મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શનિવાર, 2 જુલાઈ, 2011

ઓનલાઇન સફળતાની સીડી

પૂણેનાં પ્રવિતાબહેને ૨૦૦૯માં ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો, ત્યારે એમને કલ્પના પણ નહોતી કે આ શરૂઆત રાજસ્થાનની પ્રખ્યાત થેવા કલાને દુનિયાભરમાં પ્રખ્યાત કરી દેશે. બેંગલુરુની કાકોલી ઓનલાઇન બિઝનેસ દ્વારા એ ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોની હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટની વસ્તુનો પ્રચાર કરે છે.

આ ઉદાહરણો એવી મહિલાઓનાં છે, જે પોતાના વ્યવસાયમાં ઇન્ટરનેટના માધ્યમથી ઝડપથી પ્રગતિ કરી રહી છે. ઇન્ટરનેટે ભૌગોલિક અંતરમાં તો ઘટાડો કર્યો જ છે, તે સાથે વેપારની સીધી પદ્ધતિઓમાં પણ પરિવર્તન આણ્યું છે. તમે પણ ઇન્ટરનેટના માધ્યમથી ઘરેબેઠાં બિઝનેસ કરવાની ઇચ્છા પૂરી કરી શકો છો. 

કેવી રીતે કરું શરૂઆત?: જો તમને કોમ્પ્યૂટરની થોડીઘણી જાણકારી હોય તો ઓનલાઇન બિઝનેસ કરવાનું તમારા માટે અત્યંત સરળ છે. જવેલરી, કપડાં, પુસ્તકો, હસ્તકલા વગેરે જેવી અનેક વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરી શકાય છે. ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરવાનું પસંદ કર્યા પછી અગત્યનું છે - તમારી બિઝનેસ વેબસાઇટનું ડિઝાઈનિંગ અને તેનું લોંચિંગ

આકર્ષક હોય વેબસાઇટ: વધારે સારા પરિણામ મેળવવા માટે બિઝનેસ વેબસાઇટ આકર્ષક અને ઉપયોગમાં સરળ હોય એવી હોવી જોઇએ. એ માટે પ્રોફેશનલ વેબ ડિઝાઈનરની મદદ લઇ શકો. એક વેબસાઇટ બનાવવા માટે સામાન્ય રીતે વીસથી પચીસ હજારનો ખર્ચ થઇ શકે છે. ઉપરાંત, તેનો આધાર તમે સાઇટ પર કેટલા ઉત્પાદનો મૂકવા ઇચ્છો છો તેના પર પણ રહે છે. વેબસાઇટની પબ્લિસિટી માટે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (એસઇઓ)નો ઉપયોગ કરો. આથી કોઇ પણ વ્યક્તિ સર્ચ એન્જિનમાં તમારા બિઝનેસ અંગેની જાણકારી કે શબ્દ લખે કે તરત તમારી સાઇટની લિંક પરિણામોના પ્રથમ પાનાંમાં જ જોવા મળશે. એટલે કે આ વિકલ્પ અપનાવીને તમે વધુમાં વધુ લોકો સુધી તમારા બિઝનેસની માહિતી પહોંચાડી શકશો. 

ચૂકવણીના વિકલ્પ: ઓનલાઇન બિઝનેસમાં ચૂકવણી પણ ઓનલાઇન જ થાય. તે માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા પે-પાલના વિકલ્પ પસંદ કરી શકાય. આ ત્રણેય વિકલ્પોમાં ગ્રાહકે કેશ પેમેન્ટની જરૂર નથી પડતી કેમ કે પેમેન્ટ ઇલેકટ્રોનિક ટ્રાન્સફર દ્વારા તેના બેંક એકાઉન્ટમાંથી કરી દેવામાં આવે છે.

પડકાર: ઓનલાઇન બિઝનેસમાં સૌથી મોટો પડકાર વિશ્વસનીયતા અને આબરૂનો છે. લોકો આ કારણસર ઓનલાઇન ખરીદી કરતાં નથી. આ માનસિકતા બદલાવામાં સમય લાગશે. કોમ્પ્યૂટર શિક્ષણનો અભાવ પણ આમાં અવરોધક છે.

1 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More