મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

શનિવાર, 30 એપ્રિલ, 2011

Naughty @ 40 (2011)

મંગળવાર, 19 એપ્રિલ, 2011

નેટ-વપરાશકારો હવે ગૂગલ ક્રોમથી અપરિચિત નહીં હોય. અહીં ક્રોમને વધુ કૂલ બનાવી આપતા કેટલાક ફિચર્સની વાત...

ઇન્ટરનેટ ર્સિંફગ કરતી વખતે ઘણી વાર આપણે જે-તે વેબસાઈટની URL કોપી-પેસ્ટ કરીને સાઈટ વિઝિટ કરતાં હોય છે. ક્રોમમાં ખાસ આ પ્રવૃત્તિ માટેનું જ Paste and Go / Paste and Search નામનું ફિચર આપવામાં આવ્યું છે. જો તમે બ્રાઉઝરમાં કે બ્રાઉઝરની બહાર URL કોપી કરેલી છે તો ક્રોમમાં તમારે ફક્ત તેના એડ્રેસ બારમાં જઈ રાઈટ ક્લિક કરી Paste and Go ક્લિક કરતાં જ જે-તે સાઈટ રન થશે. આ જ રીતે જો કોઈ ટેક્સ્ટ સર્ચ કરાવવી હોય તો કોપી કરેલી ટેક્સ્ટ અહીં રાઈટ ક્લિકટ કરીને Paste and Search સિલેક્ટ કરતાં ગૂગલમાં સીધું જ સર્ચ થઈ જશે. આ ફિચર તમારો સમય બચાવનારો છે જેનો ઉપયોગ કર્યા બાદ ખરેખર ખ્યાલ આવે છે.
Pin tab
આ ફિચર્સ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતી વેબસાઈટને પરમેનન્ટલી પિન પોઈન્ટ કરીને રાખી શકાય છે. બ્રાઉઝરમાં ઓપન થયેલા ટેબમાંથી મનપસંદ સાઈટના ટેબ પર રાઈટ ક્લિક કરી Pin tab સિલેક્ટ કરતાં એ ટેબ ફેવિકોનમાં કન્વર્ટ થઈને ડાબી બાજુમાં ફિક્સ થઈ જતી હોય છે. જેથી તમે ગમે ત્યારે ફક્ત એ આઈકોન પર ક્લિક કરી જે-તે વેબસાઈટ સિંગલ ક્લિકમાં ફાસ્ટ ઓપન કરી શકો છો.
Drag and Drop Downloads
ગૂગલ ક્રોમમાં ડાઉનલોડ કરેલી ફાઈલ્સને તમે સરળતાથી તમારા લોકો ફોલ્ડરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો જેથી તમારે ડાઉનલોડ માટેનું ડિફોલ્ટ લોકેશન બદલવાની જરૂર રહેતી નથી તેમ જ તે ફોલ્ડરમાં જઈને કોપી-પેસ્ટ કરવાનું પણ બચી જાય છે. ક્રોમમાં ડાઉનલોડ કરેલી ફાઈલ બ્રાઉઝરમાં નીચે ડાબી બાજુ દર્શાવતી હોય છે જેને તમે ડ્રેગ કરીને જે-તે ફોલ્ડરમાં ડ્રોપ કરી શકો છો. એકદમ સરળ અને ફાસ્ટ આ ફિચર તમારો સમય બચાવવામાં ઉપયોગી છે.
 Resources Page
આ ફિચર સામાન્ય યુઝર કરતાં વેબમાસ્ટર તેમ જ બ્લોગર માટે વધારે ઉપયોગી છે. વેબ ડેવલોપર ટુલ તરીકે વધારે કામ કરતા ફિચર દ્વારા પોતાની વેબસાઈટ કેટલી ઝડપી લોડ થાય છે તે ચેક કરી શકાય છે. જેમાં ઝીણવટપૂર્વક દરેક ઓબ્જેક્ટ જેમ કે ઈમેજિસ, સ્ક્રિપ્ટ્સ, ડોક્યુમેન્ટ વગેરેનો પણ ડાઉનલોડિંગ માટેનો સમય બતાવે છે. આ ફિચરને ક્રોમમાં Ctrl+Shift+I પ્રેસ કરતાં ઓપન કરી શકાય છે.
 Task Manager
ક્રોમ જેટલી વેબસાઈટના ટેબ ઓપન થયા હોય તે દરેકને અલગ પ્રોસેસ તરીકે ગણતરીમાં લેતું હોય છે. જેથી જો ક્યારેક તેમાંની કોઈ પણ પ્રોસેસ પ્રોબ્લેમ ઊભો કરે તો Task Manager દ્વારા જે-તે પ્રોસેસને બંધ કરીને સંપૂર્ણ બ્રાઉઝર ક્રેશિંગની સમસ્યાથી બચી શકાય છે. ખાસ કરીને ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સમાં આ પ્રકારના પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. ગૂગલે ક્રોમમાં જ ઈન-બિલ્ટ Task Manager બનાવ્યું છે જ્યાં તમને સીપીયુ અને મેમરીનો વપરાશનો ખ્યાલ આવે છે. Task Manager માટે Tools > Task Manager ક્લિક કરો અથવા તો TShift + Esc પ્રેસ કરો.
એડ્રેસબારમાં ક્વિક કેલ્ક્યુલેશન
જો તમે ન જાણતા હોવ તો તમારા નેટ જ્ઞાન માટે કે ક્રોમ બ્રાઉઝરનું એડ્રેસબાર અને ગૂગલનું સર્ચબાર એકસમાન જ છે. જ્યાં તમે ફક્ત કોઈ કી-વર્ડ નાંખીને સીધું જ એન્ટર પ્રેસ કરીને સર્ચ કરી શકો છો. જો કે સર્ચ ઉપરાંત તમે એડ્રેસ બારમાં સામાન્ય ગણતરીઓ પણ કરી શકો છો. જેમ કે એડ્રેસ બાર ૧૨*૫૦ નાંખીને એક સેકન્ડ જેટલી રાહ જુઓ એટલે સીધો જ ત્યાં તમારો જવાબ હાજર થઈ જશે.
વેબપેજમાં Text Box Drag -Resize કરો
આપણે ઘણી વાર જોયું છે કે વેબસાઈટમાં કોઈ પણ ફોર્મ કે માહિતી ભરવા માટે Text Box આપવામાં આવતાં હોય છે અને તે અમુક વખતે પરેશાન કરતાં હોય છે, કારણ કે માહિતી વધારે હોય ત્યારે બોક્સ ખૂબ જ નાનાં હોય છે અને વધારે માહિતીના કારણે Scroll bar આવી જતાં વધારે કંટાળાજનક લાગતું હોય છે. જો તમે પણ આ કંટાળાથી પીડિત હોવ તો ક્રોમમાં આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ક્રોમમાં તમે કોઈ પણ આવાં Text Boxને જમણી સાઈડ નીચેના ખૂણેથી ડ્રેગ કરીને નાનું-મોટું કરી શકો છો.
ફક્ત Text s Copy-Paste કરો
આપણે ઘણી વાર એક સાઈટમાંથી કોપી કરીને અન્ય સાઈટમાં કે ઈ-મેલમાં માહિતી પેસ્ટ કરતાં હોઈએ છીએ. જેમાં તમે જોયું હશે કે વેબપેજમાં કોપી કરવા માટે સિલેક્ટ કરતી વખતે ટેક્સ્ટની સાથે ઈમેજિસ અને અન્ય ઓબ્જેક્ટ્સ પણ આવી જતાં હોય છે ત્યારે તેમને ડિલીટ કરવા માથાનો દુખાવો બની જતો હોય છે. પરંતુ ક્રોમ બ્રાઉઝરમાં તમારી આ સમસ્યાનો હલ છે, જો તમે કોઈ વેબપેજમાં માહિતી કોપી કરી છે અને તમે કોઈ પણ વેબસાઈટના ટેક્સ્ટ એડિટર અથવા તો ઈમેલ કમ્પોઝરમાં ફક્ત ટેક્સ્ટ જ પેસ્ટ થાય તેમ ઇચ્છતા હોવ તો તમારે CTRL + V પ્રેસ ન કરતાં CTRL + SHIFT + V પ્રેસ કરવાનું રહેશે.
Application Shortcuts
આ ફિચર દ્વારા તમે જે-તે વેબસાઈટની એપ્લિકેશન બનાવી તેનું શોર્ટકર્ટ ડેસ્કટોપ, સ્ટાર્ટ મેનુ કે પછી ક્વિક લોન્ચ બારમાં મૂકી શકો છો જેથી એક જ ક્લિકમાં જે-તે વેબસાઈટ ડાયરેક્ટ જ ઓપન કરી શકાય. રોજેરોજ ઓપન કરવી પડતી વેબસાઈટનું શોર્ટકર્ટ બનાવીને ટાઈમનો બચાવ કરી શકાય હોં! આ માટે વેબસાઈટ ઓપન કર્યા બાદ Tools > Create application shortcuts સિલેક્ટ કરતાં અગાઉ જણાવ્યા મુજબ ત્રણ ઓપ્શન પૂછવામાં આવશે તે મુજબ સિલેક્ટ કરી લો.
Reopen All Tabs
ઘણી વાર એવું બનતું હોય છે કમ્પ્યૂટરમાં કે બ્રાઉઝરમાં પ્રોબ્લેમ આવવાથી બ્રાઉઝર ક્રેશ થઈ જાય છે અને આપોઆપ બંધ થઈ જાય છે. આવા સમયે જો આપણે ઇન્ટરનેટ ર્સિંફગ માટે સાઈટોનો ઢગલો ઓપન કરી રાખી હોય અને બધી બંધ થઈ જાય તો ગુસ્સાનો પારો સાતમા આસમાને ચઢી જાય. પરંતુ આવી ગરમીમાં ગુસ્સાના પારાને શાંત રાખવા માટે ક્રોમમાં આ જ સમસ્યાનો ઉપાય છે. જેમાં તમારે એક સેટિંગ કરી રાખવું પડશે જેથી જ્યારે પણ તમારું બ્રાઉઝર ફરી ઓપન થશે ત્યારે છેલ્લી ઓપન કરેલી તમામ વેબસાઈટ તમને પાછી ઓપન થયેલી જોવા મળશે. આ માટે તમારે Tolls Optionsમાં જઈ Basic ટેબમાં Reopen the pages that were open last ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે.
નોંધઃ ગૂગલ ક્રોમના અલગ અલગ વર્ઝનમાં તેના મેનુબાર અલગ અલગ હોય છે. જેથી Tools લખેલું ન મળે તો વિન્ડોમાં ઉપર જમણી બાજુ ખૂણામાં Tools ના સિમ્બોલ (પાના-પક્કડ જેવો સિમ્બોલ) પર ક્લિક કરવું.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More