મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

શનિવાર, 21 મે, 2011

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યા ન  પહોંચે  રવિ,  ત્યા પહોંચે  કવિ .
જ્યા ન  પહોંચે કોઇ,  ત્યાં પહોંચે  ગુજરાતી .
જ્યા વસે ગુજરાતી, ત્યાં  મળે  ગુજરાત .
જ્યા વસે ગુજરાત,  ત્યાં મળે ગુજરાતી સંસ્ક્રુતિ .
જ્યા વસે ગુજરાતી સંસ્કૃતિ, ત્યાં મળે ગુજરાતી  માતૃભાષા.
જ્યા વસે ગુજરાતી માતૃભાષા,  ત્યાં મળે ગુજરાતી લેખક અને કવિ.
જ્યા વસે ગુજરાતી લેખક અને કવિ,ત્યાં ગુજરાતી ભાષા હરિયાળી  અને જીવંત છે.

શુક્રવાર, 20 મે, 2011

એન્ટીટેરરિસ્ટ સ્કવૉડ આવી શકે છે તમારે દરવાજે


તમે હજી તો આ લેખ વાંચવાની શરૂઆત કરી હોય, ત્યાં ડોરબેલ વાગે અને તમે ઊભા થઈ દરવાજો ખોલો, તો સામે, આતંકવાદીઓના ઇમેઇલનું પગેરું દબાવતી પોલીસ ઊભી હોય એવું બની શકે છે. પછી, તમે નિર્દોષ નાગરિક છો એવું સાબિત કરવાની જવાબદારી તમારી.
રૂવાડાં ઊભાં થઈ ગયાં? હમણાં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પહેલાં એ વિશે મીડિયાને જાણ કરતા ઇમેઇલનું મૂળ શોધતી પોલીસ નવી મુંબઈના એક એપાર્ટમેન્ટ સુધી પહોંચી. કોમનસેન્સ કહે છે કે આતંકવાદ સાથે સંકળાયેલી વ્યક્તિ પોતાના ઘરેથી આવા ઇમેઇલ કરે નહીં, પણ પોલીસે તો તપાસ કરવી જ રહી. એ કેસમાં જે સત્ય બહાર આવે તે, ટૂંકી વાત એટલી કે આવું મારી-તમારી કોઈની પણ સાથે થઈ શકે છે, કેમ કે ઇમેઇલ સ્પૂફિંગનો શિકાર કોઈ પણ બની શકે છે.
શું છે આ ઇમેઇલ સ્પૂફિંગ? સાદી ભાષામાં કહીએ તો, તમે જેને ઓળખતા પણ ન હો એવી કોઈ ભળતી જ વ્યક્તિ તેના ઇમેઇલ ‘તમારા નામે ચઢાવીને’ બીજાને મોકલે તેને ઇમેઇલ સ્પૂફિંગ કહેવાય. આવા ઇમેઇલમાં વાઇરસ મોકલ્યા હોય કે કોઈને ગાળો ભાંડી હોય, કોઈને અશ્લિલ ફોટોગ્રાફ મોકલ્યા હોય કે બોમ્બ બ્લાસ્ટની આગોતરી શેખી કરી હોય – આવી કોઈ પણ ગુનાહિત બાબતની જવાબદારી તમારા શિરે આવે કેમ કે એ ઇમેઇલના મથાળે ઇમેઇલ મોકલનાર તરીકે, ‘ફ્રોમ’માં તમારું ઇમેઇલ આઇડી હોય. પછી તમારા કમ્પ્યૂટરનું આઇપી એડ્રેસ મેળવીને તમારા દરવાજે ટકોરા મારતાં પોલીસને વાર લાગે નહીં.
ઇન્ટરનેટની જેટલી ઉજળી બાજુ છે એનાથી કંઈક ગણી વધુ કાળી, બિહામણી બાજુ છે. અહીં તમારે પોતે જ સાવધ રહેવાનું છે. તમારા બચાવ માટે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી પડે. જેમ કે…
  • તમારા ક્મ્પ્યૂટરમાં અચૂક એન્ટીવાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરો અને તેને સતત -સતત – અપડેટ કરતા રહો.
  • ઇમેઇલ હોય કે બીજી કોઈ પણ સાઇટ, તમારો પાસવર્ડ વારંવાર બદલો. કોઈ સહેલાઈથી ધારણા બાંધી શકે એવા પરિવારજનોનાં નામના પાસવર્ડ ન વાપરો. અક્ષર અને આંકડાબંનેનો ઉપયોગ કરીને પાસવર્ડ બનાવો.
  • તમારો પાસવર્ડ કોઇને જણાવો નહીં. નેટબેંકિંગનો ઉપયોગ કરતા હોય તો તો ખાસ. તમારી બેંક પણ ઇમેઇલમાં તમારો પાસવર્ડ પૂછશે નહીં – ક્યારેય નહીં.
    તમારી અંગત માહિતી ક્યારેય નેટ પર કોઈને આપો નહીં.
  • ઇમેઇલ કે કોઈ પણ પ્રોગ્રામમાં લોગ-ઇન થયા હો તો કામ પત્યે અચૂક લોગઑફ કરો.
  • કોઈ પણ અજાણ્યા ઇમેઇલનાં એટેચમેન્ટ ક્યારેય ખોલો નહીં કે તેનો જવાબ ન આપો.ઉશ્કેરણીજનક કે લોભામણા કે મદદ કરવાની ઇચ્છા થઈ આવે એવા ઇમેઇલની બિલકુલઅવગણના કરો. તમારા ઇમેઇલ પ્રોગ્રામમાં આવા મેઇલને ‘સ્પામ’ તરીકે રિપોર્ટ કરવાની સુવિધા હશે. એનો ઉપયોગ કરો.
  • આમ કરવા જતાં ક્યારેક ખરેખર ઉપયોગી ઇમેઇલ ડિલિટ થવાનું જોખમ ખરું, પણ એનાથી જેટલું નુક્સાન થશે એનાથી અનેકગણું વધુ નુક્સાન ટાળી શકશો

ફેસબુક નો ડેટાબેઝ હવે નેટ પર - જરા ચેતજો...


હુ સર્ફીન્ગ કરી રહ્યો હતો ત્યા તો સામે એડવર્ટાઈઝ આવી કે ફેસબુક ડેટાબેઝ ડાઊલોડ કરો, હુ તો ચોકી ઉઠ્યો કે શુ આ સાચુ હોઈ શકે ?? તેના પર ક્લીક મારિ તો સામે તેજ ડેટાબેઝ ધરાવતુ ફોટો આવી ગયો તમે જોઈ શકો છો

મિત્રો, ૨૮-૦૭-૨૦૧૦ ના રોજ ફેસબુક ના યુસર્સ નો ડેટાબેસ ૧૦૦ મિલીયોન યુસર્સ નુ 
આઈડી, પાસવર્ડ, ઈ-મેઈલ એડ્રસ, સીટી, વગેરે માહીતી ધરાવે છે.
કોઈ હેકર્સ એ હેક કરી  નેટ ની અમુક સાઈટ પર મુકાઈ ગયો છે.
તો તમે તમારૉ પાસવર્ડ બદલી રાખો તેજ હિતાવહ છે...
(વિશાલ સાવલિયા)

જિન્દગી અને જીવન વચ્ચે શુ તફાવત છે


 જિન્દગી અને જીવન વચ્ચે  શુ તફાવત છે?  આમ જોઇએ  તો બન્ને એક બીજા  સાથે સંક્ળાયેલા  છે છતા  પણ અલગ  છે,  આ  દુનિયા  સાથે  આપણી  જિન્દગી  જોડાયેલી  છે,અટ્લે  તેમાં  દુનિયાના  લોકો તેમજ સમાજ,પરિવાર,કુટ્મ્બ આવે અને તેમા  આપણા ઘરના  દરેક  સભ્ય  આવે અને  તેની  અંન્દર રહીને  આપણે આપણુ   જિવન   જિવવાનુ  હોય,  વ્યતિત   કરવાનુ   હોય  છે.   એક   વ્યક્તિ  માટે  જિન્દગી   અને   જિવન   બન્ને સાથેજ  ચાલતા  હોય   છે,છ્તા  પણ   દરેક   વ્યક્તિનુ   જિવન  સર્ખુ   હોતુ  નથી   અલગ – અલગ  હોય   છે. જીવન  પોતાની   જાતે   જીવવાનુ   હોય,  દરેકને    જીવન  પોતાનુ   હોય , પોતાની   રીતે   રહેવાનુ  હોય જ્યારે જિન્દગી  પરિવારજન  સાથે   જીવવાની   હોય.  જિન્દગીમા  સમાજે , શાત્રોએ   જે  નિતી  નિયમ   બનાવ્યા હોય   તે પ્રમાણે    જીવન   જીવવાનુ  હોય .  જિન્દગી   એક   સફર  છે  અને  તેમા   આ  જીવન   રુપી   ગાડી ચાલી   રહી  છે.
            જિન્દગી    એક   સુહાના   સફર   છે  ,   સુન્દર    છે     પરંન્તુ  આપણુ     જીવન   નીરસ હ્શે,  દુખી   હ્શે તો  જિન્દગી    બોજમય ,  કઠીન અને   ભારરુપ    લાગશે .   આપણે   આપણુ   જીવન  ખુશીથી , આનન્દમય બનાવીને  જીવીયે   તો   જિન્દગી  પણ    સુન્દર  લાગશે . આ મ્રુત્યુલોક્માં   જ્ન્મથી  મરણ  સુધીનુ  જીવન એજ આપણ્રી   જિન્દગી   છે .  આમ  જીવન   વિના જિન્દગી    નથી    અને   જિન્દગી   વિના  જીવન    નથી .
  •  જિન્દગીમાં  અનેક  વ્યક્તિ છે —– જીવન એક વ્યક્તિ  માટે  મર્યાદિત  છે.
  •  જિન્દગી   આનન્દમય  છે —–  જીવન  દુખી  હોઇ  શકે  .
  •  જિન્દગી   લામ્બી  છે  —– જીવન   ટુકુ   હોઇ  શકે .
  •  જિન્દગી ખુબસૂરત  છે —- જીવન  પોતાના પાપ કર્મો પ્રમાણે  બદ્સૂરત હોઇ  શકે .
  •  જિન્દગી સરળ  છે  ——  જીવન  કઠીન  હોઇ  શકે .
  •  જિન્દગી   પહેલી છે —– જીવન સંર્ઘષ  હોઇ  શકે .
  •  જિન્દગી સવાલોથી ભરેલી છે —- જીવનને  જવાબ   શોધવાના હોય .
  •  જિન્દગીમા અલગ અલગ જાતના  ઘણા બધા લોકો હોય —  જીવનમાં એક્જ માણસમા જાત-જાતના અનેક ગુણો ભરેલા  હોય .
            ભગવાને   બહુ   સરસ  જિન્દગી આપી છે   તો  જીવન   હ્સી-ખુશી જીવવાનો પ્રયત્ન   કરવો   પડે . જેટ્લુ    સાદાઇ વાળુ જીવન એટ્લો  જિન્દગીમાં સંર્ઘશ   ઓછો   થાય

શુક્રવાર, 6 મે, 2011

મિત્ર


મિત્ર એ નથી જે આપના કામ આવે,
મિત્ર તો એ છે જે તમારી ટી’શર્ટ માંગીને લઇ જાય,
અને ક્યારેય પાછી ન આપે…..
મિત્ર એ નથી જે તમને પાર્ટી આપે,
મિત્ર તો એ છે જે તમારા ઘરે આવે અને જમવા બાબત કહે,
“આજે શું બન્યુ છે? જે પણ હોય જલ્દી લઇ આવ”….
મિત્ર એ નથી જે ફોન કરી મળવા આવે,
મિત્ર તો એ છે જે ઘરની સામે આવી મેસેજ કરે,
“બેવકુફ,બહાર આવ”……
મિત્ર એ નથી જે જનાજામા આવે,
મિત્ર તો એ છે જે કબર પર ટી’શર્ટ લઇ આવે અને કહે,
“લે નથી જોઇતો અહેસાન, ચલ ઉઠ અને મારી મિત્રતા પરત કર”

અમે તો નવુ કરીયે છીએ


પ્રેરણા તમારાથી લઇએ છીએ,
અમે તો નવુ નવુ કંઇ કરીયે છીએ,
પણ આજકાલ તમે પણ રીસાયા,
અમે તો બસ મનાવીયે છીએ,
કહો છો બહુ થયુ હવે,
અમે તો તેમા પણ પ્રેરણા લઈયે છીએ,
મજ્ધાર પર મુકી જતા રહ્યા,
અમે તો એકલા તરતા રહીયે છીએ,
વાંધો નહી, હશે કોઇ મજબુરી,
અમે તો એ પ્રેરણાથી પણ નવુ કરીયે છીએ.
નીશીત જોશી

Boss, આ ગુજરાત છે !


અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
Boss, આ ગુજરાત છે !
 
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
Yes, આ ગુજરાત છે !
 
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
 
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
 
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
 
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે 

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More