જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું
શનિવાર, 30 એપ્રિલ, 2011
મંગળવાર, 19 એપ્રિલ, 2011
નેટ-વપરાશકારો હવે ગૂગલ ક્રોમથી અપરિચિત નહીં હોય. અહીં ક્રોમને વધુ કૂલ બનાવી આપતા કેટલાક ફિચર્સની વાત...
Pin tab
આ ફિચર્સ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતી વેબસાઈટને પરમેનન્ટલી પિન પોઈન્ટ કરીને રાખી શકાય છે. બ્રાઉઝરમાં ઓપન થયેલા ટેબમાંથી મનપસંદ સાઈટના ટેબ પર રાઈટ ક્લિક કરી Pin tab સિલેક્ટ કરતાં એ ટેબ ફેવિકોનમાં કન્વર્ટ થઈને ડાબી બાજુમાં ફિક્સ થઈ જતી હોય છે. જેથી તમે ગમે ત્યારે ફક્ત એ આઈકોન પર ક્લિક કરી જે-તે વેબસાઈટ સિંગલ ક્લિકમાં ફાસ્ટ ઓપન કરી શકો છો.Drag and Drop Downloads
ગૂગલ ક્રોમમાં ડાઉનલોડ કરેલી ફાઈલ્સને તમે સરળતાથી તમારા લોકો ફોલ્ડરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો જેથી તમારે ડાઉનલોડ માટેનું ડિફોલ્ટ લોકેશન બદલવાની જરૂર રહેતી નથી તેમ જ તે ફોલ્ડરમાં જઈને કોપી-પેસ્ટ કરવાનું પણ બચી જાય છે. ક્રોમમાં ડાઉનલોડ કરેલી ફાઈલ બ્રાઉઝરમાં નીચે ડાબી બાજુ દર્શાવતી હોય છે જેને તમે ડ્રેગ કરીને જે-તે ફોલ્ડરમાં ડ્રોપ કરી શકો છો. એકદમ સરળ અને ફાસ્ટ આ ફિચર તમારો સમય બચાવવામાં ઉપયોગી છે.Resources Page
આ ફિચર સામાન્ય યુઝર કરતાં વેબમાસ્ટર તેમ જ બ્લોગર માટે વધારે ઉપયોગી છે. વેબ ડેવલોપર ટુલ તરીકે વધારે કામ કરતા ફિચર દ્વારા પોતાની વેબસાઈટ કેટલી ઝડપી લોડ થાય છે તે ચેક કરી શકાય છે. જેમાં ઝીણવટપૂર્વક દરેક ઓબ્જેક્ટ જેમ કે ઈમેજિસ, સ્ક્રિપ્ટ્સ, ડોક્યુમેન્ટ વગેરેનો પણ ડાઉનલોડિંગ માટેનો સમય બતાવે છે. આ ફિચરને ક્રોમમાં Ctrl+Shift+I પ્રેસ કરતાં ઓપન કરી શકાય છે.
Task Manager
ક્રોમ જેટલી વેબસાઈટના ટેબ ઓપન થયા હોય તે દરેકને અલગ પ્રોસેસ તરીકે ગણતરીમાં લેતું હોય છે. જેથી જો ક્યારેક તેમાંની કોઈ પણ પ્રોસેસ પ્રોબ્લેમ ઊભો કરે તો Task Manager દ્વારા જે-તે પ્રોસેસને બંધ કરીને સંપૂર્ણ બ્રાઉઝર ક્રેશિંગની સમસ્યાથી બચી શકાય છે. ખાસ કરીને ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સમાં આ પ્રકારના પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. ગૂગલે ક્રોમમાં જ ઈન-બિલ્ટ Task Manager બનાવ્યું છે જ્યાં તમને સીપીયુ અને મેમરીનો વપરાશનો ખ્યાલ આવે છે. Task Manager માટે Tools > Task Manager ક્લિક કરો અથવા તો TShift + Esc પ્રેસ કરો.
એડ્રેસબારમાં ક્વિક કેલ્ક્યુલેશન
જો તમે ન જાણતા હોવ તો તમારા નેટ જ્ઞાન માટે કે ક્રોમ બ્રાઉઝરનું એડ્રેસબાર અને ગૂગલનું સર્ચબાર એકસમાન જ છે. જ્યાં તમે ફક્ત કોઈ કી-વર્ડ નાંખીને સીધું જ એન્ટર પ્રેસ કરીને સર્ચ કરી શકો છો. જો કે સર્ચ ઉપરાંત તમે એડ્રેસ બારમાં સામાન્ય ગણતરીઓ પણ કરી શકો છો. જેમ કે એડ્રેસ બાર ૧૨*૫૦ નાંખીને એક સેકન્ડ જેટલી રાહ જુઓ એટલે સીધો જ ત્યાં તમારો જવાબ હાજર થઈ જશે.વેબપેજમાં Text Box Drag -Resize કરો
આપણે ઘણી વાર જોયું છે કે વેબસાઈટમાં કોઈ પણ ફોર્મ કે માહિતી ભરવા માટે Text Box આપવામાં આવતાં હોય છે અને તે અમુક વખતે પરેશાન કરતાં હોય છે, કારણ કે માહિતી વધારે હોય ત્યારે બોક્સ ખૂબ જ નાનાં હોય છે અને વધારે માહિતીના કારણે Scroll bar આવી જતાં વધારે કંટાળાજનક લાગતું હોય છે. જો તમે પણ આ કંટાળાથી પીડિત હોવ તો ક્રોમમાં આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ક્રોમમાં તમે કોઈ પણ આવાં Text Boxને જમણી સાઈડ નીચેના ખૂણેથી ડ્રેગ કરીને નાનું-મોટું કરી શકો છો.ફક્ત Text s Copy-Paste કરો
આપણે ઘણી વાર એક સાઈટમાંથી કોપી કરીને અન્ય સાઈટમાં કે ઈ-મેલમાં માહિતી પેસ્ટ કરતાં હોઈએ છીએ. જેમાં તમે જોયું હશે કે વેબપેજમાં કોપી કરવા માટે સિલેક્ટ કરતી વખતે ટેક્સ્ટની સાથે ઈમેજિસ અને અન્ય ઓબ્જેક્ટ્સ પણ આવી જતાં હોય છે ત્યારે તેમને ડિલીટ કરવા માથાનો દુખાવો બની જતો હોય છે. પરંતુ ક્રોમ બ્રાઉઝરમાં તમારી આ સમસ્યાનો હલ છે, જો તમે કોઈ વેબપેજમાં માહિતી કોપી કરી છે અને તમે કોઈ પણ વેબસાઈટના ટેક્સ્ટ એડિટર અથવા તો ઈમેલ કમ્પોઝરમાં ફક્ત ટેક્સ્ટ જ પેસ્ટ થાય તેમ ઇચ્છતા હોવ તો તમારે CTRL + V પ્રેસ ન કરતાં CTRL + SHIFT + V પ્રેસ કરવાનું રહેશે.Application Shortcuts
આ ફિચર દ્વારા તમે જે-તે વેબસાઈટની એપ્લિકેશન બનાવી તેનું શોર્ટકર્ટ ડેસ્કટોપ, સ્ટાર્ટ મેનુ કે પછી ક્વિક લોન્ચ બારમાં મૂકી શકો છો જેથી એક જ ક્લિકમાં જે-તે વેબસાઈટ ડાયરેક્ટ જ ઓપન કરી શકાય. રોજેરોજ ઓપન કરવી પડતી વેબસાઈટનું શોર્ટકર્ટ બનાવીને ટાઈમનો બચાવ કરી શકાય હોં! આ માટે વેબસાઈટ ઓપન કર્યા બાદ Tools > Create application shortcuts સિલેક્ટ કરતાં અગાઉ જણાવ્યા મુજબ ત્રણ ઓપ્શન પૂછવામાં આવશે તે મુજબ સિલેક્ટ કરી લો.Reopen All Tabs
ઘણી વાર એવું બનતું હોય છે કમ્પ્યૂટરમાં કે બ્રાઉઝરમાં પ્રોબ્લેમ આવવાથી બ્રાઉઝર ક્રેશ થઈ જાય છે અને આપોઆપ બંધ થઈ જાય છે. આવા સમયે જો આપણે ઇન્ટરનેટ ર્સિંફગ માટે સાઈટોનો ઢગલો ઓપન કરી રાખી હોય અને બધી બંધ થઈ જાય તો ગુસ્સાનો પારો સાતમા આસમાને ચઢી જાય. પરંતુ આવી ગરમીમાં ગુસ્સાના પારાને શાંત રાખવા માટે ક્રોમમાં આ જ સમસ્યાનો ઉપાય છે. જેમાં તમારે એક સેટિંગ કરી રાખવું પડશે જેથી જ્યારે પણ તમારું બ્રાઉઝર ફરી ઓપન થશે ત્યારે છેલ્લી ઓપન કરેલી તમામ વેબસાઈટ તમને પાછી ઓપન થયેલી જોવા મળશે. આ માટે તમારે Tolls Optionsમાં જઈ Basic ટેબમાં Reopen the pages that were open last ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે.નોંધઃ ગૂગલ ક્રોમના અલગ અલગ વર્ઝનમાં તેના મેનુબાર અલગ અલગ હોય છે. જેથી Tools લખેલું ન મળે તો વિન્ડોમાં ઉપર જમણી બાજુ ખૂણામાં Tools ના સિમ્બોલ (પાના-પક્કડ જેવો સિમ્બોલ) પર ક્લિક કરવું.
ગુરુવાર, 31 માર્ચ, 2011
શું તમે મોબાઇલ પર ગુજરાતી કે અન્ય ભાશા વાંચી શકતા નથી ? શું તમે તેને વાંચવા માંગો છો ?
[1] સૌપ્રથમ આપના સેલફોનમાં 'GPRS' અથવા 'WAP'ની સુવિધા હોય તે જરૂરી છે. આ માટે આપના મોબાઈલ ફોન સાથે આવેલ પુસ્તિકા ચકાસો અથવા નજીકના વિક્રેતાનો સંપર્ક કરો. ત્યાબાદ આપના મોબાઈલમાં ઈન્ટરનેટ કનેકશન હોવું જરૂરી છે. આ માટે આપ જે તે મોબાઈલ સર્વિસ પૂરી પાડતી કંપનીનો સંપર્ક કરી શકો છો.
[2] મોબાઈલ પર ગુજરાતી વાંચવા માટે 'OperaMini' નામનું મોબાઈલ બ્રાઉઝર આવશ્યક છે. આ માટે આપના ફોન બ્રાઉઝરમાં 'm.operamini.com' ટાઈપ કરો અને સૂચના પ્રમાણે આપના ફોનને અનુરૂપ 'OperaMini' ડાઉનલોડ કરી લો. એ પછી તેને સામાન્ય પ્રોગ્રામની જેમ જ 'Install' કરો.
[3] એક વાર 'OperaMini' આપના સેલફોનમાં શરૂ થઈ જાય ત્યારબાદ નીચે આપેલા ચિત્ર પ્રમાણે વેબસાઈટનું સરનામું લખવાની જગ્યાએ opera:config લખો અને ઓકે કરો.
[4] આમ કરતાંની સાથે અહીં ઉપરની બાજુના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક વિશિષ્ટ પાનું ખુલશે
જેમાં સૌથી નીચેની તરફ લખેલ ‘Use bitmap fonts for complex scripts’ પર ધ્યાન આપો.
તેની બાજુમાં જે ‘No’ લખેલું છે તેને ક્લિક કરીને ‘Yes’ પસંદ કરો.
(નોંધ : આ ફેરફાર આપના મોબાઈલમાં એક જ વાર કરવાનો રહે છે.
આમ કરવાથી મોબાઈલ પર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓ વાંચી શકાય છે.)
[5] હવે નીચે આપેલ ‘Save’ ક્લિક કરો. એ પછી એક વાર 'OperaMini' માંથી બહાર નીકળી જાઓ.
Opera Mini બંધ કરીને ફ઼રીથી રી-સ્ટાર્ટ કરો.જેથી જમણી બાજું માં બતાવ્યા પ્રમાણે
આપ સ્પષ્ટ રીતે ગુજરાતીમાં તમામ લેખો વાંચી શકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સેલફોનમાં ઉપરોક્ત ફેરફાર કર્યા વગર પણ પ્રાદેશિક ભાષા વાંચી શકાય છે.
તેમ છતાં સ્પષ્ટ વાચન માટે આ ફેરફાર કરવો હિતાવહ છે.
જેઓ કોમ્પ્યુટર દ્વારા 'OperaMini' ડાઉનલોડ કરતા હોય તેમણે ખાસ ધ્યાનમાં રાખવું કે
'OperaMini' લગભગ તમામ વિવિધ પ્રકારના સેલફોન માટે ઉપલબ્ધ છે.
જેથી આપના ફોનને અનુરૂપ હોય તે જ પ્રકારનું વેબબ્રાઉઝર ડાઉનલોડ કરવું.
મંગળવાર, 22 માર્ચ, 2011
મારું ગુજરાત
હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇદી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
પણ હાર્યું ના કોઇદી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
પણ ઝૂક્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
પણ ટૂટ્યું ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
એમ હાર્યું ન કોઇદી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!
સાભાર: http://tahuko.com
સોમવાર, 21 માર્ચ, 2011
માઇક્રોસોફ્ટનું ક્લાઉડ કનેક્ટ ટૂલબાર
માઇક્રોસોફ્ટ વર્ડ પર કામ કરવા માટે તમે જ્યારે પણ કોઇ નવી ફાઇલ ખોલો છો તો તેને એક નવું નામ આપી સેવ કરવી પડે છે. ત્યાર બાદ પણ થોડી થોડી સેકન્ડ અને મિનિટે કંન્ટ્રોલ એસ આપીને તે ફાઇલને સેવ કરતા રહેવું પડે છે. આ દરમિયાન જો અચાનક વીજળી જતી રહે તો કમ્પ્યૂટર બંધ થઇ જાય છે અને લખેલી બધી મહેનત પર પાણી ફરી વળે છે.
હવે ગુગલની એક નવી એપ્લિકેશનની મદદથી તમારી મહેનત પર પાણી નહીં ફરી વળે. આ માટે ગુગલે માઇક્રોસોફ્ટ એપ્લિકેશન માટે એક ખાસ પ્રકારનું ક્લાઉજ કનેક્ટ ટૂલબાર લોંન્ચ કર્યું છે. આ ટૂલબારને એમએસ વર્ડ, પાવર પોઇન્ટ અથવા એક્સેસમાં ઇનબિલ્ડ કરવામાં આવ્યું છે.
જેની મદદથી ફાઇલને વારંવાર સેવ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ ટૂલબાર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. આ ટૂલબારની મદદથી યુઝર દુનિયાભરમાં ક્યાંય પણ કોઇ પણ જગ્યાએથી કોઇ પણ મશીનમાં સીધી રીતે એમએસ ઓફિસના ડેટાને ગુગલના સર્વરમાં સેવ કરી શકે છે. એમએસ ઓફિસમાં ક્લાઉડ કનેક્ટ ટૂલબાર સ્થાપિત કરવાની આ રણનીતિ ગુગલ માટે ઘણી ફાયદાકારક રહી છે.
માઇક્રોસોફ્ટની કુલ 62 અજબ ડોલરના વેચાણમાં એમએસ ઓફિસનો હિસ્સો ત્રીજા ભાગ જેટલો છે. કમ્પ્યૂટર યુઝર એમએસ વર્ડનો ઉપયોગ કરતા હોય છે. આવામાં જો આ એપિ્લકેશનને સફળતા મળી જશે તો તો ગુગલને એમસએસ ઓફિસનો સૌથી મોટા નેટવર્કનો ફાયદો થશે. આ ટૂલબાર માટે એક વાર ગુગલના એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે.
ત્યાર બાદ આ ટૂલબાર આપો આપ તમારો ડેટા સેવ કરી લેશે. બસ ક્લાઉડ કનેક્ટનો ફાયદો લેવા માટે તમારા પીસીને એક વાર ઇન્ટરનેટ સાથે કનેકટ કરવાનું રહેશે. જ્યાં સુધી યુઝરનું એકાઉન્ટ ગુગલમાં રહેશે ત્યાં સુધી તે વ્યક્તિનો ક્લાઉડ ડેટા ગુગલમાં સેવ રહેશે. બધા જ દસ્તાવેજને ઇનક્રિપટેડ તરીકે સુરક્ષિત રહેશે.
આ ડેટાને ફકત એવાં જ લોકો જોઇ શકશે અને બદલી શકશે જે આ ડોકયુમેન્ટની વેબલિંક સાથે જોડાયેલાં હશે. ક્લાઉડ કનેક્ટ ગુગલના ડોક્સ ઓફરિંગનું એક નવી પહેલ છે.
હા, પણ ડોકસ બજારમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં અસફળ રહ્યું છે, કારણ કે લોકો હજી પણ એમએસ ઓફિસ એપિ્લકેશન પર કામ કરવાનું વધારે પસંદ કરે છે.
ઓફિસ એપ્લિકેશનની કારોબારીમાં માઇક્રોસોફ્ટ બજારનો હિસ્સો 90 ટકા જેટલો છે. ક્લાઉડ ટૂલબાર માટે આ ફાયદાની વાત છે આ એમએસ વર્ડ સાથે ઇનબિલ્ડ કરીને વેચવામાં આવે છે, જે પહેલેથી જ લોકોની પહેલી પસંદ બનેલું છે. તમે તમારા આઇપોડ, પીસી અથવા સ્માર્ટફોન દ્વારા પણ આ અનોખા ટૂલબારનો ઉપયોગ કરી શકો છો.



