખંભા માર્ગથી લઈને જંતર-મંતર સુધી પરેડ કરી હતી. આમાં ભાગ લેનારા લોકોને મગ, ટી-શર્ટ અને માસ્કની વહેંચણી કરવામાં આવી હતી. આમા લગભગ બે હજાર લોકોએ ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે પરેડમાં ફુગ્ગાઓ ઉડાડવામાં આવ્યા હતા અને ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા. અને પરેડ પૂરી થયા પછી મીટિંગ પણ કરવામાં આવી હતી.

હાઈકોર્ટાના ચૂકાદા પછી પહેલી વાર આયોજીત થઈ રહેલી ગે પરેડમાં પણ ગે લોકો ખુલીને સામે નહોતા આવ્યા.

ઘણા લોકોએ ચહેરાને છૂપાવવા માટે માસ્કનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીના ગે એન્ડ લેસ્બિયન કમ્યૂનિટી સભ્યોએ આ અવસર પર કહ્યુ કે કોર્ટના ચૂકાદા પછી પણ કંઈ જ બદલાવ નથી આવ્યો. કોર્ટે ભલે અમને સાથ આપ્યો હોય પણ સમાજે હજી પણ અમારો સ્વીકાર નથી કર્યો. અમે જો જાહેરમાં અમારી ઓળખ બતાવીશુ તો ઘરે અને ઓફિસમાં તકલીફ થઈ શકે છે.
 

(divyabhaskar)

ગુરુવાર, 25 નવેમ્બર, 2010

છત્રી કે આકાશ જેવાં બની શકાય તો!

કોઇએ દગો દીધો કે કોઇ આપણી સાથે ખોટું બોલ્યું કે પીઠ પાછળ કંઇક બોલ્યું તો આપણાં લાગણીતંત્રને લોહીલુહાણ શા માટે થવા દેવું?

વરસાદની મોસમમાં કવિઓ પછી જૉ કોઇ સૌથી બિઝી થઇ જતું હોય તો તે છે છત્રી. માઘ્યમોમાં છત્રીનું સામ્રાજય છવાઇ જાય છે. જાહેરખબર લાઇફ ઇન્શ્યુરન્સની હોય કે એજયુકેશનલ ઇન્સ્ટિટયુટની, ચમકે છે રંગબેરંગી છત્રીઓ લઈને નીકળી પડેલી રૂપાળી છોકરીઓ, અને રસ્તા પર તો કાળી, સફેદ, લાલ, પીળી, વાદળી, લીલી, જાંબુડિયા, ગુલાબી ઇત્યાદી રંગબેરંગી છત્રીઓની જાણે શોભાયાત્રા નીકળી પડે છે!

આ ઊઘડેલી છત્રીઓનું સામ્રાજય જૉઉં ત્યારે એક વિચાર અચૂક આવે છે કે પોતાને શરણે આવેલા માટે છત્રી કેવી આગવી સ્પેસ ઊભી કરી આપે છે! રસ્તા પર ચાહે જેટલી પણ ભીડ હોય, છત્રી ઓઢીને ઊભેલી વ્યકિતની આસપાસ પોતાના વિસ્તાર જેવડા વર્તુળનો અવકાશ તો છત્રી રચી જ આપે. આજુબાજુ કે આગળપાછળ ઊભેલી વ્યકિતથી એટલું અંતર તો જળવાય જ! આપણું રક્ષણ કરે અને સાથે જ આપણી નિજી સ્પેસનું પણ નિર્માણ કરી આપે! છત્રછાયાની આ જ વિશિષ્ટતા છે!

થોડા દિવસ પહેલાં એક મિત્રનાં વૃદ્ધ માતાનું અવસાન થયું. મિત્ર ખૂબ જ ઉદાસ હતા અને તેમના હોઠ પર વારંવાર એક વાકય આવી જતું હતું - ‘અમારા માથેથી છત્તર ચાલ્યું ગયું, મા બેઠાં’તાં તો અમારી છત્રછાયા હતી.’ આમ તો આવા પ્રસંગે આવા શબ્દો ઔપચારિકપણે બોલાતા હોય છે, પણ તેમના કિસ્સામાં એ ઠાલા શબ્દો નહોતા. થોડા સમય પહેલાં જ તેમનાં માને મળવાનું બન્યું હતું. ઉમરને કારણે અનેક શારીરિક વ્યાધિના શિકાર બન્યાં હતાં છતાં એ જાજરમાન વૃદ્ધા પૌત્રની પ્રગતિના ઉજવણામાં સવારથી સાંજ સુધી પ્રસન્ન મુદ્રામાં બેઠાં હતાં ને મહેમાનોને પ્રેમથી મળતાં હતાં. પરિવારના સભ્યો આવા સ્નેહાળ વડીલની શીળી છત્રછાયા જરૂર અનુભવે.

છત્રછાયા. મને બહુ ગમે છે આ શબ્દ. વડીલોના સંદર્ભે એ પ્રયોજાય છે ત્યારે પણ તેમાં એક આગવી સ્પેસ અભિપ્રેત છે! જેમ કે ઘરમાં વડીલ બેઠા હોય તો અન્ય સભ્યોને વ્યવહારુ અને અન્ય સામાજિક જવાબદારીઓમાંથી એક પ્રકારની મુકિત મળી જાય છે. એ બધી બાબતો વડીલો સાચવી લે છે અને વડીલ જતાં અચાનક એ બધી માથે આવી પડે છે!

મને લાગે છે છત્રછાયા એ સકુનનો, એક સલામતીનો અહેસાસ છે, અને એ અહેસાસ કોઇ પણ વ્યકિત કોઇ પણ સંબંધમાં અનુભવી શકે પણ છત્રી જે પ્રકારે નિર્ભાર બની છત્રીધારકનું રક્ષણ કરે છે તેમ વ્યકિતની અંગત સ્પેસ પર આક્રમણ કયાô વગર પણ તેનું રક્ષણ કરે તેવા સ્વજનો કેટલા? આપણે કોઇ મિત્ર કે સ્વજનને જરૂરની પળોમાં મદદરૂપ થયા હોઇએ કે તેની જિંદગીની કટોકટીની કોઇ ક્ષણે તેનો હાથ પકડી તેને ઉગારી લીધા હોય એવું બને, પણ ત્યાર બાદ એની એ અંગત બાબત વિશે ખણખોદ કરીએ કે અન્યોની હાજરીમાં એ વિશે ચર્ચા કરી તેને એ બાબત વિશે સતત યાદ અપાવ્યા કરીએ તો તેની અંગત સ્પેસ ઉપર આક્રમણ કર્યું ગણાય. રક્ષણ આપ્યું કે મદદ કરી એટલે તેની જિંદગીના પ્રત્યેક નિર્ણયમાં માથું મારવાનો પરવાનો મળી જાય એવું નથી પણ ઘણી વાર આપણે આવી હરકત કરી બેસતાં હોઇએ છીએ. લાગે છે ત્યારે છત્રીને યાદ કરીને છત્રીધર્મ બજાવી લેવો જૉઇએ.

અરે, આ આકાશ જેવી છત્રી ધરતીને મળી છે પણ તે કયારેય ધરતીની આણ ઓળંગે છે? જાળવે છે ને રિસ્પેકટેબલ ડિસ્ટન્સ? અરે પ્રકૃતિમાં આ નિયમ કેટલો સુંદર અને સુગ્રથિતરૂપે પળાય છે! ધરતીમાં ઊંડે ધરબાઇ જતાં બીજ, એમાંથી અંકુરિત થતાં મૂળિયાં, મૂળિયાંમાંથી પાંગરતા છોડ, તેનાં પાન-ડાળખી, ફળ-ફૂલ-આ બધાં એકમેકને પોષતાં રહે છે પણ પોતપોતાને સ્થાને રહીને, અંતર જાળવીને. મૂળિયાંની ગતિ જમીન ભણી ને વૃક્ષની આકાશ તરફ! દેખીતી રીતે તો બન્ને વિરુદ્ધ દિશાની પણ અંતરથી તો એક જ-ઊગવા ભણીની!

સંબંધમાં ગમે તેટલી નિકટતા હોય તો પણ સામી વ્યકિતની અંગત સ્પેસનો આદર કરી રિસ્પેકટેબલ ડિસ્ટન્સ જાળવવાનું આકાશ પાસેથી શીખવાનું છે. પ્રકòતિ પાસેથી શીખવાનું છે. નસીબદાર છે એ લોકો જે સંબંધોમાં આવું આદરપૂર્ણ અંતર જાળવી શકે છે, જે પોતે ખુલ્લાંપણાંમાં શ્વસે છે અને આત્મીયજનોને પણ મોકળાશમાં ઊગવા-મહોરવાની મોકળાશ બક્ષે છે. છત્રી જેવી સખી કે આકાશ જેવો દોસ્ત બનવું એ સંબંધોની સૃષ્ટિમાં અવ્વલ દરજજૉ હાંસલ કરવા જેવું લક્ષ્ય છે તેમ નથી લાગતું?

છેલ્લે એક વિચાર આવે છે! મનને ધેરી વળતાં આડાઅવળા વિચારોનાં ટોળાંમાં અટવાઇએ ત્યારે નક્કી કરેલા લક્ષ્ય ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ફોકસ નામની છત્રી ખોલી નાખીએ તો? યાદ કરો કેટલીય વાર એવું બન્યું હશે કે કોઇ કામ કે ઘ્યાન કરવા બેસીએ અને એ કરતાં કરતાં જ અનાયાસ મનમાં તો કોઇ બીજી જ, અનાપ-સનાપ વિચારોની ધમાચકડી શરૂ થઇ જાય. એનો સ્કેન કર્યોહોય તો મોડર્ન આર્ટની અફલાતૂન કલાકòતિ નીપજી શકે! કલ્પના કરો એ બધી ધમાચકડી અને કોલાહલ પેલી ફોકસ-છત્રીની બહાર જ અટકી જાય અને આપણું ઘ્યાન માત્ર નક્કી કરેલા કામ ઉપર જ સો-પ્રતિશત હોય તો કેટલો બધો સમય અને શકિત બચી જાય! ઉત્પાદનશીલતા કેટલી વધી જાય!

આ જ રીતે લાગણીઓ-સંવેદનાઓની દુનિયાને સંતુલિત રાખવા પણ આવી એક સલામત-અંતરની છત્રી ઘણી ઉપયોગી બની શકે. કોઇએ દગો દીધો કે કોઇ આપણી સાથે ખોટું બોલ્યું કે પીઠ પાછળ કંઇક બોલ્યું તો આપણાં લાગણીતંત્રને લોહીલુહાણ શા માટે થવા દેવું? એક સલામતી-છત્રીનો દાયરો બનાવી દેવાનો, જેની સીમા ઓળંગીને આવી દુ:ખદાયી લાગણીઓ આપણી નિકટ પહોંચી જ ન શકે! એ છત્રીની આણ વર્તે તો કેટલાં બધાં દુ:ખ-દર્દ ને અણખપની પીડાઓથી બચી જવાય!

પણ હા, સ્વિચ કે બટન સહેલાઇથી ન દબાય અને વરસાદમાં ભીંજાતા છત્રી ખોલવાની કુસ્તી કરતા લોકોને જૉયા છે ને! આ ફોકસ છત્રીનુંય એવું છે. એટલે શકય છે વિચારોનાં ઝાપટાંમાં કદાચ થોડું ભીંજાવું પડે, છત્રી ખોલવા થોડી કુસ્તી કરવી પડે, પણ પછી ખૂલી જશે... જસ્ટ ટ્રાય... કીપ ઓન ટ્રાઇંગ...

દિલથી દિલ સુધી, તરુ કજારિયા

(divyabhaskar)

માય ગોડ! આઇ એમ ઇન લવ...


કેટલીક વાર એવું બને છે કે કોઇની સાથે વાત કરવાનું ન ગમે, એકાંતમાં બેસી રહેવાની ઇચ્છા થાય, પોતાની જાતનો પણ ખ્યાલ ન રહે. કોઇને કહેવાની ઇચ્છા થાય, પણ કહી ન શકાય. આવી સ્થિતિને શું કહેશો? હા, તમે કોઇને ચાહવા લાગ્યાં છો. જોકે આ બાબતનો ખ્યાલ કેવી રીતે આવે કે તમે કોઇને પ્રેમ કરો છો કે નહીં? તો એ જાણવા માટે કરવું શું કે તમને કોઇ વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે?

- બધાં હાજર હોવા છતાં જો એ વ્યક્તિ ન હોય તો લાગે કે કંઇક ખૂટે છે.

- એ વ્યક્તિની વાત નીકળે ત્યારે મનમાં અનોખી લાગણી જાગે અને થાય કે એના વિશે સાંભળ્યા જ કરીએ.

- રાત્રે ઊંઘ ન આવે અને સતત એ વ્યક્તિના વિચારો આવે જેને તમે પસંદ કરો છો. એની છબી નજર સામે તરવર્યા કરે.

- જિંદગીની દરેક બાબત એની સાથે સંકળાયેલી લાગે છે.

- સતત એ રાહ જોયા કરો કે એકાદ વખત તો એ જોવા મળે અને જ્યારે એ નજરે ચડે ત્યારે હૃદયના ધબકારા વધી જાય અને એની સાથે શી વાત કરવી તે સૂઝે નહીં.

- અત્યાર સુધી તમને નહોતી ગમતી એ રોમેન્ટિક ફિલ્મો જોવાની ગમે અને તેમાં જે સિચ્યુએશન હોય તેની સાથે તમારી જાતને સાંકળવા લાગો છો.

- તમને જે વ્યક્તિ પ્રત્યે લાગણી હોય તેનું છોકરમત જેવું વર્તન પણ તમને ગમવા લાગે.

- તમે એવી જ જીવનશૈલી અપનાવો છો જે રીતે તમને ગમતી વ્યક્તિ રહે છે, બોલેચાલે કે વર્તે છે.

- વાતવાતમાં ‘હું’ નહીં, પણ આપણે કે અમે શબ્દનો પ્રયોગ કરવા લાગો છો.

- જ્યારે એકલા બેઠાં હો ત્યારે નોટબુક કે નજીકમાં પડેલા કાગળ પર ગમતી વ્યક્તિનું નામ લખ્યા કરો.

- રોમેન્ટિક ગીતોના દરેક શબ્દ પ્રત્યે ધ્યાન આપો છો અને એ ગીતો તમારી સ્થિતિનું વર્ણન કરતાં હોય એવું લાગે છે.

- તમારી પ્રિય વ્યક્તિ બહારગામ હોય ત્યારે મિત્રવર્તુળમાં એના વિશે જ વાતો કરતાં રહો.

- તમને પોતાને એ ખ્યાલ નથી રહેતો કે તમે ક્યા કામ માટે બહાર નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા છો? એટલા બધાં વિચારોમાં ખોવાઇ જાવ છો.

- તમારી હેરસ્ટાઇલ કે નવા ડ્રેસ વિશે એમનો ‘ઓપિનિયન’ લેવાનો આગ્રહ રાખો છો. એમને ગમતા કલર્સના પોશાક પહેરવાનું પસંદ કરો છો.

- જ્યારે પણ ફોનની રિંગ રણકે ત્યારે તમને લાગે છે કે એમનો જ ફોન હશે.

- એમનામાં રહેલી ખામીને પણ તમે એમની ખૂબી તરીકે ઓળખાવો છો. તમને એમનામાં કોઇ પ્રકારની ખામી જણાતી નથી.

- એમને અસલી નામથી ન બોલાવતાં એમનું બીજું નામ રાખી એ જ નામથી એમને બોલાવો છો.

- એમને જે પસંદ હોય એ પ્રમાણે તમે ભોજનની આદતમાં ફેરફાર કરો છો.

- એમનો હળવો સ્પર્શ પણ તમારા રૂંવાડાં ખડા કરી દે છે.

સેતુ

(divyabhaskar)

બુધવાર, 24 નવેમ્બર, 2010

જીવન સંગ્રામ સામે ઝૂઝવાની પ્રેરણા આપતો સ્પેનિશ કવિ

સ્પેનનો કવિ મિગુલ હર્નાન્ડેઝ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં એટલે કવિને જન્મટીપની સજા થઈ.

કાતિલ

મૈં રોનેવાલા નહીં, કવિ હૂં

મૈં કાતિલ હૂં ઉનકા જો ઈન્સાનિયત કો કત્લ કરતે હૈ

હક્ક કો કત્લ કરતે હૈ સચ કો કત્લ કરતે હૈ

મુઝે દેશદ્રોહી કહા જા સકતા હૈ

લેકિન મૈં સચ કહતા હું યહ દેશ અભી મેરા નહીં હૈ

યહ તો કેવલ કુછ હી ‘આદમિયો’ કા હૈ

ઔર હમ અભી આદમી નહીં હૈ, બડે નિરીહ પશુ હૈ

હમારે જિસ્મમેં પાલતૂ મગરમચ્છોને દાંત ગડાએ હૈ, ઉઠો અપને ઘર કે ધુંઓ!

ખાલી ચૂલ્હો કી ઓર દેખકર ઊઠો

ઊઠો કામ કરનેવાલો મજદૂરો ઊઠો

ક્યોં ઝિઝકતે હૈ આઓ ઊઠો

મેરી ઔર દેખો મૈં અભી જિંદા હૂં

લહરોં કી તરહ બઢે, ઈન મગરમચ્છો કા દાંત તોડ ડાલે

ઓર જો ઈન મગરમચ્છો કી રક્ષા કરતે હૈ

ઉસ ચહેરો કા મૂંહ ખૂલને સે પહલે

ઉસમેં બંદૂક કી નાલી ઠોંક દે.- કવિ પાશ (અવતારસિંહ સંધુ)

(કાવ્યસંગ્રહ-‘બીચ કા રાસ્તા નહીં હોતા’)

સ્પેનની ધરતીમાં રૂપિયાનું રૂપિયાભાર અને તમારા ચહેરાને અને લોહીને લાલધૂમ કરી દે તેવું કેસર જ પાકતું નથી, પગના ઠેલાથી ફૂટબોલમાં ચેમ્પિયનશિપ કમાતા સ્પેનિશ ફૂટબોલરો રોજ પાકતા નથી. સ્પેનની ધરતીમાં સારા સારા કવિઓ ઊગ્યા છે. આજે રવિવારે તમને સ્પેનિશ કવિ મિગુલ હર્નાન્ડેઝની પીડાભરી પણ પ્રેરણાદાયી કથા કહેવી છે. તેનો સાર છે તમારાં જ મૂલ્યો પ્રમાણે દુ:ખી થવું પડે તો પણ મૂલ્યો સાથે જીવો.

ચિલિના કવિ પેબ્લો નેરુડા ક્રાંતિકારી કવિ હતા. જેલમાં ગયેલા તેના પિતા રેલવેના પાટા બેસાડનાર મજૂર હતા. નેરુડાને ડિગ્રી લેવી નહોતી. બસ કવિ થવું હતું. નાની ઉંમરથી કવિતા લખતા અને લખતા ગયા. તેને સાહિત્યનું નોબેલપ્રાઈઝ મળ્યું. બીજા મેકિસકોના ક્રાંતિકારી કવિ હતા. તેનું નામ ઓકટાવો પાઝ હતું. ૧૦ની ઉંમરે નમાયા થયા તે ઉંમરે કવિતા લખતા. ક્રાંતિકારી હતા. તે વખતનાં જુલમી શાસકો સામે લડતા. આ બન્ને કવિઓ પાસેથી પ્રેરણા લેનારા, કેસર ઊગે છે તે ધરતીમાં ઊગેલા કવિ મિગુલ હર્નાન્ડેઝની વ્યથાકથા અને પ્રેરણાકથા આજે કહેવી છે.

તે કવિ કોઈ મહેલમાં રહેનારા બાપના લાડકવાયા દીકરાની જેમ કવિતાના ટાયલા કરનારો પુત્તર નહોતો. તેનો બાપ ઘેટાં-બકરાં પાળતો, ઘેટાંનું ઊન વેચતો. બાપને હતું કે દીકરો થોડું ભણીને ઘેટાં ઉછેરશે. માતાને પાળશે. બચપણથી જ ઘેટાં, બકરાં, ગાયના તબેલાનાં છાણમૂતર હર્નાન્ડેઝ સાફ કરતો. ઘરકામમાં માતાને મદદ કરી રસોઈ કરતો. શિક્ષણ માટે દમડી નહોતી. ભરવાડના દીકરાને વળી ભણતર કેવાં? બાપ કહેતો કે ‘જા દૂધ વેચી આવ. આપણી તગડી બકરીના દૂધ (ભેળસેળ વગર) વધુ પૈસા ઉપજાવે છે. માતા ગધ્ધાવૈતરું કરે છે. ભણતરથી દાડા નહીં પાકે.’

પિતાને ખ્યાલ નહોતો કે દીકરો તો રસ્તામાં કે પસ્તીમાં જે કંઈ પડ્યું હોય તે વાંચે છે. ગાડર ઘેટાં ચરાવતો તે બીજાનાં ખેતરમાં ચરવા ઘૂસે તેને હાંકવાને બદલે પુસ્તકોમાં ડૂબી જતો. કવિતા લખતો. પુસ્તકનાં પાછલાં કોરાં પાનામાં કવિતા લખતો. ૧૦ની ઉંમરે કવિતા લખતો થયો. યાદ રહે કે તે ગોવાળ ભરવાડનો દીકરો હતો. જે વાંચતો તે યાદ રહી જતું. ધીરે ધીરે લાઈબ્રેરીમાં જઈ તમામ સ્પેનિશ સાહિત્ય વાંચી નાખ્યું. સ્પેનના ક્રાંતિવીરો જુલમી શાસકો અને ડિકટેટરો સામે લડીને લોહીલુહાણ થતા તેની લાલધૂમ કથા વાચતો.
અહીં યાદ કરાવું છું કે નદીઓ સંસ્કૃતિના ધામ જેવી છે.

નદીકાંઠે જન્મેલો જો કવિ કે લેખક હોય તો તે રોજ રોજ સમાજ સામે બળતરા કરનારો હોય. સ્પેનની સેગુરા નદી વહેતી હતી. ત્યાં તેનો જન્મ થયો. સ્પેનમાં અમુક તો પૂરેપૂરાં ગરીબોનાં જ ગામડાં હતાં, પણ ગરીબીમાં ધરતીની સમૃદ્ધિ લીલા લહેર કરાવતી. એ ધરતીમાં અંજીર પાકતાં, મુલબેરી પાકતી, કેસર પાકતું. અનેક ફળો સીધા ઝાડ ઉપર પથ્થર ફેકીને ખવાય તેવાં પાકતાં. આવાં ફળો અને બકરીના દૂધ પીને ઊછર્યો. નસીબ હોય તો બ્રેડ મળતી.

ગાયની ગમાણમાં બેસી હર્નાન્ડેઝ કવિતા લખે ત્યારે પિતા કહેતો હજી તારા આઠ ભાંડુ છે. તેને આ કવિતા નહીં પોષે, વધુ બકરા વેચાતા લઈ પાળ. પણ માતા ભેરે થતી. એટલે કવિતાને વળગી રહ્યો. જાતે જ ખેતરોમાં વાંચી વાંચીને વિદ્વાન થયો. હેન્રિ વોર્ડ બીયરે એક સરસ વાત લખી છે. ‘માણસ સાવ તળિયાનો હોય ત્યારે જનાવર હોય છે. વચેટનો હોય તો સારો નાગરિક બને છે પણ જ્યારે ટોચે પહોંચે છે ત્યારે દિવ્ય બની જાય છે...’ પરંતુ આ દુનિયાનું હવામાન એવું છે કે ભાગ્યે જ કોઈ તેનાં કર્મોને વિચારો દ્વારા અસ્તિત્વની અને દિવ્યતાની ટોચે પહોંચે છે.

પણ હું હેન્રિ બીયર વોર્ડ નામના કવિને કહેવા માગું છું કે આ ભરવાડના પુત્ર નામે હર્નાન્ડેઝ જ્યારથી ઘેટાં ચરાવતો અને નિષ્ઠાપૂર્વક ગીત ગણગણતો ગાયોની ગમાણનું છાણ ભેગું કરતો ત્યારથી જ તે દિવ્ય થતો અને પછી તે વખતના જુલ્મી આપખુદ અને સરમુખત્યાર જનરલ ફ્રાંકોના શાસનમાં આવ્યો ત્યારે ક્રાંતિકારી બનીને દિવ્યતાને ઓર ઊંચા લેવલે પહોંચ્યો. શહીદ થયો. એક વાક્યમાં કહું તો જે સ્ત્રી કે પુરુષ હૃદયમાં સ્ફુરે તે સાચું કવિતા દ્વારા વ્યક્ત કરે તે આપોઆપ દિવ્ય બની જાય છે. (કહેવાતા કવિઓ સાવધાન).

હર્નાન્ડેઝના પિતા સતત દીકરાને ઠમઠોરતાં. પુસ્તકો ઝૂંટવીને બાળી નાખતા. આનો વિરોધ તે માત્ર કવિતારૂપે પ્રગટ કરતો પણ તેનાથી તેને સખત માથાનો દુખાવો રહેવા લાગ્યો. તે સ્કૂલે જવાને બદલે સ્પેનના કેસરના અને બીજા ફૂલના બગીચામાં ફર્યા કરતો. સિયેરા ર્દ મોલાની ટેકરી ઉપર ચઢી વાદળો સાથે વાતો કરવા અને સેગુરા નદીમાં નાગોપુત્રો પડ્યો રહેતો. જાણે ઈશ્વરે મોકલેલી જળની ચાદર ઓઢીને સૂતો હોય. આમ કુદરત સાથે ઓતપ્રોત થઈ તેણે સેલ્ફ એજ્યુકેશન લેવા માંડ્યું.

કહેવા ખાતર તે સ્કૂલમાં ૯થી ૧૫ની ઉંમર સીધો રહ્યો પણ પિતાએ જોયું કે તે ટેકરીઓમાં ને જંગલોમાં ભટકે છે એટલે તેને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો. પણ ગુપચુપ તે ઘરે ભણીને કોલેજમાં પહોંચીને ત્યાં સ્પેનિશ સાહિત્ય વાંચતો થયો. ઘરમાં તો પુસ્તકો ખરીદવા રાતી પાઈ નહોતી. પણ દેવળના એક પાદરીએ હર્નાન્ડેઝની જ્ઞાનની ભૂખ જોઈ અને તેની કવિતા વાંચીને તેને તમામ ફિલસૂફીનાં પુસ્તકો આપ્યાં. શહેરના એક જુગારખાનામાં જનારા જુગારીએ તેની કવિતા વાંચીને તેને પુસ્તકો માટે પૈસા આપ્યા.

આખરે તેની કવિતાઓનો સંગ્રહ પ્રગટ થયો. પ્રથમ વાંચન જુગારખાનાના જુગારી વચ્ચે કર્યું! તેમાંથી પૈસા મળ્યા તેમાંથી તે સ્પેનના રાજધાનીના શહેર મેડ્રીડમાં ગયો અને તેના જીવનમાં જબ્બર પલટો આવ્યો. ત્યાં ૧૯૩૧માં તે નોકરીઓ બદલતો હતો અને મિલિટરીમાં જોડાવાનો વિચાર કરતો ત્યારે શાસકના જુલમથી વ્યથિત થયો ત્યારે જ જોસેફા નામની સુંદર છોકરી તેની કવિતાથી આકષૉઈ પરંતુ તેણે કહ્યું કે મારી કવિતામાંથી કાંઈ નીપજતું નથી. હું એક ભૂખે મરું છું. આપણે બે મરીશું. કારકુનની નોકરીમાંથી જુતાં કે નવાં કપડાં પણ ખરીદી શકાતાં નથી. પણ તેને જોસેફાનું એટલું બધું સેક્સુઅલ આકર્ષણ હતું કે તે સંયમ રાખતો ગયો તેમ તેમ ટેન્શન અને માથાનો દુખાવો વધતો ગયો. દરમિયાન એક કૌતુકવાળી વાત બની. જોસેફાના પિતાએ કવિને લખ્યું કે તારા વિના મારી દીકરી ઝૂરે છે. તું ગમે તેવો ગરીબ હો એની પરવા નથી. તમે બંને આત્માઓ એકબીજા સાથે જોડાવા સર્જાયા છો.

એ દરમિયાન ૧૮-૭-૧૯૩૬ના રોજ સ્પેનિશ મિલિટરીએ જનરલ ફ્રાંસિકો ફ્રાંકોના આપખુદ રાજ સામે બળવો કર્યો. ટ્રેનો-વહાણો બંધ કર્યા. હવે હર્નાન્ડેઝ વધુ જોશવાળી ક્રાંતિની કવિતા લખવા માંડ્યો. સ્પેનમાં આંતરયુદ્ધ ચાલ્યું. ઘણા આર્ટિસ્ટો, લેખકો, કવિઓ દેશ છોડીને સલામતી માટે ભાગી ગયા. પ્રેમિકાની પ્રેરણા સાથે તે જનરલ ફ્રાંકો સામે લડનારા રિપબ્લિકન પક્ષના લશ્કરમાં જોડાયો. તેને પ્રેમિકાએ લખ્યું કે તું ક્રાંતિકારી કવિતા લખતો રહે તેની બહુ જ અસર થાય છે. એ દરમિયાન તે જાણે રાષ્ટ્રકવિ બની ગયો. તેને થયું કે હવે પરણી જવું જોઈએ ત્યારે ખબર મળ્યા કે જોસેફાના પિતાનું ફ્રાંકોના સૈનિકોએ ખૂન કર્યું છે.

જોસેફા પાસે વેડિઁગ ડ્રેસનાં નાણાં નહોતાં. પણ કવિએ કહ્યું હવે પરણી જ નાખીએ. પરણ્યાં ખરાં. થોડું સાથે રહ્યાં. ક્રાંતિની લડાઈ ચાલુ હતી. જોસેફાને ગર્ભ રહ્યો. પુત્ર જન્મ્યો, પરંતુ ત્યારે જ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. એક જેલમાંથી બીજી જેલમાં ફરવું પડ્યું. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં એટલે કવિને જન્મટીપની સજા થઈ.

જેલમાં પત્નીનો કાગળ આવ્યો. આપણો પુત્ર મોટો થયો છે. પિવરાવવા દૂધ-ફળ નથી. સસ્તી વાસી બ્રેડ અને ડુંગળી ખાઈને મોટો થાય છે. પિતા વગરના આ પુત્રને જાણે પિતા પ્રત્યે એવું લાગણીનું ખેંચાણ છે કે તે પ્રેમથી ડુંગળી બ્રેડ ખાય છે, આશા સાથે કે એક દિવસ કવિ પિતા આવશે અને ત્યારે કવિતા સાંભળીને ભૂખ્યો રહી શકશે! આ કાગળ વાંચીને જેલમાં ઉધરસ ખાતો ખાતો અને આંસુ પાડવાને બદલે કવિતા લખવા બેસી ગયો. પત્નીને લખેલું કે હવે દીકરાને આ કવિતા પીવરાવીને હાલરડું ગાઈને સુવાડી દેજે. ‘હે મારા પુત્ર! તું ડુગળીમાંથી ઉત્તમ પ્રેમનું લોહી પેદા કરે છે.

આ તારું Onion Blood એક દિવસ ક્રાંતિ કરશે. સુગંધિત થઈને સ્પેનને આઝાદ કરશે.’ જેલમાં હર્નાન્ડેઝનો ટીબીનો રોગ વધતો ચાલ્યો. ૩૨ની ઉંમરે ૧૯૪૨માં તે મરી ગયો. તેના છેલ્લા શબ્દો હતા ‘મારા પુત્રને ભૂખનાં પારણામાં સુવડાવીને ક્રાંતિ કરવા નીકળ્યો તે બદલે કહેજો કે મારો પુત્ર મને માફ કરે.’સ્પેનનું કેસર ખાઓ ત્યારે તેની ધરતીમાં આ કવિની રજ ભળી છે અને કેસરની સુગંધમાં તેની પીડા વણાયેલી છે તે યાદ કરજો.


ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ
(divyabhaskar)

ખુશ રહો, સફળ થાઓ

 પ્રેરણાત્મક પુસ્તકોના લેખકોમાં ઝિગ ઝિગલર એક અત્યંત જાણીતું નામ છે. એમના પુસ્તક ‘સમથિંગ ટુ સ્માઈલ એબાઉટ’માં જીવનના ઉતાર ચડાવ સામે કેવો અભિગમ અપનાવવો તેનું માર્ગદર્શન અપાયું છે. આપણી વિચારશૈલી બદલાય તો સમસ્યાઓનો હસતે મોઢે સામનો થઈ શકે છે. ખુશમિજાજ વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનો સ્વભાવ નથી બદલતી જેથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે.

બીજા સાથે સરખામણી કરતા રહેશો તો એમનાથી આગળ ક્યારેય નહીં વધી શકો. ધ્યેય સમકક્ષ થવાનો નહીં પરંતુ આગળ વધવાનો રાખો. સમયને જે મેનેજ કરી શકે છે તેને સમયનો અભાવ નથી નડતો. પ્રતિભાશાળી હોવા કરતાં સમયનો સદુપયોગ કરનાર વધારે સફળ થાય છે. આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ તેના કરતાં આપણા માટે બીજાઓ શું વિચારે છે તે મહત્વનું છે. બીજાઓની નજરમાં જો આપણે સક્ષમ છીએ તો એ આપણને આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે. કોઈનું નેતૃત્વ લેતાં પહેલાં પોતાની જાતને મેનેજ કરતાં શીખવું જરૂરી છે.

જો તમે પોતાની સ્થિતિથી સંતુષ્ટ નથી તો ચિંતા કે ફરિયાદ કરવા કરતાં સ્થિતિને સુધારવાના પ્રયાસ જરૂરી છે. જે કરવાની ઈચ્છા છે એને ભવિષ્ય પર ન છોડી આજથી જ શરૂઆત કરી છે. કોઈપણ ઉંમરે મોડું નથી હોતું. ચિંતન કરનાર સારું વિચારે છે પણ આ વિચારોને અમલમાં મૂકવા માટે મહેનત જરૂરી છે. ધીમી ગતિની પ્રગતિ પણ એક સ્થળે રોકાઈ જવા કરતાં સારી છે, લોકો તમારા વિચારો નહીં પણ કાર્યથી તમારું મૂલ્યાંકન કરે છે માટે નક્કર કામ પર વધારે ધ્યાન આપો. તમને લાગે કે તમારું સ્વપ્ન સાકાર કરવાની તમારામાં શક્તિ છે તો એને વળગી રહો. પરિસ્થિતિ અનુકૂળ ન હોય પણ તમારી ઈચ્છાશક્તિ બળવાન હશે તો ધીરેધીરે બધું બદલાવા માંડશે.

ખુશ રહેનારા શું નથી એની ફરિયાદ કરવી છોડી દઈ જે છે તેને માણવા પર વધારે ધ્યાન આપે છે. માનવ સ્વભાવ જે જોવા માંગતો હોય તેને જ જુએ છે. નકારાત્મક વિચારો ધરાવશો તો બધું ખરાબ દેખાશે. ડીગ્રી મેળવવાથી ભણતર ભલે પુરું થતું હોય પણ અભ્યાસ કોઈપણ ઉંમરે પુરો થતો નથી. દરેક વ્યક્તિમાં સફળતાનાં બીજ રહેલાં છે. સફળ વ્યક્તિ બીજાને કંઈક આપે છે અને ઘણું જતું કરે છે. બીજાની ભૂલ પર એવી પ્રતિક્રિયા આપો જાણે એ ભૂલ તમે પોતે કરી હોય અને તમારા ઉપરી પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો. જો ખુશમિજાજ રહી શકશો તો બીજાઓનું પ્રોત્સાહન મળતું રહેશે અને પ્રગતિમાં મદદરૂપ થશે.

bakulbakshi@hotmail.com

નવી નજરે, બકુલ બક્ષી

(divyabhaskar)

માતાને ક્યારેય છોડશો નહીં...

મોટો દીકરો માનસિક બીમારીનો ભોગ બને અને વચલા દીકરાને એવું લાગે કે એ તો નાટક કરે છે, ત્યારે પિતાવિહોણા પરિવારની દીકરી પરિવારનો આધારસ્તંભ બનવાનું નક્કી કરે ત્યારે...

‘મારે એટલું જ કહેવું છે કે આ વાંચનારા સૌ આગળ વધે, મહેનત કરે અને મારા માટે દુવા કરે. ખાસ કરીને યુવાનોને મારી એટલી જ વિનંતી છે કે માતાનો સાથ ક્યારેય ન છોડો. તમે જ્યારે માતાને છોડી દો છો, ત્યારે એની સ્થિતિ કેવી થાય છે તેનો તમને ખ્યાલ નથી હોતો. માટે ગમે તે થાય તો પણ ક્યારેય માતાને છોડશો નહીં.’ આ શબ્દો છે, ચોવીસ વર્ષની પ્રિયંકાના, જેણે પોતાની માતા સહિત ભાઇ-ભાભી અને ભત્રીજાની તમામ જવાબદારી ઉપાડવા સાથે પોતાના અભ્યાસ અને ભવિષ્યને પણ ઉજજવળ બનાવ્યું છે. પ્રિયંકાની કથની એના જ શબ્દોમાં...

‘મારા મમ્મી-પપ્પા મૂળ તો નેપાળના હતા, પણ પપ્પા અમદાવાદમાં નોકરી માટે આવ્યા હતા. મારા મમ્મી-પપ્પાને હું ખૂબ લાડકી હતી કેમ કે મારા પહેલાં બે મોટા ભાઇ ખરા, પણ મમ્મીને દીકરી જોઇતી હતી. તેમણે એ માટે અનેક દુવા માગી હતી અને બંને ભાઇના જન્મ પછી દસ વર્ષે મારો જન્મ થયો. તેથી મને ખૂબ લાડકોડથી ઉછેરતાં.

હું દસમા ધોરણ સુધી અભ્યાસમાં ખાસ હોશિયાર નહોતી. દસમા ધોરણમાં હું નાપાસ થઇ ત્યારે મારા સૌથી મોટા ભાઇએ મને બીજી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. ત્યાંના પ્રિન્સિપાલની પ્રેરણાથી મને અભ્યાસમાં રસ જાગ્યો અને પછી મેં સાયન્સ કે કોમર્સ પ્રવાહને બદલે આર્ટ્સમાં જવાનું વિચાર્યું. તેનું કારણ અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે સાયન્સ પ્રવાહમાં હું ઉચ્ચ અભ્યાસ કરી શકું.

મારા શિક્ષકોનાં માર્ગદર્શનથી મેં ગુજરાતી વિષયમાં એમ.એ. કર્યું. તે સાથે મને મેંદી મૂકવાનો શોખ હોવાથી અનેક સ્પર્ધામાં ભાગ લઇ ઇનામ પણ મેળવતી રહી. એવામાં મારા મોટા ભાઇને એક્સિડન્ટ થયો.

તેમને માથામાં એવી ઇજા થઇ હતી કે તેઓ સ્કીઝોફ્રેનિક બની ગયા હતા. તેમના લગ્ન થઇ ગયા હતા અને નાનો દીકરો પણ હતો. મોટા ભાઇની આવી માનસિક સ્થિતિને કારણે તેમની નોકરી છુટી ગઇ અને ઘરની જવાબદારી પપ્પા પર જ હતી. પપ્પાનું અવસાન થયું ત્યારે મેં તેમને વચન આપેલું કે ભાઇ-ભાભી અને માતાને સાચવીશ. આથી મેં અભ્યાસની સાથે પાર્ટટાઇમ મેંદી મૂકવાનું કામ શરૂ કર્યું. મારા વચલા ભાઇ મોટા ભાઇની બીમારીની ગંભીરતા સમજતો નહીં. એ કહેતાં કે એને તો ઘરે બેઠાં ખાવું હોવાથી આવા નાટક કરે છે. અંતે મારા મમ્મીએ જ એ ભાઇ-ભાભીને સામે ચાલીને જુદા રહેવાનું કહી દીધું.

હવે મોટા ભાઇ-ભાભી, ભત્રીજા અને મમ્મીની જવાબદારી મારા પર આવવાથી મેં અભ્યાસ પાર્ટટાઇમ કરી મેંદી મૂકવાનું કામ ફુલ ટાઇમ શરૂ કરી દીધું. તે સાથે આઇટીઆઇમાં શીખવવામાં આવતો બ્યૂટિપાર્લરનો અભ્યાસ કર્યો અને ઘરે જ પાર્લરના કલાસીસ શરૂ કરી દીધા. જેથી મારા પરિવારનું ગુજરાન ચાલે. હા, મારા વચલા ભાઇએ ક્યારેય આર્થિક મદદ નથી કરી. હું જાતે જ દૂરંદેશીતાથી વિચારીને કામ કરું છું.

મેં અભ્યાસની સાથે મેંદીનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જેની આવકમાંથી મમ્મી-પપ્પાને જાત્રાએ મોકલવાની ઇચ્છા હતી. હવે પપ્પા તો નથી, પણ મમ્મીને ચોક્કસ જાત્રાએ મોકલીશ. તે માટે મેં નક્કી કર્યું છે કે દર વર્ષે એક પુસ્તક તો પ્રકાશિત કરતી જ રહીશ. તે સાથે પાર્લર પણ શરૂ કર્યું છે જેથી હું સાસરે જાઉં તે પછી પણ મમ્મીને આર્થિક કંઇ ચિંતા ન રહે. આથી જ મેં સૌને મારા માટે દુવા કરવાની વિનંતી કરી છે.’

સંઘર્ષ ગાથા{ શેફાલી પંડ્યા ‘અમી’ }

(divyabhaskar)

દરેકને પ્રેમ કરવા વિશેની વાત

 ‘આખરે દીકરો શું છે? એવું શું છે જે મારા વીર્યને અન્યના કરતાં વિશેષ મારું બનાવે છે? લોહીમાંસના એ સંબંધનું શું મૂલ્ય છે?

સુરેશભાઇ દલાલે તાજેતરમાં ગુજરાતી, અન્ય ભારતીય ભાષાઓની અને વિદેશી વાર્તાઓમાંથી એમને ગમતી કેટલીક વાર્તાઓનું સંપાદન ‘વાર્તાવિશ્વ’પ્રકાશિત કર્યું છે. તેમાં આઇઝેક બાશેવિસ સિંગર નામના વાર્તાકારની યિડિશ વાર્તા ‘દીકરો’ લીધી છે, જેનો ગુજરાતી અનુવાદ ઉત્પલ ભાયાણીએ કર્યો છે.

વાર્તામાં હિટલરે કરેલા યહૂદીઓના વિનાશમાંથી બચી ગયેલો એક યહૂદી પિતા ન્યૂ યોર્કમાં સેટલ થયો છે. જર્મન નાઝીઓના જુલ્મોના સમયગાળા દરમિયાન એ એની પત્ની અને દીકરાથી અલગ થઇ ગયો હતો. યુદ્ધ પૂરું થયા પછી એની પત્ની પતિ પાસે અમેરિકા આવતી નથી, પરંતુ દીકરાને લઇને ઇઝરાયલમાં રહેવા જાય છે. દીકરો પોતાના દેશના સૈન્યમાં જોડાય છે. વાર્તા શરૂ થાય છે ત્યારે દીકરો ઇઝરાયલથી આવી રહેલા વહાણમાં પિતાને મળવા માટે આવવાનો છે.

પિતા દીકરાની વાટ જોતો ઊભો છે. એણે છેલ્લાં ત્રીસ વર્ષોથી દીકરાને જોયો નથી. દીકરો જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે પિતા પત્ની અને દીકરાથી છુટો પડી ગયો હતો.બાપ વિચારે છે કે જહાજમાંથી ઊતરી રહેલા મુસાફરોમાંથી એ પોતાના દીકરાને ઓળખશે કઇ રીતે. એની પાસે દીકરાનો એક ધૂંધળો ફોટો હતો. એ ફોટો દીકરો લશ્કરમાં હતો અને આરબો સામે લડ્યો હતો તે સમયનો છે. એ જૂના ફોટાના આધારે એને ઓળખી કાઢવો સહેલું નહોતું.

લાંબી પ્રતીક્ષા પછી મુસાફરો વહાણમાંથી ઊતરવા લાગે છે અને એમનાં સગાંવહાલાંઓને મળતાં જાય છે. પિતા ભીડમાં પોતાના દીકરાને શોધ્યા કરે છે. જેને જુએ એને જોતાં જ વિચારે કે ‘મારો દીકરો વૃદ્ધો અને પ્રૌઢોમાં ન જ હોઇ શકે. તેના વાળ કાળા અને ચપોચપ ઓળેલા, ખભા પહોળા અને આંખો ચમકતી ન હોઇ શકે-એવો કોઇ મારા વીર્યમાંથી પાંગરી જ ન શકે.’

ત્યાં જ એની પાસે દીકરાનો જે જૂનો ફોટો હતો તેને મળતો એક જુવાન વહાણમાંથી આવતો દેખાય છે. એ લાંબા, પાતળા, સહેજ વળી ગયેલા, લાંબા નાક અને સાંકડી હડપચીવાળા જુવાનને જોતાં જ પિતાને લાગે છે કે આ જ એનો દીકરો છે. એ એના તરફ દોડી જાય છે. એ જુવાન કોઇકને શોધતો હતો. વાર્તાનાયકમાં પિતાનું વાત્સલ્ય જાગી ઊઠે છે. એને દૂરથી જોતાં પિતાના મનમાં ચિંતા પણ જાગે છે. એને લાગે છે કે એનો એ દીકરો માંદો છે, નંખાતો જાય છે. પિતા એણે માની લીધેલા દીકરાને એના નાનપણના નામે બોલાવવા જાય છે ત્યાં જ એકાએક એક જાડી સ્ત્રી જે જુવાન તરફ ધસી જતી દેખાય છે.

સ્ત્રી એ જુવાનને બાહુપાશમાં જકડી લે છે. તરત જ બીજાં સગાંવહાલાંઓનું ઝૂંડ પણ ત્યાં પહોંચી જાય છે. પિતાને ભાન થાય છે કે એ જે અજાણ્યા જુવાનને પોતાનો દીકરો માનતો હતો એ વાસ્તવમાં એનો દીકરો નહોતો. પિતાને લાગે છે: જાણે ‘એ લોકોએ મારી પાસેથી એક દીકરો છીનવી લીધો હતો, જે મારો નહોતો!’ વાર્તાનાયકને એ આખી ઘટના ‘એક પ્રકારના આધ્યાત્મિક અપહરણ’ જેવી લાગે છે. એનામાં જાગેલી પિતા તરીકેની ઊર્મિઓ ભોંઠી પડી હતી. એનામાં અપમાનની લાગણી પણ જન્મે છે.

ત્યાર પછી એ પિતા એક માણસના અન્ય માણસો સાથેના, સંતાનો-એમનાં પણ સંતાનો સાથેના સંબંધોના સંદર્ભમાં વ્યાપક અર્થમાં જે વિચારે છે એ ખૂબ મહત્વનું છે. એ વિચારે છે: ‘આખરે દીકરો શું છે? એવું શું છે જે મારા વીર્યને અન્યના કરતાં વિશેષ મારું બનાવે છે? લોહીમાંસના સંબંધનું શું મૂલ્ય છે? એક જ ગંજાવર વાસણની સપાટી પર રહેતા ફીણ જેવા આપણે છીએ. પેઢીઓ પાછળ જાઓ અને આગંતુકોના આ આખા ટોળાનો (એ અર્થમાં સમગ્ર માનવ જાતનો) પિતામહ એક જ નીકળે અને બેત્રણ પેઢીઓ પછી આજના વંશજો પારકા થઇ ગયા હશે. બધું જ ક્ષણિક અને સસ્તું છે-આપણે એક જ સમુદ્રના પરપોટા, એક જ ભૂમિના છોડવા છીએ. જો કોઇ દરેકને પ્રેમ ન કરી શકે તો તેણે કોઇને પ્રેમ ન કરવો જોઇએ.’

આ વિચાર ક્ષુબ્ધ કરી દે તેવો છે. માણસ જેને પોતાનું માનીને વળગી રહે છે તે આખરે સમગ્રના સંદર્ભમાં કેટલું બધું વામણું લાગે છે. ‘દીકરો’ વાર્તાના લેખક પ્રેમ કે વાત્સલ્યભાવનો નકાર કરતા નથી, પણ એમનું વિધાન છે કે જે માણસ દરેક જણને પ્રેમ કરી શકે નહીં એણે કોઇને પ્રેમ કરવો જોઇએ નહીં. માનવીય સંબંધના વ્યાપક અર્થમાં આ મારું અને આ પારકું એવું અનુભવવાનો કોઇ અર્થ વાર્તાલેખકને જણાતો નથી.

ડૂબકી, વીનેશ અંતાણી

(divyabhaskar)

રવિવાર, 21 નવેમ્બર, 2010

ભારતની એક ઉદાસ રાત

ઐતિહાસિક મહત્વ હોવા છતાં પ્લાસીમાં હાલ છે શું? ફક્ત થોડાં સ્મારકો અને એ પણ વિકૃત પ્રેમીઓ દ્વારા અશ્લીલ સંદેશો લખેલાં? આ બધું જોઇ મનમાં એક પ્રકારની ટીસ ઠે છે. બાંગ્લા કવિ નવીનચંદ્રે પ્લાસીને ‘ભારતની ઉદાસ રાત’ તરીકે વર્ણવ્યું છે. મુર્શિદાબાદમાં રહેતા નવાબના વંશજો પ્લાસી વિશે કોઇ પણ પ્રકારની વાત કરવા માટે કતરાય છે.

પ્લાસી... ભાગીરથી નદીના કિનારે વસેલું બંગાળનું એક નાનકડું ગામ. કલકત્તાથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂરનો એક એવો વિસ્તાર, જ્યાં આજથી અઢીસો વર્ષ પહેલાં બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય થયો હતો. ૨૩ જૂન ૧૭૫૭ ના દિને ભાગીરથી નદીના કિનારે ફક્ત નવ કલાક ખેલાયેલા જંગે ઇતિહાસની રૂખ બદલી નાખી.

આ જંગ ખેલાયા પછી વેપાર કરવા આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓના હાથમાં ભારતની બાગડોર ચાલી ગઇ. સિરાજુદ્દદોલા બંગાળના અંતિમ નવાબ રહ્યા અને રોબર્ટ કલાઇવે પ્રથમ ગવર્નર જનરલનો તાજ પહેર્યો.

કોલકાતા, બેહરામપુર કે કૃષ્ણાનગરથી બસમાં કે ટ્રેનમાં પ્લાસી પહોંચી શકાય છે. ઉત્તર-પશ્વિમ દિશામાં આવેલું આ ઐતિહાસિક યુદ્ધસ્થળ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર છે. કોલકાતા સાથે જોડાતા પહેલાં રસ્તાનો બે કિલોમીટરનો ટુકડો ૩૪ નંબર નેશનલ હાઇવે થઇને જાય છે.

એક-બે મોટી દુકાન, ટેલિફોન ટાવર સિવાય બધું જ ત્યાં ‘ગ્રામ બાંગ્લા’ જેવું દેખાય છે. હાઇવે છૂટતાં જ રસ્તો સૂમસામ થતો જાય છે. પાકાં મકાન પાછળ છૂટી જાય છે અને રહી જાય છે માત્ર ત્રણ ગજ પહોળો કોંક્રિટ રસ્તો!

અહીં રસ્તાની આજુબાજુ ચાની દુકાનો છે. ખાવું હોય તો ત્રણ કિલોમીટર દૂર મીરા બજાર સુધી જવું પડે. રસ્તો પૂરો થતાં જ પ્લાસીનું સ્મારક નજરે પડે છે. ઐતિહાસિક યુદ્ધની સાબિતી આપતું સફેદ રંગનું આ સ્મારક દીવાલોથી ઘેરાયેલું છે. સ્મારક પર ‘પ્લાસી યુદ્ધસ્થળ, ૨૩ જૂન ૧૭૫૭’ કોતરાયેલું છે, પાસે જ સિરાજુદ્દોલાની અડધા કદની પ્રતિમા છે. અહીં જોવાલાયક સ્થળ તરીકે સ્મારક, યુદ્ધ સ્થળ અને ચીની મિલ છે.

સ્મારક નજીક પચ્ચીસ વીઘાનો પીડબ્લ્યૂડીનો પ્લાસી ઇન્સ્પેક્શન બંગલો છે, જે હવે ગેસ્ટહાઉસમાં ફેરવી દેવાયો છે. ગેસ્ટહાઉસમાં અંગ્રેજોનો ઘણો સામાન હતો, જે પાછળથી ખસેડી દેવાયો હતો. હવે ત્યાં પ્લાસીની લડાઇની યાદ અપાવતું પેઇન્ટિંગ તથા કાચના વિશાળ ટેબલ પર રહેલો યુદ્ધ સ્થળનો નકશો અને આકૃતિ જ બચ્યા છે. ભવનથી થોડે દૂર અંગ્રેજોનો તબેલો હતો.

અહીંથી થોડે દૂર શેરડીનાં ખેતરો વચ્ચે બીજું એક સ્મારક છે. ત્યાં પહોંચવા માટે ખેતરોની વચ્ચેથી જવું પડે છે. આ સ્મારક નવાબના ત્રણ સેનાપતિ નૌવે સિંહ હજારી, બકશી મીર મદન અને બહાદુર અલી ખાન જેવા ત્રણ મહાનાયકની શૌર્યગાથા અને શહીદીની યાદ અપાવે છે.

અહીં જ્યાં જુઓ ત્યાં ખેતરો જ દેખાય છે. પાણીમાં ડૂબેલાં ઉજ્જડ ખેતરો! આ જ ખેતરોમાંથી વીજળીનાલ ટાવરો પસાર થાય છે.

ઐતિહાસિક મહત્ત્વ હોવા છતાં પ્લાસીમાં હાલ છે શું? ફક્ત થોડાં સ્મારકો અને એ પણ વિકૃત પ્રેમીઓ દ્વારા અશ્લીલ સંદેશો લખેલાં? આ બધું જોઇ મનમાં એક પ્રકારની ટીસ ઠે છે. બાંગ્લા કવિ નવીનચંદ્રે પ્લાસીને ‘ભારતની ઉદાસ રાત’ તરીકે વર્ણવ્યું છે. મુર્શિદાબાદમાં રહેતા નવાબના વંશજો પ્લાસી વિશે કોઇ પણ પ્રકારની વાત કરવા માટે કતરાય છે.

આજે પણ પ્લાસીના યુદ્ધમાં થયેલી હાર અહીંના લોકોને ખૂંચે છે. અઢીસો વર્ષ જૂના જખમ જેવું પ્લાસીનું યુદ્ધ ભારતીયોના પરાજયની યાદ તાજી કરે છે, એટલે જ ભારત સરકાર પણ કદાચ પ્લાસી પ્રત્યે ઉદાસીન છે અને પ્લાસીની મુલાકાત લેનારાઓને આ દુ:ખ ખુદ પ્લાસી જ બયાન કરી દે છે!

સ્થાનિક ડો. ધનંજય વિશ્વાસ કહે છે ‘સરકાર પ્લાસીને પયટર્ન કેન્દ્ર તરીકે વિકસાવવા માગે છે. સરકાર પ્લાસી ઉપરાંત નદિયા જિલ્લાનાં અન્ય ઐતિહાસિક સ્થળો કૃષ્ણાનગર, માયાપુર અને બેથુ આદુઆરીને પણ પયટર્ન સ્થળ તરીકે વિકસાવવા ઇચ્છે છે. જોકે ભાગીરથી નદીની વધતી પહોળાઇથી ગામના લોકો ચિંતિત છે.’

(divyabhaskar)

બદલો તમારી દુનિયા

એકાંતમાં પોતાના નામનું જોરથી ઉચ્ચારણ કરો, જાણે તમને કોઇ બોલાવી રહ્યું હોય. તમને હંમેશાં બીજા લોકો બોલાવે છે, તમે તમારી જાતને ક્યારેય નહીં બોલાવી હોય, એટલે આ એક મજેદાર અનુભવ બની રહેશે.

લોકો જ્યારે પણ દુનિયાથી કંટાળી-ત્રાસીને પરેશાન થઇ જાય છે ત્યારે એમને થાય છે કે દુનિયા બદલી નાખવી જોઇએ. આટલી જંજાળ, સમસ્યાઓ, નિરાશા, પડકારો... આના કરતાં એક નવી અને બહેતર દુનિયા કેમ ન બનાવી નાખીએ? કેટલાય સમાજસેવકો અને આદર્શવાદીઓ આવા વિચારથી પ્રેરાઇને દુનિયાને બદલવા નીકળી પડે છે, પરંતુ એક નાનકડું સત્ય એમના ઘ્યાનબહાર રહી જાય છે કે દુનિયા કોઇ ભૂગોળ નથી, એ તો દરેક માણસના મનમાં વસે છે. દરેક માણસ પોતાની દુનિયા પોતાની સાથે લઇને ચાલે છે.

એટલે જે લોકો દુનિયાને બદલવા ઉત્સુક છે તેઓ પોતાની જાતને બદલી નાખે, બસ એની દુનિયા બદલાઇ જશે. દુનિયા કેમ બોજભરી લાગે છે? કેમકે આપણે સૌ યંત્રવત્ જીવીએ છીએ... એ જ ઘસાયેલી-પીંખાયેલી વિચારસરણી અને એ જ પરંપરાગત જીવનશૈલી. આવાં જીવનથી છેવટે કંટાળી જવાય એમાં શું નવાઇ?

ઓશોની અદ્વિતીયતા એ છે કે તેઓ વસ્તુસ્થિતિને બિલકુલ નવી ભૂમિકાથી, નવી નજરથી જુએ છે. એ નજરને જો સમજો અને જીવનમાં ઉતારો તો તમે આ જ દુનિયામાં નવી રોનક અને તાજગી લાવી શકશો.

પ્રસ્તુત છે ઓશોનાં કેટલાંક સૂત્રો, જે તમારી દુનિયા બદલી નાખવા માટે સમર્થ છે:

પ્રતીક્ષા અને કૃતજ્ઞતા

આજની દુનિયામાં બધી વસ્તુઓની ગતિ વધુને વધુ તેજ થતી જાય છે. ઝડપનો નશો આપણા પર વધુ ને વધુ ચડતો જાય છે. જેમાં સમય લાગે, ધૈર્ય અને લગનની જરૂર પડે એવી કોઇ ચીજ વિકસાવવાનો જાણે કે ચાન્સ જ નથી. ઝડપનો નશો તમને એવી કોઇ બાબત કરવાની પરવાનગી જ નથી આપતો, જેમાં પ્રતીક્ષાની કળા આવશ્યક હોય. ઊંડા પ્રેમની સાથે પ્રાર્થનામય બનીએ અને કૃતજ્ઞતા સાથે પ્રતીક્ષા કરીએ.

કૃતજ્ઞતા એને માટે, જે બની ચૂકયું છે અને ધૈર્ય એને માટે, જે બનવાનું છે. સામાન્ય રીતે માણસનું મગજ એથી ઊલટું કરે છે. જે નથી થયું કે નથી થઇ શકયું એને માટે દુભાતો-બળતો રહે છે, જે થવાનું છે એને માટે હંમેશાં કંઇ વધુ પડતો અધીરો રહે છે. એ હંમેશાં ફરિયાદ કરે છે, કૃતજ્ઞ ક્યારેય નથી બનતો. કૃતજ્ઞતા હૃદયમાં એક પાત્રનું નિર્માણ કરે છે, જેનાથી ગ્રહણ કરવાની ક્ષમતા વિકસે છે.

શાંતિનું સુરક્ષાકવચ

જે ક્ષણે તમને લાગે કે ઊંઘ ઊડી ચૂકી છે તો તરત આંખો ન ખોલો, પહેલા આ પ્રયોગ ૧૦ મિનિટ કરો, પછી આંખો ખોલો. શરીર આખી રાત પછી વિશ્રામમાં છે અને તાજગી અને જીવંતતાનો અનુભવ કરી રહ્યું છે. તમે પહેલેથી જ વિશ્રામમાં છો એટલે ઘ્યાનમાં ઊતરવામાં વધુ સમય નહીં લાગે. સૂતાં સૂતાં જ પોતાની ચેતનાને હૃદય પર લઇ આવો અને હૃદય ગહન શાંતિથી ભરેલું અનુભવો.

૧૦ મિનિટ આવી જ શાંતિમાં ડૂબેલા રહો, જાણે કોઇ શાંત સરોવરમાં ડૂબકી લગાવી રહ્યા છો અને પછી આંખો ખોલો. દુનિયા બિલકુલ જુદી જ દેખાશે. આ શાંતિ આખો દિવસ કવચ તરીકે તમારી સાથે રહેશે. તમે ઘ્યાનમાં જેટલા ઊંડા ગયા હશો એટલા લાંબા સમય સુધી તમે શાંતિનો અનુભવ કરતા રહેશો.

પોતાની જાતને પોકારો

ન રામને પોકારો, ન અલ્લાને પોકારો, કેવળ પોતાનું નામ લો. દિવસમાં જ્યારે પણ તમને કોઇપણ પ્રકારની ઊંઘ જકડવા માડે, દુનિયાનો બોજ વધી જતાં તમે અંદર ડૂબવા માંડો ત્યારે પોતાની જાતને પોકારો. વિજય, તું શું હાજર છે? ..અને જાતે જ જવાબ આપો. ત્યાં બીજું કોઇ નથી એટલે તમારે જ જવાબ આપવાનો છે: હા, હું છું. માત્ર જવાબ આપો નહીં, એ સાંભળો પણ ખરા: હું છું અને ત્યાં સાચેસાચ હાજર રહો. તમે એક નવી જાગૃતિનો અનુભવ કરશો. આ જાગૃતિમાં વિચાર અટકી જાય છે અથવા ક્યારેક એકાંતમાં બેસી આંખો બંધ કરો અને પોતાના નામનું જોરથી ઉરચારણ કરો, જાણે તમને કોઇ બોલાવી રહ્યું હોય.

તમને હંમેશાં બીજા લોકો બોલાવે છે, તમે તમારી જાતને ક્યારેય નહીં બોલાવી હોય, એટલે આ એક મજેદાર અનુભવ બની રહેશે. પોતાના નામનું રટણ કરતાં કરતાં તમને કેટલાય અવાજ સંભળાશે, જેમકે તમારી મા બોલાવી રહી છે કે પિતાજી બોલાવે છે, કુટુંબના લોકો, મિત્રો, પડોશીઓ... કેટલાય અવાજ સંભળાશે. દરેક અવાજ સાથે તમારો એક સંબંધ છે, દરેક અવાજ તમારી અંદર એક તરંગ પેદા કરે છે: પ્રેમનો, ધૃણાનો કે જે પણ હોય.

આ અવાજમાં ડૂબતા જાવ. ધીરે ધીરે તમે એવી જગાએ પહોંચશો, જયાં તમે એકલા હશો, જાણે કે શિવાલયમાં બેઠા હો. બધા લોકો ખોવાઇ જશે, ત્યાં તમારું જ નામ ગૂંજતું હશે. એ નામ સાથે તમારો ખૂબ ઊંડો અંગત સંબંધ છે. છેવટે એ ઘ્વનિ પણ ખોવાઇ જશે અને તમે મૌન બનીને નિરવ શાંતિમાં વિરમશો.

દીવાલો સાથે વાત કરો

પોતાના ખંડમાં બેસી દીવાલ તરફ મોં કરો અને મનમાં જે આવે એ બોલવાનું શરૂ કરો. એ કોઇ સાંભળે એ જરૂરી નથી. આમ પણ કોણ કોને સાંભળે છે? લોકો મને સાંભળી રહ્યા છે એવું જ્યારે આપણને લાગતું હોય છે ત્યારે પણ એ ભ્રાંતિ જ હોય છે. કોઇ કોઇને નથી સાંભળતું હોતું, મોટેભાગે લોકો દીવાલ સાથે જ વાત કરતા હોય છે. આ વિધિ તમને એકદમ રિલેકસ કરી દે છે. તમે દીવાલ સામે બેફામ બોલવાનું શરૂ કરી દો. પહેલા પહેલાં હસવું આવશે, પરંતુ ઝડપથી તમારી ગાડી દિશા અને ઝડપ પકડી લેશે તથા તમારી અંદર તમે જે કંઇ દબાવ્યું છે એ બહાર ફૂટી નીકળશે.

દીવાલ સામે બધું જ, અચકાયા વગર કહી શકશો. એને કારણે તમે મનની અકળામણ-બળતરા બીજાઓ સમક્ષ વ્યકત કરો છો એની જરૂર નહીં રહે. તમારા સંબંધો સારા રહેશે અને તમારું મન પણ હલકું થઇ જશે. લગભગ અડધો કલાક દીવાલ સાથે વાત કર્યા પછી તમે ખૂબ શાંતિનો અનુભવ કરશો. એ શાંતિમાં આંખો બંધ કરી નિશ્વિંત બનીને બેસી રહો. આટલી શાંતિનો તમે પહેલાં ક્યારેય અનુભવ નહીં કર્યો હોય

(divyabhaskar)

હાઇ લિવિંગ એન્ડ સિમ્પલ થિંકિંગ...!

 
સાદું સાદું, ફિક્કી ખીચડી જેવું જીવન જીવો અને ઊંચું વિચારો! મને આજ સુધી સમજાયું નથી કે સિમ્પલ લિવિંગ એટલે શું?

સીમાડાઓની બુદ્ધિથી રચાયેલી કેટલીક કહેવતો આપણા જીવનની અસીમ પત્તર ફાડતી રહેતી હોય છે. અંગ્રેજીમાં કહેવાતું: ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન્ડિડ! સાચો મિત્ર એ જ કે જે જરૂરિયાતના સમયે પડખે ઊભો રહે. મિત્ર સાથે મસ્તી કરી શકાય, મિત્ર સાથે બેફામ હસી શકાય એ ભાવ હાંસિયામાં ધકેલાતો ગયો. એવું પણ થાય કે તમારા કપરા કાળમાં ‘કામ-બામ હોય તો કહેજો’ એવું કહેવાવાળાઓની કતાર બની જાય છે પણ તમારી સફળતામાં અને સુખમાં સાચે સાચ અને સાફ હૃદયથી હિસ્સેદાર થવાવાળાઓની સંખ્યા ઘટી જાય છે. ઉધઇની જેમ ઇષ્ર્યા તત્વ ઘૂસી જાય છે અને પ્લેઝરની પત્તર ફાડી ખાય.

બાલમંદિરમાં હતા ત્યારથી જ આપણા કાનની ભંભેરણી કરવામાં આવી: સિમ્પલ લિવિંગ અને હાઇ થિંકિંગ! સાદું સાદું, આયુર્વેદિક દવાખાનાની મોળી અને ફિક્કી મગની દાળની ખીચડી જેવું જીવન જીવો અને ટોલ્સટોય અને આઇન્સ્ટાઇન જેવું ઊંચું વિચારો! મને આજ સુધી સમજાયું નથી કે સિમ્પલ લિવિંગ એટલે શું? કાર ધરાવવી અને ફેમિલી સાથે લોન્ગ ડ્રાઇવ ઉપર જવું એ હાઇ લિવિંગ છે? અને જો છે તો કર્યું આકાશ તૂટી પડે છે? સારાં અને ફેશનેબલ વસ્ત્રો ધારણ કરવા એમાં સિમ્પલ લિવિંગનું અપમાન છે? ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરવું કે યુ ટ્યૂબ ઉપર ગીતો જોવા/સાંભળવા એ વંઠી ગયેલું જીવન છે? વ્હોટ ડુ યુ મીન બાય સિમ્પલ લિવિંગ બાય ધ વે? ગાંધીજીની જેમ એક લોટો પાણી વાપરવું અને પોતડી ઉપર જીવવું એ સિમ્પલ જીવન? સંસાર અસાર અને જગત મિથ્યા કહી દંભનો ધાબળો ઓઢી લેવો એ સિમ્પલ જીવન છે?

એન્ડ વ્હોટ ઇઝ હાઇ થિંકિંગ? ફર્સ્ટ ઓફ ઓલ હાઇ થિંકિંગ જેવી કોઇ દંતકથા નથી. માનવજાતની ખરાબમાં ખરાબ દશા માટે જવાબદાર કોઇ તત્વ છે તો એ છે વિચારો! થોટ્સ! એવું કહેવાય કે વિચારો થકી માનવવિકાસ શક્ય બન્યો છે અને પોઝિટિવ વિચારો કરવાથી જીવન હકારાત્મક અને નેગેટિવ વિચારવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે, હકીકત એ પણ છે કે વિચારો ચકરાવે ચડાવી દે છે. એટલે જ તો કદાચ વિશ્વભરના ધર્મ અને અધ્યાત્મની કેડીઓ કહે છે: વિચારશૂન્ય થાવ! એ અલગ વાત છે કે ધર્મની વાતો પણ ચકરાવે ચડાવી દે એવી હોય છે!

વિચારોનું સાયન્સ અદભૂત છે અને વિચારો અંગે વિચારવાની મજા આવે છે અને કદાચ જે. કૃષ્ણમૂર્તિએ આ સાયન્સ જે અંદાજમાં અને ગહનતાથી ફિઝિસિસ્ટ ડેવિડ બોમ સાથેના વાર્તાલાપમાં ‘ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટિ’ નામના પુસ્તકમાં રજૂ કર્યું છે એવું અન્યત્ર થયું નથી. જે કૃષ્ણમૂર્તિ કહે છે: હું છતો થાઉં છું મારા વિચારોમાં અને વિચારો આવે છે ક્યાંથી? વિચારો એટલે ‘અનુભવ, જ્ઞાન અને સ્મૃતિની હલનચલન’. ધેટ મીન્સ આપણને જે જે વિચારો આવે છે એ અલ્ટિમેટલી સર્જનાત્મક વિચારો જેવી કોઇ બલા નથી!

હાઇ થિંકિંગના રહેમનુમાઓ માટે જે. કૃષ્ણમૂર્તિ આગળ કહે છે: વિચારો રાઉન્ડ એન્ડ રાઉન્ડ રિપિટેશનના ચક્રમાં જ ફર્યા કરે છે. વિચારો મર્યાદિત છે કારણ કે જ્ઞાન મર્યાદિત છે અને જ્ઞાન જે અનુભવમાંથી આવે છે એ પણ મર્યાદિત છે! ઇવન ગાંધીના અહિંસાના વિચારો ભલે રોમેન્ટિક લાગે પણ અવાસ્તવિક છે કારણ કે અહિંસા એક વિચાર છે અને એના મૂળિયાં તો હિંસામાં જ પડેલાં છે. શા માટે વિચાર કરી કરીને ગુસ્સો ન કરનાર વ્યક્તિ ન બની શકાય? જે. કૃષ્ણમૂર્તિ કહે છે: સ્વનો સુધાર કરવાનો વિચાર એ તીવ્ર રીતે ગંદો છે! કારણ કે ધેર ઇઝ નો થિંકર સેપરેટ ફ્રોમ થોટ. વિચારોથી ભિન્ન કોઇ વિચારક નથી. મને વિચાર આવે કે લાખો રૂપિયા કમાઇ લઉં તો એ પળે હું સ્વયં લાલચ છું અને જે લાલચ છે એ કેવી રીતે અ-લાલચના વિચારો કરી શકે? હવે સમજાય છે કે જ્યાં વિચારો જ બિચારા નિ:સહાય છે ત્યાં હાઇ થિંકિંગ વાળી વાત કેટલી દમ વગરની છે!

ધ બેસ્ટ ઓપ્શન ઇઝ: હાઇલિવિંગ એન્ડ સિમ્પલ થિંકિંગ! આપણું લેફ્ટ બ્રેઇન તો સતત ટકટક કર્યા કરવાનું છે અને શક્ય બને ત્યાં સુધી એની ટકટકને સરળ રાખીએ. આધુનિક જટિલતામાં વિચારોની જટિલતા ઓર ગૂંચવાડો ઊભો કરે છે. થિંક સિમ્પલ. એ પછી સંબંધ હોય કે ક્રિકેટ હોય કે લેખન હોય કે કારીગરી. સચિન વારંવાર કહે છે: આઇ ટ્રાઇડ ડુ કીપ થિંગ્ઝ સિમ્પલ એન્ડ ફોલોડ માય બેઝિક્સ! અને લિવ રોયલ લાઇફ! ગરીબદાસની જેમ જીવવાનો કોઇ અર્થ નથી. દિલની અમીરી અને ખિસ્સાની અમીરીને માણવામાં કોઇ પાપ થઇ જતું નથી. અને રોયલ રીતે જીવવું એનો અર્થ એ તો નથી જ કે દેવું કરીને ઘી પીવું! કે પછી કોરી રોટલી, મોળી મોળી છાશ એ જીવન એટલે જ સિમ્પલ જીવન?

અને હા, મને ખીચડી ખૂબ ભાવે છે પણ હું સિમ્પલ જીવન જીવવા ખીચડી ખાતો નથી. અને જે દિવસે એવો ફતવો બહાર પડશે કે ખીચડી ખાય એ જ સિમ્પલ લિવિંગ જીવે છે એવું કહેવાય, એ દિવસે મારી પ્યારી પ્યારી ખીચડીને પણ અલવિદા કહી દઇશ.

mukeshmodifoundation@yahoo.in

Small સત્ય, મુકેશ મોદી

(divyabhaskar)

પ્રેમનગર મત જાના મુસાફિર

પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી.

નાના હતા ત્યારે અમારા ફળિયામાં કેટલાક બાવાઓ હાથમાં એકતારો લઇને આવી પહોંચતા. એમની ગરિમા એવી કે ઘરમાંથી લોટ લાવીને આપવાનું મન થાય. તેઓને ભિખારી કહેવામાં સંકોચ થતો. તેઓ ભિક્ષાર્થી હતા, ભિખારી ન હતા. મારા બાપુ એમને આદરપૂર્વક ઘરની આગલી પરસાળમાં બેસાડતા અને એકતારાના સૂર સાથે અમને ભજનો સાંભળવાનો લહાવો પ્રાપ્ત થતો. આ રીતે સાંભળવા મળેલા બ્રહ્નાનંદના એક ભજનના શબ્દો હજી યાદ છે:

‘પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના.’

અયોધ્યા, કાશી, દ્વારકા કે જેરૂસલામ જેવાં પુરાતન નગરો પવિત્ર ગણાય છે. આજે પણ લાખો લોકો ભીના હૃદયે બેથલહમ જઇને ઇસુનો જન્મ થયો હતો તે સ્થાને રચાયેલા ચર્ચ ઓફ નેટિવિટીની મુલાકાતે જાય છે અને પ્રાર્થનામય ચિત્તે કોઢારમાં જન્મેલા બાળ ઇસુનું સ્મરણ કરે છે. આવાં બધાં તીર્થનગરો પવિત્ર ગણાય છે, પરંતુ એ નગરો કરતાંય અધિક પવિત્ર એવા એક નગરનું નામ છે: ‘પ્રેમનગર.’ જગતમાં ક્યાંય આ નગરનો પત્તો નથી મળતો. ગોકુળ હતું ખરું, પરંતુ પૃથ્વી પર ક્યાંય આજે ગોકુળમાં હતી તેવી ઋજુતા નથી. ગોકુળ એક ભાવવાચક નામ બની ગયું છે. દુનિયામાં ક્યાંય ગોકુળતા ઝટ જડતી નથી. સર્વત્ર કપટયુક્ત માનવસંબંધોની બજાર ખીલી રહી છે. જ્યાં બજાર હોય ત્યાં મોહબ્બત ક્યાંથી? બજાર હોય ત્યાં સંવનન પણ બજારુ!

પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. આ જગતમાં બધી કક્ષાના પ્રેમીજનો પવિત્ર છે. અરે! એમની નિષ્ફળતા પણ પવિત્ર છે અને એમની ભૂલ પણ પવિત્ર છે. લોકો ધૂળમાં રગદોળાયેલી કે કાદવમાં પડેલી સોનામહોરને પણ ‘સોનામહોર’ જ કહે છે!

હિમાલય એ જ શિવાલય છે. શિવ અચલ છે, અકૃત્રિમ છે અને અનાકુલ છે. હિમાલય પવિત્ર છે, કારણ કે એ પ્રેમતીર્થ છે. હિમાલય તો શિવ-પાર્વતીનું પ્રેમાલય છે. જ્યાં પણ બે ‘મળેલા જીવ’ વચ્ચે જન્મેલી મુગ્ધતાનું માધુર્ય છે, ત્યાં અન્યને કાને ન પડે તેવી ગુફતેગો હોવાની. થોડીક ક્ષણો માટે કોઇ કોલેજના કેમ્પસ પર આવેલા વૃક્ષની નીચે આવું પ્રેમતીર્થ રચાય ત્યારે ત્યાં આગળથી પસાર થનારે મૌનપૂર્વક બીજી દિશામાં જોવાનું રાખીને ચાલી જવું જોઇએ. એથી ઊલટું બને છે કારણ કે સમાજના ઘણાખરા ઉંમરલાયક માણસો પાસે ઉંમર સિવાયની બીજી કોઇ જ પાત્રતા નથી હોતી.

આપણો રુગ્ણ સમાજ અતૃપ્ત બુઝુર્ગોના વણદીઠા ઉપદ્રવોથી પરેશાન છે. જે સમાજમાં બે જણાં વચ્ચે અનાયાસ ઊગેલો સહજ પ્રેમ પવિત્ર ગણાતો ન હોય, એવા સમાજમાં ઇષ્ર્યા, દ્વેષ, હરીફાઇ અને નિંદાકૂથલીનું નરક ઓટલે ઓટલે હોવાનું! ક્યાંક પ્રેમનો ટહુકો સંભળાય ત્યાં ખલનાયકો આપોઆપ એકઠા થઇ જાય છે. આવા ખલનાયકો ક્યારેક અયોધ્યા, કાશી, મક્કા, જેરૂસલમ કે બેથલહમની યાત્રાએ પણ જતા હોય છે.

એકમેકમાં ઓતપ્રોત એવાં બે પ્રેમીઓ ક્યારેક વિખૂટાં પડી જાય છે. સંજોગોના ષડ્યંત્રને કારણે વિખૂટાં પડેલાં બે પ્રેમીજનો વર્ષો પછી ટ્રેનની એસી ચેરકારમાં અચાનક ભેગાં થઇ જાય ત્યારે સામસામે બેસીને કોફી શા માટે ન પીએ? બળી ગયેલી ધૂપસળી અને મનગમતી મૈત્રીની રાખ પણ સુગંધીદાર હોય છે. મૌનપૂર્વક છુટા પડેલા બે રસ્તાઓ પણ એકબીજાથી દૂર દૂર ચાલી નીકળે છે. બે પ્રેમીજનો વિખૂટાં પડે, તે ઘટના તો દુ:ખદાયક હોય તોય કાવ્યમય હોય છે.

જ્યાં વિરહની વેદના હોય કે મજબૂરી હોય ત્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય છે. જ્યાં સંબંધ કેવળ ચર્મકક્ષાનો હોય ત્યાં આકર્ષણ પણ હંગામી હોય છે. આવો પ્રેમસંબંધ પવિત્ર નથી. એ સેક્સ અફેર છે, લવ અફેર નથી. જ્યાં સાચકલો પ્રેમસંબંધ રચાય ત્યાં ઉદાત્ત જવાબદારીનો ભાવ હોય છે. જ્યાં કેવળ સેક્સ કે સ્વાર્થની જ બોલબાલા હોય, ત્યાં વિખૂટાં પડતી વખતે ટનબંધ કટુતા પ્રગટ થતી હોય છે. પ્રેમસંબંધ તૂટે પછી બંને જણાં સામેના પાર્ટનરના કલ્યાણ માટે પ્રાર્થના કરે ત્યારે એમને સાધુ કહેવાનું ફરજિયાત નથી.

વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે,
વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે,
વાદળોના ભીના સામ્રાજ્યમાં
જે સ્થાન મેઘધનુષ્યનું છે,
તે સ્થાન ચહેરાઓના વનમાં પ્રેમનું છે.
પુષ્પમાં સુગંધ ન હોય,
નદીમાં જળ ન હોય,
આકાશમાં તારા ન હોય,
નીંદરમાં સમણાં ન હોય,
અને આંખમાં આંસુ ન હોય,
તો માણસ કેવો, ને પ્રેમ કેવો!

ગોકુળ પવિત્ર છે, કારણ કે એ સમગ્ર વિશ્વનું ‘પ્રેમગ્રામ’ છે. ગોકુળ કેવળ પ્રેમતીર્થ નથી, એ વિરહતીર્થ પણ છે. જ્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય ત્યાં આજે પણ ગોકુળ સર્જાય છે. પ્રેમ દ્રવ્ય નથી કે એમાં વધઘટ થઇ શકે. પ્રેમ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી જઇ શકે. પ્રેમ તો આકાશ છે, જેમાં બધું જ ઓગળી શકે અને નિ:શેષ શૂન્યતામાં વિલીન થઇ શકે. તૃપ્ત થવું એટલે જ લુપ્ત થવું! શરદની શીતળ ચાંદનીમાં સ્નાન કરી રહેલા પ્રસન્ન અંધકારને તમે જોયો છે?

એ અંધકાર તો શ્યામ-ઘનશ્યામના વિરહમાં શેકાઇ રહેલી રાધાનો પાલવ છે. બે પ્રેમીજનોનું મિલન પવિત્ર છે, પરંતુ બે વિખૂટાં પડેલાં પ્રેમીજનોનું દર્દ અધિક પવિત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં એને ‘વપિ્રયોગ’ કહ્યો છે. પ્રેમ આરોહણ છે. એ તો તળેટીથી ટોચ ભણીની ઊધ્ર્વયાત્રા છે. એવરેસ્ટની ટોચ પર જાહેરસભા ન થઇ શકે. ત્યાં તો મૌન જ શોભે!

જે સમાજમાં પ્રેમની પ્રતિષ્ઠા ન હોય, એ સમાજમાં હુલ્લડો નહીં થાય તો બીજું શું થાય? બે જીવ કોઇ સુખદ યોગાનુયોગ (સીન્કોનિસિટી)ને કારણે ક્યાંક કોઇ ટર્નિંગ પોઇન્ટ પર ભેગાં મળી જાય, તે પરમ તત્વની કોિસ્મક યોજનાનો ભાગ હોઇ શકે છે. એ રીતે થયેલો લગ્નસંબંધ ચર્મકક્ષા વટાવીને મર્મકક્ષા સુધી પહોંચે તો બેડો પાર! મનુષ્ય જ્યારે નિર્મળ પ્રેમમાં ગળાડૂબ હોય, ત્યારે પૂરી માત્રામાં જીવતો હોય છે. પૂરી માત્રામાં જીવનાર મનુષ્યને ઇષ્ર્યા, દ્વેષ અને હિંસા કરવા માટે સમય જ નથી હોતો. આનંદ એ જ અધ્યાત્મનું કાળજું છે. નવી પેઢી સામે થોરિયાના ઠૂંઠા જેવું શુષ્ક અધ્યાત્મ ધરવાનું ટાળવા જેવું છે.

નવી પેઢીને ‘રોમેન્ટિક અધ્યાત્મ’ ખપે છે. મૃત્યુ સામે ટક્કર લઇ શકે એવી એકમાત્ર ઘટનાનું નામ પ્રેમ છે. ઉપનિષદની ભેટ જગતને આપનારા આ દેશમાં આનંદનો દુકાળ શી રીતે હોઇ શકે? આપણે ધાર્મિકતાને નામે એક એવો સમાજ રચી બેઠાં છીએ, જે પ્રેમવિરોધી, જીવનવિરોધી, આનંદવિરોધી અને ગોકુળવિરોધી હોય. આવા ભારતીય આંતરવિરોધનો દુનિયામાં જોટો જડે તેમ નથી.

ગુજરાતની યુનિવર્સિટીઓના કેમ્પસ પર શિબિરોનું આયોજન કરીને પોતાનાં કુંવારાં અરમાનોની રંગોળી પૂરનારાં લાખો યુવક-યુવતીઓને પ્રેમ એટલે શું તે કોણ સમજાવશે? એમને વિખૂટાં પડવાની કળાના પાઠ કોણ ભણાવશે? મોટરબાઇકની ગતિને પવનમાં ઊડતા ઝુલ્ફનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. ક્યાંક ગુફતેગોને વૃક્ષની છાયા પ્રાપ્ત થાય છે. ક્યારેક સંબંધ ટકી જાય છે અને ક્યારેક તૂટી પડે છે. તૂટી પડેલા પવિત્ર સંબંધને મૌનની દીક્ષા પ્રાપ્ત થાય તો બેડો પાર!

પાઘડીનો વળ છેડે

ઋષિ ભૃગુએ તૈત્તિરીય ઉપનિષદ (ભૃગુવલ્લી)માં દસમા અનુવાદના મંત્રમાં દિવ્ય ઉપાસનાની વાત કરીને કહ્યું છે:
(૧) પરમાત્મા વરસાદમાં તૃપ્તિ માટેની શક્તિ રૂપે વિરાજમાન છે.
(૨) પરમાત્મા વિધ્યુતમાં ઊર્જા સ્વરૂપે વિરાજમાન છે.
(૩) પરમાત્મા સર્વ જીવોમાં યશ સ્વરૂપે વિરાજમાન છે.
(૪) પરમાત્મા નક્ષત્રોમાં જ્યોતિ સ્વરૂપે વિરાજમાન છે.
(પ) પરમાત્મા જનિન્દ્રયમાં પ્રજોત્પત્તિ માટે અમૃત અને આનંદ સ્વરૂપે વિરાજમાન છે.

નોંધ : જો તંદુરસ્ત સેક્સ અશ્લીલ હોય તો માતાનું હાલરડું પણ અશ્લીલ ગણાય. સેક્સની નિંદા કરવી એ ઉપનિષદવિરોધી હરકત છે. એ દિવ્ય ઉપાસના છે.

Blog:http://gunvantshah.wordpress.com

વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ

(divyabhaskar)

જીવવાનો નશો

 
જિંદગીમાં જલસા કરો
આમ, ઉદાસ થઈને શું બેઠા છો?
તમારો ચહેરો કેવો લાગે છે
તે અરીસામાં જોઈ આવો
અરીસો તોડી નાખવાનું મન થશે
થઈ થઈને તમને શું થશે?
કઈ ચિંતા કોરી ખાય છે?
ચિંતા કરવાથી કોઈની પણ ચિંતા ક્યારેય
જાય છે?
સલામતીના વિચાર આવે છે?
ખુદ આજને પણ ખબર નથી કે કાલે શું
થવાનું છે
પૂરતો પૈસો નથી, પૂરતી સગવડ નથી
માણસને તો કૈં પણ આપો
બધું ઓછું જ પડવાનું
અને ધારો કે બધું આપ્યું
તો પણ ભૂખ્યા વાઘ-વરુ જેવો
એ કદીયે ધરાય નહીં:
વૃક્ષ ચિંતા નથી કરતું
એટલે એ વિકસે છે
એને ફૂલો આવે છે, ફળ આવે છે
મૂળિયાં ઊંડાં છે ને ઉપર આકાશ છે
હૃદયમાં હાશ છે
ડાળી પર પંખી ગાય છે
પુષ્પોને પતંગિયા ચુંબન કરે છે
ભમરાઓ ગુંજન કરે છે
આસપાસ સંગીતનું મધપાન છે
પોતાની મેળે નશો કરે છે
કોઈ પણ પ્રકારના વસવસા વિના

કોઈ રડે એનો વાંધો નથી, પણ રોતલ હોય એનો વાંધો છે. ઉદયન ઠક્કરના શબ્દોમાં કહીએ તો ઊઠે ત્યારે ઉઠમણું અને બેસે ત્યારે બેસણું. આવા માણસો મને અંદરથી ગમતા નથી. સોગિયા મોઢા લઈને ફરનારા માણસો નકારના માણસો છે. જીવન તો ખુલ્લેખુલ્લો સ્વીકાર માગે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય માણસે એનો મુકાબલો કરવો જોઈએ. હસી કાઢવું અને હસતા રહેવું એ જીવનનો ધ્રુવ મંત્ર. રજનીશજી કહેતા: ‘લાફટર ઈઝ માય રિલિજિયન.’ જલસા શબ્દ એ મારો તકિયાકલામ છે. દેવદાસની જેમ ઉદાસ થવાનો કોઈ અર્થ નથી. ન્યુરોટિક પર્સનાલિટી માણસને ક્યાંયનો રહેવા દેતી નથી.

કેટલાકનાં ડાચાં એવાં દિવેલિયાં હોય છે કે એમને જોઈએ તો આપણા મનમાં નકારાત્મક સ્પંદન જાગે. ખાટી છાશ પીધી હોય એવા ચહેરા લઈને ફરવાનો શું અર્થ? કાંટાના વનમાં મહાલવાને બદલે દ્રાક્ષના મંડપમાં બેઠા હોઈએ એવી અંદરથી બાદશાહીથી રહેવાનો આનંદ છે. કરમાયેલા ચહેરાઓ જો અરીસાની સાથે મસલત કરે તો અરીસામાંયે તડ પડી જાય. ચિંતા કરવાને બદલે ચિંતન કરવું જોઈએ. હું તો એટલે સુધી કહું છું કે ચિંતનની પળોજણમાં ન પડવું જોઈએ. ચિંતા કરવાને બદલે સક્રિય પ્રાર્થના કરવી જોઈએ અથવા દયારામની જેમ કહેવું જોઈએ કે : ‘ચિત તું શીદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે.’

આપણને આત્મામાં ભરોસો નથી અને પરમાત્મામાં શ્રદ્ધા નથી. સલામતીના વિચાર કરવાથી કોઈને સલામતી મળી હોય એવું જાણ્યું નથી. વિચારને બદલે આચાર. રસ્તો હોય અને પગ પણ હોય. છતાં ચાલવાની તૈયારી ન હોય તો રસ્તો અને પગ બન્ને નકામા છે. દરેક માણસને ક્યાંક ને ક્યાંક ઓછપ વર્તાય છે. કોઈકને પૈસો ઓછો પડે છે, કોઈકને ઓછા પૈસાને કારણે સગવડ ઓછી પડે છે. મોટા ભાગના માણસો આવતીકાલની ચિંતામાં લોથપોથ થઈ જાય છે. માણસને તમે ગમે એટલું આપો એ ધરાવાનો નથી. એ વાઘ જેવો વૃકોદર છે. એની ભૂખ કદીયે શમવાની નથી.

મન કાયમનું ભિક્ષાપાત્ર છે. કેટલાક માણસોના મન સ્વભાવે માગણ જેવા હોય છે. માગણ જેવા માણસો અંદરથી ભિખારી હોય છે, ગર્ભદરિદ્ર હોય છે. મને તો ફાગણ જેવા માણસો ગમે. એમના ચહેરા પર આનંદ લખાયેલો હોય. કહેવું ન પડે કે એ સુખી છે. એનું સુખ સૂરજના પ્રકાશની જેમ ફેલાયેલું હોય છે. પ્રકૃતિમાં ક્યાંયે કોઈ ચિંતા કરતું નથી. વૃક્ષ ચિંતા નથી કરતું એટલે તો એ વિકસે છે. વૃક્ષને ફૂલો આવે છે, ફળ આવે છે.

આપણે તો ગમે એટલા સફળ થઈએ તો પણ અંદરથી કોઈ ને કોઈ નિષ્ફળતાની પીડાથી પીડાઈએ છીએ. મૂળમાં તો માણસનાં મૂળિયાં ઊંડાં હોવાં જોઈએ. આકાશ જેવા ઈશ્વરમાં કે ઈશ્વર જેવા આકાશમાં ભરોસો હોવો જોઈએ. હૃદયમાં હાશકારો હોવો જોઈએ. હૃદયમાં ગુંજન હોય ને સૃષ્ટિને આલિંગનમાં લેવાની કરુણા હોય. બીજાઓ પ્રત્યે પ્રેમનો સંગીતમય સંવાદ હોય. માણસ પોતા પર રાજી હોય તો બીજાને રાજી કરી શકે અને કોઈ પણ પ્રકારના વસવસા વિના જીવવાનો નશો કોઈ ઓર જ હોય છે.

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

(divyabhaskar)

જાતે બનાવો વેબસાઇટ

અચ્છા, તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? સરસ! આમ તો, સામાન્ય રીતે ત્રણ સ્થિતિમાં તમને વેબસાઇટ બનાવવાનો વિચાર આવી શકે તમારે તમારા બિઝનેસને વધુ વિસ્તારવો હોય, ઇન્ટરનેટ પરથી કમાણીની વહેતી ગંગામાં ઝંપલાવવાની ઇચ્છા જાગી હોય, અથવા તો પછી અમસ્તાં જ વિચારો-કવિતા વગેરેની લ્હાણી કરવા પૂરતું જ પોતાની વેબસાઇટ હોય તો ઠીક એવો વિચાર આવ્યો હોય.

આમાંથી પહેલી સ્થિતિ હોય, બિઝનેસને સીરીયસલી વિસ્તારવાની, તો તમારે કોઈ અનુભવી વેબડેવલપરની જ મદદ લેવી સારી. કમાણી કરી લેવાનો વિચાર હોય તો આવો પ્રયત્ન કરવા માટે ઘણી કંપનીઓ વેબસાઇટ બનાવી આપવાની અને પેપરક્લિક જેવી કમાણીની તક સાથે તમને સાંકળી આપવાની ઓફર કરતી હોય છે. ઇન્ટરનેટ પરથી કમાણી શક્ય છે, પણ એ માટે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. અનુભવ વિના, ભવિષ્યની કમાણી માટે ભૂતકાળની મહેનતની કમાણીને વેડફવી સારી નહીં.

છતાં, પ્રયાસ કરવો હોય તો? અથવા તો છેલ્લી સ્થિતિ અનુસાર ફક્ત બ્લોગ બનાવવાની ઇચ્છા હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (બ્લોગ અને વેબસાઇટમાં ગૂંચવાતા હો તો જાણી લો કે બંને મૂળમાં એક જ વાત છે, બ્લોગમાં કોઈ ટેક્નિકલ જાણકારી જરૂરી નથી, પ્રોફેશનલ વેબસાઇટ માટે એ જરૂરી છે). ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (wordpress.com) કે (blogger.com) જઈને બ્લોગ બનાવી શકો છો.

આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રિડાઇરેકટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.

તો હવે સવાલ એ છે કે આ બંને સિવાય કોઈ રસ્તો ખરો? પ્રોફેશનલ લાગતી સાઇટનો જ આગ્રહ હોય અને કમાણીનો મુદ્દો જતો કરવાની તૈયારી ન હોય તો?

તો રસ્તો છે વેબ્લી (weebly.com) નો. આ સર્વિસ ટાઇમ મેગેઝિનની ૫૦ બેસ્ટ વેબસાઇટ્સની યાદીમાં સ્થાન પામી છે. અહીં તમે સાઇટ અને બ્લોગ બંનેનો લાભ મેળવી શકો છો, મફતમાં. અહીં પણ કોઈ ટેક્નિકલ જાણકારીની જરૂર નથી. સાઇટના એડ્રેસમાં પાછળ (.weebly.com)નું છોગું ચલાવી લો તો તરત, મફતમાં સાઇટ બનાવીને લાઇવ કરી શકશો. નવું ડોમેઇન નોંધાવવું હોય તો થોડી કડાકૂટ છે અને મોંઘું છે. તમારું પોતાનું ડોમેઇન હોય તો સાઇટને ત્યાં રિડાઇરેકટ કરી શકશો, મફતમાં જ.

સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો.

સૌથી સારી વાત એ છે કે અહીં મફત વઝeનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મયાeદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે. આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી કરી શકો છો.

સાઇટને ડિઝાઈન કરવા માટે પણ અનેક ઓપ્શન્સ છે. તમે એને તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. એચટીએમએલ અને સીએસએસની થોડી જાણકારી હોય તો આ સર્વિસ તમને એ પણ કરવા દે છે. અલબત્ત, એમાં તમે જાણકાર હો તો જ આગળ વધવું! આખી સર્વિસના ફિચર્સ એક વાંચી, સમજીને આગળ વધશો તો વધુ મજા પડશે.

ટૂંકમાં, પોતાની સાઇટ બનાવવી હોય, કમાણી કરવાનાં સપનાં હોય, તો એક પણ પૈસો ખર્ચ્યા વિના અજમાયશ કરી જોવા માટે આ સર્વિસ બિલકુલ ખોટી નથી. અગાઉ આપણે આ જ પ્રકારની વેબ્સ નામની સર્વિસની વાત કરી હતી, તેના પ્રમાણમાં વેબ્લી અનેક રીતે વધુ ચઢિયાતી છે.

www.cybersafar.com

(divyabhaskar)

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

યુવાનો ઊર્જાવાન અને સમર્થ બને

સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે શિકાગોના હોલ ઓફ કોલંબસ ખાતે યોજાયેલ ‘વિશ્વ ધર્મ પરિષદ’માં ‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ!’ના સંબોધનથી છટાદાર અને જોશીલું પ્રવચન કરી સમગ્ર જગતને મંત્રમુગ્ધ કરનાર તેજસ્વી યુવાન સ્વામી વિવેકાનંદની ઉંમર તે વખતે માત્ર ૩૦ વર્ષની હતી.

કલકત્તાના સામાન્ય પરિવારમાં જન્મ ધારણ કરનાર નરેન્દ્રનાથ નામના આ યુવાનનો અભ્યાસ માત્ર કોલેજ (બી.એ.) સુધીનો હતો, પરંતુ તેમની પાસે ઉચ્ચ આધ્યાત્મિકતા, યોગશક્તિનો સાક્ષાત્કાર અને ગુરુદેવની અનુપમ અનુકંપાનું ભાથું હતું!

બાળપણમાં જ નરેન્દ્રના પિતાનું અવસાન થતાં પરિવાર આર્થિક બેહાલીમાં આવી ગયો. એક દિવસ નરેન્દ્રનાથે દક્ષિણેશ્વર સ્થિત શ્રી રામકૃષ્ણદેવને પોતાના કુટુંબની આર્થિક સંકડામણ દૂર થાય તેવી પ્રાર્થના કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી.

ગુરુદેવે કરુણાપૂર્ણ સ્વરે કહ્યું, ‘આજે રાતે કાલી મંદિરમાં જઇ મા જગદંબાને સાષ્ટાંગ પ્રણામ કરી ઇષ્ટ વરદાન માગજે. મા સર્વજ્ઞ છે. સંકલ્પમાત્રથી પ્રસન્નતા પામનારી છે.’ પરંતુ નરેન્દ્રનાથ તો જ્ઞાન અને ભક્તિ સિવાય કંઇ જ પ્રાર્થી શક્યા નહીં, ત્યારે શ્રી રામકૃષ્ણજીએ કહ્યું ‘ઠીક, તારાં કુટુંબીજનોને કદી અન્ન-વસ્ત્રની મુશ્કેલી નહીં પડે જા.’ યોગસિદ્ધ મહાપુરુષ દ્વારા કરવામાં આવેલા શક્તિપાતની આ ઘટનાએ નરેન્દ્રમાં ઊંડી શ્રદ્ધા અને યોગસાધનાનાં બીજ રોપ્યાં.

જેના પરિપાક રૂપે સને ૧૮૯૧માં જ્યારે તેઓ દક્ષિણમાં કન્યાકુમારી પધાર્યા, ત્યારે સાગરકિનારાથી થોડે દૂર સંગમસ્થળ પરના ખડક સુધી પાણીમાં તરતા તરતા જ પહોંચી ગયા. અહીંના અલૌકિક વાતાવરણમાં તેમને ઊંડી ભાવસમાધિ લાગી ગઇ. ધ્યાનાવસ્થાની આ સ્થિતિમાં તેઓને દિવ્યતાનાં દર્શન થયાં. અહીંયાં જ તેમણે પોતાના સંન્યસ્ત જીવનને દેશભક્તિના કાર્યમાં જોતરવાનો અને પશ્ચિમના જગતને ભારતની ભવ્ય સંસ્કૃતિનાં દર્શન કરાવવાનો સંકલ્પ કર્યો.

જે મા જગદંબાની જ કૃપા હતી! આજે ભારતના યુવાન દુનિયાભરમાં પોતના જ્ઞાનનો ડંકો વગાડે છે, તેની પશ્વાદ્ભૂમાં આપણી સંસ્કૃતિના ઉચ્ચતમ આધ્યાત્મિક સંસ્કારોનો શક્તિસ્ત્રોત રહેલો છે. આદિગુરુ શંકરાચાર્યજી (સને ૭૮૮-૮૨૦) ભરયુવાનીમાં જ દૈવીશક્તિનું ઐશ્વરીય પ્રેરણાબળ પામ્યા હતા. સહજાનંદ સ્વામીએ ભરયુવાનીમાં જ આકરી તપશ્વર્યા થકી સમાજના પુનરુત્થાન માટે કાર્ય કર્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી.નવરાત્રિના નવ દિવસ ગરબા સ્વરૂપે માતાજીની ભક્તિ કર્યા પછી દિવાળીના પાંચ દિવસ એ માતાની ત્રગિુણાત્મક શક્તિ ઉપાસના કરવાનું શ્રેષ્ઠ પર્વ છે.

આ દિવસોમાં દેવી ભગવતી મહાકાલી (તમસ), મહાલક્ષ્મી (રજસ) અને મહાસરસ્વતી (સત્વ) સ્વરૂપે વ્યાપ્ત હોય છે. આ સમયે કરેલી ઉપાસના થકી વર્ષભરની આંતરિક ઊર્જા સંચય કરી શકાય છે. પરામ્બા ભગવતી એ ઇશ્વરની પરમ શક્તિ છે. શક્તિ પોતે જગતરૂપે છે. એટલે જગજનની કહેવાય છે. માત્ર ૩૨ વર્ષની જીવન સફરમાં આધ્ય શંકરાચાર્યજીએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા તેમજ રાષ્ટ્રની આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તે માટે ભારતની ચારે દિશામાં ચાર મઠ (શક્તિ કેન્દ્ર)ની સ્થાપના કરી. ત્યાં જ્ઞાનનીઅધિષ્ઠાત્રી દેવી મા શારદાનાં મંદિર બનાવ્યાં. એટલું જ નહીં દેશ આર્થિક સમૃદ્ધિથી પણ સંપન્ન થાય તે હેતુથી અનેક સ્થળોએ શ્રી ચક્રરાજની પણ સ્થાપના કરી. શિવની સચ્ચિદાનંદમયી પરાશક્તિની માંત્રિક ઉપાસના તે શ્રી વિદ્યા-દિવાળીના પાવનકારી દિવસોમાં શ્રી યંત્રની પૂજા આર્થિક શ્રદ્ધરતા અર્પનારી છે.

શક્તિ શબ્દ ધાતુમાંથી ઉત્પન્ન થયો છે. ઇષ્ટકાર્ય સધાવી શકે, તેવા સામથ્ર્યને અથવા બળને શક્તિ કહે છે. બ્રહ્નાંડ પુરાણમાં શક્તિને ત્રણેય લોકની જનની-માતા કહી છે. ખાસ કરીને દેશનું યુવાધન શક્તિ ઉપાસક બને. ઊર્જાવાન બને. શ્રીનો ઉપાસક સદૈવ મહાલક્ષ્મીની પ્રસન્નતા પામે છે. નિર્મળ બાળક જેવા ભાવથી મા ભગવતીની કરેલ ભક્તિ દેવીશક્તિની સુલભ દિવ્ય અનુભૂતિ કરાવનારી છે.


(divyabhaskar)

સાસુ-વહુના સંબંધોની અનોખી સહયાત્રા

સારમાણસાઈથી સભર, સરળ અને સહૃદયીભાભી

‘અરે યાર, આઈ એમ જેલસ ઓફ ધીઝ પર્સન - ‘ભાભી’! દિવસમાં દસ વાર તમારા હોઠ પર એનું નામ હોય છે!’ત્રીસેક વર્ષ પહેલાં રાજકોટની એક કંપનીમાં મેં સવા વર્ષ જોબ કરેલી. ત્યાં બારી બાજુની કેબિનમાં બેસતા એક યંગમેને આ શબ્દો મને કહેલા. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરનો એ પુત્ર અમેરિકાથી મેનેજમેન્ટનો અભ્યાસ કરીને નવો-નવો જ રાજકોટ પાછો ફર્યો હતો. કલ્ચર શોકની અસર તાજી જ હતી.

એવામાં મારા જેવી કલકતામાં ઊછરેલી અને મુંબઈમાં રહેલી યુવતીની કેબિન તેની બાજુમાં હતી એ (તેના જ શબ્દોમાં) તેને માટે ‘આશીર્વાદ’ સમું હતું. મારી સાથે સંવાદનો દોર એ સહેલાઈથી સાધી શકતો પણ તેને મારી સામે આ ફરિયાદ હંમેશ રહી. મને લાગે છે એ નિખાલસ હતો એટલે કદાચ તેણે મને આ વાત મોઢા પર કહી દીધી હતી પરંતુ ગયા મહિને ભાભીનું મૃત્યુ થયું ત્યાર મારા તમામ મિત્રો, સ્નેહીઓ અને સ્વજનો પાસેથી જે એક વાક્ય અચૂક સાંભળવા મળ્યું તે આ હતું : ‘તને તો એમની ખોટ બહુ સાલશે... તારા મોઢે તો બસ ભાભી, ભાભી, ભાભી... એક જ નામ સાંભળ્યું છે...!’

હા, માત્ર મારા હોઠ પર જ નહીં, મારા સમગ્ર જીવનમાં તેઓ એટલી હદે વણાઈ ગયાં હતાં કે મારા વિચારો અને મારી વાતોમાં તેમની હાજરી હંમેશ રહેતી. આજે કમ્પ્યુટર પર લખાયેલાં લખાણમાં કોઈ શબ્દ કેટલી વાર આવ્યો તે જાણવું હોય તો ‘ફાઈન્ડ’ કીની મદદથી જાણી શકાય છે. થાય છે છેલ્લાં છત્રીસ વર્ષમાં મારા મોઢે આ નામ કેટલી વાર આવ્યું એ જાણવાની કોઈ ચાવી હોત તો!

કોણ છે આ ‘ભાભી’?

સગપણમાં એ મારાં સાસુ પણ ઘરમાં નાનપણથી બધાં બાળકો તેમને બા કે મમ્મી કહેવાને બદલે ભાભી કહેતાં એટલે દીકરાની વહુઓ અને જમાઈઓ પણ તેમને ભાભી જ કહે. જો કે આ સાસુ કે તેનો અંગ્રેજી પર્યાય મધર-ઈન-લો મને ગમતો નથી. વણકહે પણ એક પ્રકારનું અંતર એમાં ડોકાય છે, જ્યારે ભાભી સાથેનો મારો સંબંધ અત્યંત ગાઢ અને અનોખો હતો. આપણે ‘મધર-ઈન-લવ’ એવો શબ્દ ન કોઈને કરી શકીએ?! મારી બા સાથે મેં જિંદગીનાં બાવીસ વર્ષ વિતાવ્યાં હતાં, જયારે ભાભી સાથે હું પાંત્રીસ વર્ષ રહી. મને ભાભી પાસેથી બાની હૂંફ મળી અને એક ભાભી સાથે સાધી શકાય તેવું સખ્ય પણ મળ્યું.

એમનું નામ સરલાબેન. યથા નામ તથા ગુણ જેવું જ સરળ તેમનું વ્યક્તિત્વ. હૈયા અને હોઠ વરચે કોઈ વાંકી કેડી ન મળે. ચાર ફીટ દસ ઈંચનું નાજુક કદ, પાતળી કાયા, ઊજળો વાન, અણિયાળું નાક, ઝીણી સૌમ્ય આંખો, પાતળા ગુલાબી હોઠ અને ચહેરા પર છલકતી ગરવી ખાનદાની. એ નાજુક રૂપાળી ભાટિયાણી સાથે આ જૈનની દીકરીના સંબંધની સફર આજથી છત્રીસ વર્ષ પહેલાં શરૂ થઈ. ૧૯૭૫થી ૨૦૧૦ સુધી અમે બન્ને સાથે રહ્યાં. વચમાં ૧૯૮૦-’૮૧માં માત્ર એક વર્ષ મારે રાજકોટ રહેવાનું થયું એટલો જુદાઈ થઈ.

સાડાત્રણ દાયકાની આ સહિયારી જીવનયાત્રામાં મેં ભાભીને કેટકેટલા ભિન્ન મુકામો પર જોઈ! એ પહેલાંની તેમની જિંદગી વિશે પણ જાણ્યું અને આશ્ચર્યચકિત બનતી ગઈ! ગોવાના એક સુખી ભાટિયા પરિવારની એ દીકરી. પાંચ ભાઈઓની એકની એક બહેન હતી. હું પરણીને આવી પછી શરૂઆતના દિવસોમાં કલકત્તાના અમારા આલિશાન દીવાનખાનામાં બપોરનો આરામ કરતાં કરતાં અમે વાતોએ વળગતાં. હું ભાભીને તેમનાં બાળપણ અને પિયરઘરની વાતો પૂછતી.

આવી જ એક બપોરે તેમની પાસેથી જાણ્યું હતું કે તેમનાથી મોટા બે ભાઈઓ તો કિશોર વયે અને યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા. તેના આઘાતમાં તેમની મા પણ પિસ્તાળીસેક વરસે ચાલી નીકળ્યાં હતાં. એ વખતે મને બહુ જ નવાઈ લાગેલી કે તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં હતાં પણ ભાભીની આંખમાં જરીકે ભીનાશ નહોતી ભળી. એ નાજુક સ્ત્રીની મજબૂતી મને અચંબિત કરી ગઈ હતી!

ભાભી પરણીને આવી ત્યારે તેમના સસરાએ પોતાના એકના એક દીકરાની વહુ માટે કલકત્તામાં પાંચ માળનું મકાન બનાવડાવ્યું હતું. પોતાની પુત્રવધૂને ભાડાના ઘરમાં ગૃહપ્રવેશ નહોતો કરાવવો એટલે કડિયાઓ ને મજૂરોને તાકિદ કરીને એ મકાન લગ્ન પહેલાં જ તૈયાર કરાવી લીધું હતું. બેલ્જિયમ ગ્લાસના સોળ મોટા-મોટા અરીસાઓ અને સ્ટેઈન્ડ ગ્લાસથી મઢેલાં સીસમના લાકડાના દરવાજાઓવાળા વિશાળ દીવાનખાનામાં પંદરમે વરસે ભાભી નવવધૂ બનીને આવ્યાં ત્યારનો તેમનો એક ફોટો જોયેલો. એકદમ બાલિકાવધૂ લાગતાં હતાં. એ ઘરના ઘર, સુખ-સાહ્યબી અને નોકર-ચાકરની જાહોજલાલીમાં તેમની જિંદગીનાં આરંભનાં વરસો વીત્યાં. ભાભી ત્રણ દીકરા અને ચાર દીકરીઓની મા બન્યાં. બધાં ભણીગણી અને પરણી પણ ગયાં.

સુખના દરિયામાં ભરતી જ ભરતી હતી અને ભાભી એ બધું ગરિમાપૂર્વક પચાવીને રહેતી હતી. તેમના સ્વભાવની કૂણપ અને હૃદયની અનુકંપા પણ એવાં જ છલોછલ હતાં. એ વિશે મને અમારા એક ફોઈબા (ભાભીના નણંદ) પાસેથી જાણવા મળ્યું. ચંપાફુઈને લગ્નજીવનના આરંભના બે દાયકા ખૂબ આર્થિક સંકડામણ અને અભાવનો સામનો કરવો પડ્યો હતો પરંતુ એ અરસામાં ભાભીએ તેમનું ખૂબ જ ઘ્યાન રાખ્યું.

પતિને પણ ખ્યાલ ન આવે એમ નણંદના ઘરની જરૂરિયાતો પૂરી કરી દેતાં. વારે-તહેવારે પોતાનાં બાળકોની હારોહાર તેમનાંય બાળકોના પણ કપડાં ને બીજી-ત્રીજી જરૂરિયાતોની કાળજી લેવાઈ જતી. આ વિશે આ પાંત્રીસ વર્ષમાં મેં ભાભીના મોઢે એક અક્ષર સાંભળ્યો નથી. આજે પણ ફોઈના દીકરા-દીકરીઓ જે અહોભાવથી ‘મામી’ને યાદ કરી ગદગદ થાય છે તે ભાભીની દરિયાદિલીનો પુરાવો છે.

અન્ય સગાં-સ્વજનો પ્રત્યે કે નોકર-ચાકર પ્રત્યે પણ ભાભીનો વર્તાવ આવો જ સહાનુભૂતિભર્યો. દુન્યવી દોલતનું અભિમાન તેમની વાણી કે વ્યવહારમાં ક્યારેય જોયું નથી પરંતુ તેમના પોતાના જીવનનો કસોટીકાળ ઉત્તરાવસ્થામાં લખાયેલો હતો તેની કોને ખબર હતી! સિત્તેરના દાયકાના છેલ્લાં વર્ષોથી ભાભીના જીવનમાં વિપદનાં વાદળો ધેરાવાં લાગ્યાં. પેલું મકાન અને આઠ દરવાજાની મોટી દુકાન વેચીને ભાડાના એક નાનકડા ઘરમાં રહેવાનો દિવસ આવ્યો.

કલકત્તામાં જેમણે ભાભીની જાહોજલાલી જોઈ હતી એ લોકોને ભાભીને આ સ્થિતિમાં જોઈને ખૂબ લાગી આવતું પણ એ બાબતે ભાભીની આંખમાં મેં તો કદી આંસુ જોયાં, ન કદી એમના હોઠ પર ફરિયાદ સાંભળી! એ દિવસો મારાં લગ્નજીવનના પણ શરૂઆતના જ દિવસો હતા. સંસારની આ આસમાની-સુલતાની જોઈ હું દુ:ખી થઈ જતી. પરંતુ ભાભીની સ્વસ્થતા અને સંયમ જોઈ એ દુ:ખને ભીતર ભંડારી રાખવાની તાકાત મળી.

પછી તો એ શહેર છોડીને મુંબઈ આવીને વસ્યાં. એક પુત્રે ધંધામાં ગયેલી ખોટનો સામનો નહીં કરી શકતા ગૃહત્યાગ કર્યો. તેના એકાદ વરસ બાદ પૂજય ભાઈનું (સસરાજીને ઘરમાં બધા ભાઈ કહેતા) અવસાન થયું. ભાઈ પણ ભગવાનનું માણસ હતા. તેમના અવસાન પછી મારાં બા-બન્ધુબેન મેઘાણીએ પોતાની બહેન પર લખેલા પત્રનો આ અંશ તેમનો આછેરો પરિચય કરાવી શકશે:

‘તરુને રાજકોટ પત્ર લખ્યો છે. આવી પરિસ્થિતિમાં એના સસરા મનની ખાનદાનીની ખુશબો બરાબર સાચવીને સુખે, શાન્તિએ, વગર પીડાએ, પ્રભુનાં શરણમાં પહોંચી ગયા. ખરેખર ભગવાનના માણસ - અતિશય ભલા હતા. હંમેશ અમને કહેતા, ‘કાંઈ ચિંતા કરશો માં. બધું સારું થઈ જશે.’ અરે, મહેલમાં રહેનારા રસ્તે નીકળી પડે ત્યારે સતજુગના રામના દિવસો યાદ આવે? પણ એ તો અમે તેમને ઘરે જઈએ ત્યારે આ શબ્દો યાદ કરતા અને વેળા પડી એને મનમાં ને મનમાં જીરવી રહેતા:

‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ રઘુનાથના જડિયાં
સંકટ સઘળાં સહીએ ને મુખથી સાચું કહીએ’

સત્તાવન વરસે વિધવા થયેલાં ભાભીએ પતિની વિના ૨૯ વર્ષ વિતાવ્યાં! પેલા દીકરાની ભાળ ભાભી જીવ્યાં ત્યાં સુધી મળી જ નહીં! બાકીનાં સંતાનોની જિંદગીની ગાડીઓ તો પાટે ચડી ગઈ પણ ભાભીના મોઢે ક્યારેય પોતાના જીવનની કરુણાંતિકાઓ વિશે એક હરફ પણ સાંભળ્યો નથી. મારી બાએ ૧૯૮૧માં ભાભીને એક પત્રમાં લખેલું તે યાદ આવે છે:

‘વહાલાં સરલાબહેન, તમારી હર સમયની સ્મૃતિ અને અહીંના સહવાસની છબી મારા અંતરથી પળ પણ અળગી નથી થતી. ધરતીમાતા જેવી ધીરજ અને સહનની તમારી તાકાત મેં નજરોનજર જોઈ છે. તમારા સહુના ટેકે ટકી રહી છું.’
સતત ઘરનાં કામકાજ અને વટ-વ્યવહારમાં વ્યસ્ત રહેવું ભાભીને બહુ ગમતું. ચોખ્ખાઈમાં તેમનો ખ્યાલ ધર્મને રંગે રંગાયેલો હતો એટલે એઠાં-જૂઠાંની શિસ્ત પાળવામાં હાથ ધોવાનું મહત્ત્વ ઘણું હતું.

વારંવાર હાથ ધોવાનો તેમને ક્યારેય કંટાળો નહોતો આવતો. તેમની કાર્યપ્રીતિ તો ગજબની હતી. પચાસ વરસે તેમને પગમાં વાની તકલીફ થઈ હતી. ઘૂંટણ પાસે ખૂબ દુ:ખાવો થાય. ડોકટરે કહેલું કે હરતાં-ફરતાં રહેજો નહીં તો પગ જકડાઈ જશે. અને ભાભી દુ:ખતા પગે ઘરની ખરીદી કરવા ચાલીને જાય અને સીડીની ચડ-ઊતર ચાલુ જ રાખે. પોતાની કોઈ પણ શારીરિક પીડા કે માનસિક વ્યથાને ગાઈ-વગાડીને કહેવાનું તેમના સ્વભાવમાં જ નહોતું.

સવારના ચાર ડિગ્રી તાવ હોય અને બપોરના ગેસ ઉપર તાવડો મૂકી કડક પૂરી કે સક્કરપારા બનાવતા મેં ભાભીને જોયાં છે. એવો જ એમનો વ્રત-ઉત્સવોને ઉજવવાનો ઉમળકો; શીતળા સાતમને દિવસે કે દિવાસાને દિવસે દીકરીઓ કે નણંદોને ઘરે ચાંદીના લોટામાં દહીં ને ફ્રૂટના ટોપલા ભરીને મોકલવાના હોય કે દિવાસાના જવારા વાવવાના હોય, તેમને બધું યાદ હોય અને સમયસર બધું કરાવે. વાર-તહેવારે પહેરી ઓઢીને વડીલોને પ્રણામ કરવા જવાનું કે સગાં-સંબંધી ને પાસ-પાડોશના સારા-માઠા પ્રસંગોએ પહોંચી જવાનું પણ એ ક્યારેય ચૂકયાં નથી.

ભાભીની સરળતાનો અને ગભરુપણાનો લોકો ગેરલાભ લેતા ત્યારે મને બહુ ગુસ્સો આવતો પણ તેમને એમાં કંઈ ગુમાવ્યાનો અનુભવ ન થતો. મુંબઈમાં શિવાજી પાર્ક રહેતાં ત્યારે બધા ઘરમાં હોય તો ભાભી કોઈને ફોન કરવાનું ટાળતી. ધીરે ધીરે એમનો એ સંકોચ દૂર કરવામાં હું સફળ થઈ તેનો મને આનંદ હતો. બદલાતા સંજોગો સાથે ઝાઝો ઊહાપોહ કર્યા વિના તાલ મિલાવી લેવાની ભાભીની કુનેહ મને તાજજુબ કરી દેતી. અમારા પરિવારમાં નોકરી કરનાર હું પહેલી સ્ત્રી હતી પણ મારા વ્યવસાયી રુટિન સાથે તેમણે સહેલાઈથી અનુકૂલન સાધી લીધું. શરૂઆતના એ સમયમાં નાનકડા મારા દીકરાને ભાભીએ જીવની જેમ સાચવ્યો અને એ દાદી-પોતરા વરચેનું બોન્ડ છેવટ સુધી અનેરું અને અતૂટ રહ્યું.

અમારી વરચેની રિલેશનશિપ એટલી મુક્ત હતી કે મારી ઓફિસ અને કલિગ્સની વાતો કે મારા પિયરની બધી વાતો પણ ખૂલીને ભાભી સાથે થઈ શકતી. બહાર ફરવા ગયા હોઈએ અને ખરીદી કરી હોય તો ઘરમાં આવીને પહેલાં ભાભીને એ બધી ચીજો હું હોંશથી બતાવું અને ભાભી પણ એટલા જ ઉત્સાહથી બધું જુએ અને કોને માટે શું છે એ રસપૂર્વક જાણે.

મારા જીવનનાં કેટલાંક સત્યો વણકહે ભાભીએ કથી લીધાં અને તેની સાથે સહમત ન હોવા છતાં એ સમભાવે સ્વીકારી લીધાં. ઉંમર અને માનસિક ભૂમિકાની દ્રષ્ટિએ અમારાં બન્ને વરચે આમ તો ખાસ્સું અંતર હતું, મા-દીકરીની વરચે થાય તેવા મતભેદ પણ અમારી વરચે હતા જ પરંતુ અમારી વરચે જે નિકટતા સ્થપાઈ હતી તે અભૂતપૂર્વ હતી. કોઈ પણ વાત છૂપી રાખવાની જરૂર ન રહે તેવો સાસુ-વહુ વરચેનો સંબંધ સ્વયં એક ઘટના ન ગણાય?

આવી આ ભાભીએ ૨૦૧૦ની આઠમી ઓકટોબરે, પહેલાં નોરતાંની સાંજે ૮૬ વરસની વયે જીવનલીલા સંકેલી લીધી ત્યારે મેં મારી બીજી મા ગુમાવી. છેલ્લાં બે વર્ષથી ભાભી પગમાં કપાસીની પીડાથી હેરાન હતી. ઘણા ઉપચારો કર્યા છતાં વારંવાર ત્રાટકતી એ પીડાએ છેલ્લા નવેક મહિનાથી તેમની હરફર ઉપર રોક લગાવી દીધી હતી. એ ઉપરાંત વૃદ્ધાવસ્થા અને પાર્કિન્સન્સ. છેલ્લે ત્રણ અઠવાડિયાં પહેલાં પડી ગઈ અને માથામાં ઈજા થઈ.

બીજે દિવસે એમ.આર.આઈ. કરાવ્યું. રિપોર્ટ તો નોર્મલ આવ્યો. અમે ચિંતામુકત બન્યા પણ પછીના દિવસથી આંખ ખોલવાનું અને બોલવાનું લગભગ નહીંવત્ થઈ ગયું હતું. આખો સમય સૂતાં જ હોય. સિનિયર ડોક્ટરને કન્સલ્ટ કરીને તેમની સારવાર - શૂશ્રુષા ઘરે જ ચાલુ રાખ્યાં હતાં. આખી જિંદગી સ્વનિર્ભર રહેલી ભાભી નાના બાળકની જેમ એકે-એક જરૂરિયાત માટે અવલંબિત થઈ ગઈ હતી.

ખૂબ જ દુ:ખ થતું હતું તેમની હાલત જોઈને. ઊંઘમાંથી તેમને ઉઠાડીને ખોરાક, પાણી, દવા ઈત્યાદી આપવાનું અને અન્ય સંભાળ રાખવાનું સમયસર થતું હતું. એ વખતે હોઠ ભીડી રાખે ત્યારે ‘ભાભી, મો ખોલો ... આ... આ....! ઉ... ઉ.....!’ કરીને ફોસલાવતાં. ‘દાદી... કાળી લીટીવાળી પીપર ખાવી છે? ...હેય...! જુઓ... જુઓ... દાદીએ આંખ ખોલી... આજે તો આપણી દિવાળી...!’ આવા સંવાદોની આપ-લે રોજિંદી થઈ ગઈ હતી. સ્વજનોની આવ-જા શરૂ થઈ ગઈ. બધા ભાભીને જોવા આવ્યાનો સંતોષ લેતા પણ ભાભી હવે - કોણ આવ્યું કે ન આવ્યું - ના પ્રદેશથી ઘણી દૂર નીકળી ચૂકી હતી. ભાગ્યે જ તે મુલાકાતીઓના સવાલનો રિસ્પોન્સ આપતી.

ભાભીને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો સમય હવે પૂરો થઈ ગયો હતો! મૃત્યુ દબાયેલા પગલે નિકટ આવી રહ્યું હતું અને પ્રતિદિન તેનો પગરવ મોટો ને મોટો થતો જતો હતો. જિંદગીની આ અફર વાસ્તવિકતા પોતાના આગમન માટે અમને સજજ કરી રહી હતી છતાંય મૃત્યુ તદ્દન સામોસામ આવી ઊભું ત્યારે હરીન્દ્ર દવેના શબ્દો ફરી એક વાર જીવતા થઈ ગયા: ‘શાણપણની સઘળી દીવાલો હચમચી ઊઠી!’ મારી જિંદગીનો પણ એક અઘ્યાય સમાપ્ત થયો. છેલ્લે તેના કાનમાં કહી દીધું હતું ‘ચિંતા ન કરતાં.’ આજે દિવસો વીતતા જાય છે.

સાંજ પડે ઓફિસેથી ઘર ભણી જવા નીકળું છું ત્યારે ભાભી વગરના ઘરનો સામનો કરવાનો છે એ વિચાર ઉદાસ બનાવી મૂકે છે પણ ભાભીના પુત્ર અને પૌત્રને ઉદાસીના ડુંગર તળેથી બહાર કાઢવાના છે એ વાતે શાણપણની સંપત્તિની થામી લઉં છું અને ‘સરહદનો સિપાહી’ (મારી બા મારે માટે આ વિશેષણ પ્રયોજતી) બની ઘરે પહોંચું છું - હસતી... હસતી! અને પ્રતિ દિન મારી જાતને ભાભીની સારપ અને સહૃદયતાની નિકટ પામું છું. તેનાં પ્રમાણભાન ચૂકી જતાં અતિઔદાર્યને કારણે કવચિત્ અનુભવેલી નારાજગી બદલ આજે હસવું આવે છે. કેમ કે હવે સમજાય છે કે એ તો એવી જ હતી - સારમાણસાઈથી સભર સભર!

અંગત, તરુ કજારિયા

(divyabhaskar)

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More