મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

સોમવાર, 31 જાન્યુઆરી, 2011

આ મોબાઇલ મને નડે છે.

પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે……………………………..આ મોબાઇલ મને નડે છે.

હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે……………………………….આ મોબાઇલ મને નડે છે.

રજા માં પણ girlfriend ના ફોન આવ્યા કરે છે,
અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે……………….આ મોબાઇલ મને નડે છે.

રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે………………………આ મોબાઇલ મને નડે છે.

ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે………………………………………….આ મોબાઇલ મને નડે છે.

girlfriend ને ફોન્ કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે………………………આ મોબાઇલ મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે…………………………………….આ મોબાઇલ મને નડે છે.

ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે……………………..આ મોબાઇલ મને નડે છે.

ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે………………..આ મોબાઇલ મને નડે છે.

શું તમને પણ્ આ મોબાઇલ આમજ નડે છે ....!!!!

જીવન જીવવાની જડીબુટ્ટી , [Be Happy Forever ]

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલીવસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને(Unconditional)માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો,તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

શનિવાર, 29 જાન્યુઆરી, 2011

ડો. પરીમલ પટેલ સાહેબ ની મને ગમેલી વાતો..


આ સર થી પહેલા ( સેમેસ્ટેર ૧ મા) હુ એકલો નહી પણ મારો આખો ક્લાસ ડરતો હતો.બિજુ સેમેસ્ટેર શરુ થયુ સર ૨૭-૦૧-૨૦૧૧ ગુરુવાર ના રોજ સવારે લેક્ચર લેવા આવ્યા ને બધા ક્લાસ મિત્રો શાન્ત બેસી ગયા...
પરન્તુ નજારો કઈક અલગ હતો સર ભણાવાને બદલે જીન્દગી મા કઈક શિખવા જેવી વાતો અમ્ને સમજાવતા હતા.. પરીમલ સર તો કઈક અલગ નિક્ળ્યા તેણે ગમ્મત સાથે જ્ઞાન આપવા લાગ્યા ને બધાનો ડર નીકલી ગયો..
૨૮-૦૧-૨૦૧૧ શુક્રવારે સરે એક ખુબ સરસ મજાની વાત કરી જે મારા શબ્દો મા મે લખવાનો પ્ર્યન્ત્ કર્યો છે...
" જીન્દગી મા મિત્રો ક્યારેય એવા કામ નહી કર્શો જેથી તમારા મા-બાપ ને દુઃખ
થાય્ તમારાથી નારાજ થાય "
સાહેબે એક વાત કરેલી તમને જો કોલેજ મા બન્ક માર વાનુ મન થાય તો આખો બન્ધ કરિ 
કલ્પના કરો કે તમારા પપ્પા સામેજ છે તો તમે તેને પુછો છો કે પપ્પા હુ આજે કોલેજ મા બન્ક મા બન્ક મારુ ?? જો તે હા કહેવાના હોય તો મારજો.. બાકિ નહિ બન્ક મારતા.
સીગરેટ પિવાનુ મન થાય તો ઉપરની જેમ સવાલ પુછો કે હુ સિગરેટ પિવ ??
ખુબ જ મસ્ત મજા ના અમારા પરીમલ સર મારી ૧૭ વર્ષ નિ કેરીયર મા મે આવા સારા ગમ્મત સાથે જ્ઞાન આપતા મને સર નહોતા મલ્યા. જે આજે મારી કોલેજ એન.જી. પટેલ પોલીટેકનીક મા સાયન્સ & હુમેનીટી ડિપાર્ટમેન્ટ ના હેડ છે.બસ મિત્રો આ સર ની વાતો ખુબજ સારી લાઈફ મા ઉતારવા જેવી હોય છે. હવે તો મજા પડસે નવુ જાનવાની

‘સફારી’નો નવો અવતાર

આ લોકપ્રિય સામયિક ઑગસ્ટ, ૧૯૮૧ માં પહેલી વખત પ્રગટ થયું ત્યાર પછી આજ દિન સુધીમાં તેના જુદા જુદા કુલ ૧૪ અવતાર વાચકોએ જોયા છે. અંકની ગ્રાફિકલ રજૂઆતથી માંડીને લેખનશૈલી સુધીના જે ફેરફારો ‘સફારી’માં કરાયા તે બધા સમયને અનુરૂપ હતા એટલું જ નહિ, પણ દરેક નવો અવતાર તેના પૂર્વજ કરતાં ચડિયાતો સાબિત થયો. Change for the better એ અંગ્રેજી ઉક્તિને હર્ષલ પબ્લિકેશન્સ સમયની માગ મુજબ પ્રેક્ટિકલ અમલમાં મૂકતું આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ચાલુ અંકે ભર્યું છે. અંક નં. ૧પ૦થી અપનાવાયેલું ‘સફારી’નું સ્વરૂપ ચાલુ અંકે બદલાય છે. આ વખતનો પંદરમો અવતાર જો કે તેના પુરોગામી અવતારો કરતાં કેટલીક બાબતે તદ્દન નોખો છે.
દાખલા તરીકે ‘સફારી’ના નવા સ્વરૂપમાં સૌથી મહત્ત્વનો (તેમજ પહેલી નજરે ઊડીને આંખે વળગે તેવો) સુધારો કાગળની ગુણવત્તામાં થયો છે. અત્યાર સુધી ‘સફારી’નું મુદ્રણ ન્યૂઝ પ્રિન્ટ પર થતું હતું. આ કાગળની પ્રમાણમાં ટૂંકી આવરદા અનેક વાચકોને કઠતી હતી. મુખ્યત્ત્વે એટલા માટે કે ‘સફારી’નો દરેક અંક વાચકો પોતાના કલેક્શનમાં વર્ષો સુધી સાચવી રાખતા હોય છે અને જરૂર પડ્યે જે તે અંક રેડી રેફરન્સ તરીકે વાપરતા હોય છે. (‘સફારી’ને સામયિકને બદલે એક જાતનો એન્સાઇક્લોપિડિઆ કહો તો પણ ખોટું નહિ). ‘સફારી’ના દરેક અંકનું પોતાની લાયબ્રેરીમાં કલેક્શન કરતા વાચકોની વર્ષો થયે ફરિયાદ હતી કે, ‘અંકોનાં પાનાં વખત જતાં પીળાં પડીને ફાટી જાય છે, પરિણામે અંકોને વર્ષોવર્ષ સાચવી રાખવાનું કામ મુશ્કેલ બને છે. કિંમત ભલે વધુ લો, પણ કાગળ સારો અને ટકાઉ વાપરો, કેમ કે વાંચ્યા પછી ‘સફારી’ને અમે પસ્તીમાં પધરાવતા નથી.’ વાચકોની ફરિયાદનો ચાલુ અંકથી કાયમી ઉકેલ લાવી દીધો છે. ભારતની બેસ્ટ પેપર મિલમાં બનતો બેસ્ટ ક્વૉલિટીનો સફેદ કાગળ હર્ષલ પબ્લિકેશન્સે ‘સફારી’ના મુદ્રણ માટે હવેથી પસંદ કર્યો છે. આ મોંઘા ભાવના કાગળને લીધે અંકની સુંદરતા ઉપરાંત તેનાં પાનાંની આવરદા વધી જવા પામી છે. અંક અગાઉ કરતાં સહેજ દળદાર પણ બન્યો છે.

તરત નજરે ચડે એવો બીજો ફેરફાર ‘સફારી’ના લેઆઉટ્સમાં કરાયો છે. કવર પેજથી માંડીને છેલ્લા પાના સુધી અંકનું ગ્રાફિકલ સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું છે. નવી રજૂઆત contemporary/મૉડર્ન અને નવા જમાનાને અનુરૂપ છે. ફોરવર્ડ ગતિના સૂચકર્ arrow ના ગ્રાફિકની થીમ પસંદ કરીને અંકનું ડિઝાઇનિંગ કરાયું છે. આ ઉપરાંત વધુ સુઘડ અને સ્વચ્છ મુદ્રણ માટે ફોટો એડિટિંગની તેમજ ડોટ જનરેટિંગ સિસ્ટમની બિનપરંપરાગત ટેક્નોલોજિ અજમાવવામાં આવી છે. આ ટેક્નોલોજિકલ પ્રયોગ કરનાર ‘સફારી’ સંભવતઃ ગુજરાતનું પ્રથમ સામયિક છે. વિવિધ તેમજ વર્તમાન વિષયોને લગતાં લેખોની સંખ્યા વધારવાનું ‘સફારી’ના તંત્રીમંડળે હવેથી નક્કી કર્યું છે. પરિણામે અગાઉની તુલનાએ નવા અંકોમાં વૈવિધ્યપૂર્ણ વાંચનસામગ્રીનું પ્રમાણ વધવાનું છે.

આ બધા ફેરફારો સામે ‘સફારી’ની છૂટક કિંમતમાં રૂ.પ/નો વધારો કર્યો છે. આ સામયિકમાં અગાઉ જ્યારે પણ નજીવો ભાવવધારો કરાયો છે ત્યારે તેનો ખુલાસો વાચકોએ માગ્યો નથી. જ્ઞાનવિજ્ઞાનના સામયિકને ખર્ચલાભનાં તદ્દન જુદાં સમીકરણો લાગૂ પડે એ વાત તેઓ સારી રીતે જાણે છે. આ જાતના સામયિકનું (વિના જાહેરાતે) પ્રકાશન કરીને બે પાંદડે થવું કઠિન છે--અને માટે જ કવર-ટુ-કવર જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી પીરસતા ‘સફારી’નું સમકક્ષ મેગેઝિન કાઢવાનું સાહસ ઘણાખરા પ્રકાશકો કરતા નથી. ‘સફારી’નું પ્રકાશન પરંપરાગત સામયિકોનાં પ્રકાશન કરતાં બહુ જુદી રાહે થાય છે. પ્રત્યેક અંક માટે માહિતી એકઠી કરવાનો, માહિતીના એવરેસ્ટ જેવા ડુંગરમાંથી ઘઉંકાંકરા વીણીને જુદા પાડવાનો, પુષ્કળ મહેનત અને માવજત વડે સીસા જેવી નક્કર માહિતીને શિરા જેવા મુલાયમ સ્વરૂપમાં ઢાળવાનો, આંતરરાષ્ટ્રીય ફોટો એજન્સીના વાર્ષિક લવાજમોનો તેમજ જે તે લેખો માટે પરદેશથી માહિતી મંગાવવાનો ખર્ચ કલ્પના બહારનો હોય છે.

આ બધા ખર્ચ કરવામાં ‘સફારી’ ક્યારેય પાછું વાળીને જોતું નથી. પરિણામે ‘સફારી’ આટલાં વર્ષ પછીયે ‘સફારી’ છે.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More