મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

સફળતા

તમે જેવું વિચારસો તેવું તમારા જીવન માં બનશે .

ઉદાહરણ તરીકે નાનું બાળક સાયકલ શીખતું હોય ત્યારે તમે એમ કહેશો કે જો સામે ઝાડ છે તેને સાયકલ અથડાવતો નહિ તો શું થશે ખબર છે? તેની સાયકલ તે ઝાડ શાથે જ અથડાશે કારણ કે તમે તેના માઈન્ડ માં વિચાર મુક્યો માટે એટલેકે તમે જેવું વિચારો છો તેવું તમારા જીવનમાં બનશે એટલે હમેશા પોઝેટીવ વિચારો તેટલું પોઝેટીવ બનશે

જેમાં કે તમે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો અને તે કાર્ય વિશે જે પણ વિચાર આવશે તે પ્રમાણે તે કાર્ય નું પરિણામ આવશે જેમકે તમે શરૂઆતમાં તેના વિશે નેગેટીવ વિચારેલ હશે તો તેકાર્ય નું પરિણામ સારું નહિજ આવે ,પણ તેના વિશે પોઝેટીવ વિચારેલ હશે તો તેનું પરિણામ શારુજ આવશે ,આવું કદાચ તમારા જીવન માં બનેલું હશે જરા શાંતિથી વિચારજો

કોઈ પણ કાર્ય શરુ કરતા પૂર્વે તમારા માઈન્ડ માં અસંખ્ય વિચારો આવશે તેમાં નેગેટીવ અને પોઝેટીવ જે વિચારો તમારા પર હાવી થશે તે પ્રમાણે તમારા કાર્ય નું પરિણામ મળશે તેથી તો હમેશા પોઝેટીવ વિચારો ,એવું કેટલી વખત બનેછે તમે લાખ પ્રયત્ન કરો છતાં તમારા ઉપર નેગેટીવ વિચાર હાવી થયા વગર રહેતા નથી ,આનું કારણ શુંછે? આવું કેમ બનેછે ? જરા વિચારો

આનું કારણ તમારા જીવન માં બનેલી ઘટના જેના દ્વારા તમે ચોક્કસ માન્યતામાં માનવા લાગો છો ઉદાહરણ તરીકે જોઈ એ કે નાનપણ માં

વડીલો દ્વરા તમને કહેલા શબ્દ જેમકે તારા થી આ કામ નહિ થાય ,તારામાં બુધિ છેજ નહિ ,તારા કામમાં ભલીવાર હોયજ નહિ .તુંતો ડફોળ છે ,

વગેરે વગેરે જે વાક્યો નાનપણ માં મળેલા છે ,અને સતત સાંભળતા આવ્યા છો જે સમય જતા માન્યતામાં બધાઈ જાય છે ,અને તમે પણ તેવું

વિચારતા થાવ છો ,અને આવક્યો હકીકત માં તેવાજ પરિણામ આપવા લાગેછે .આમાંથી બહાર કેવીરીતે નીકળાય ?

તમારી જાતને ચાહો

પહેલા સોઉં પ્રથમ તમારી જાતને ચાહતા શીખો તમારી જાતમાં વિશ્વાસ રાખો તમારાથી ક્યારે કોઈ ભૂલ થાય ત્યારે તમારી જાતને દોશી ના ગણો

તમારાથી થયેલ ભૂલ નો ભાર લઈ તામાંરીજાતને તેના ભાર નીચે ના દબાવો ,ભૂલ તો દરેક વક્તીથી થાય છે ,મતલબ જે કામ કરે છે તેનાથી ભૂલ થવાની
સમભાવના રહેવાનીજ ભૂલમાંથીજ કઈક નવું શીખવા મળશે ,જયારે તમારાથી કયારે ભૂલ થાય ત્યારે તે ભૂલ ને ભૂલી નવા જોસ સાથે


પ્રયત્ન + પરિશ્રમ + પ્રતીક્ષા = સફળતા(અંતરનો એક તાર )

 

સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. એને માટે ઉપર કહ્યું તે સફળતાનું શ્રેષ્ઠ સમીકરણ છે. જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે સહુપ્રથમ તો આપણે પ્રયત્ન કરવો પડશે અને એને માટે પરિશ્રમ અનિવાર્ય છે અને છેલ્લે પ્રતીક્ષા કર્યા બાદ સફળતા મળતી હોય છે. કુદરતનો પણ આ નિયમ છે. પ્રયત્નપૂર્વક ખૂબ જ પરિશ્રમ કરીને જમીનમાં વાવવામાં આવેલ બીજનાં અંકુરને જમીનમાંથી ફૂટીને બહાર આવવા માટે પ્રતીક્ષા કરવી પડતી હોય છે અને ત્યાર બાદ ચાર-પાંચ મહિના પછી એમાંથી અનેકગણું થઈને અનાજ પ્રાપ્ત થતું હોય છે, પરંતુ આજે આપણે ‘રેડીમેડ’ અને ‘ઈન્સ્ટન્ટ’ના જમાનામાં જીવી રહ્યા છીએ અને સફળતા પણ ‘ઈન્સ્ટન્ટ’ જોઈએ છે, પરંતુ એવી ‘ઈન્સ્ટન્ટ-ફટાફટ’ સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. આ સંદર્ભમાં બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન્ટ ર્ચિચલના જીવનનો એક સુંદર પ્રસંગ છે.
બ્રિટનના વિશ્વપ્રસિદ્ધ બનેલા વડા પ્રધાન વિન્સ્ટન્ટ ર્ચિચલને તેમના જીવનમાં લગભગ ૬૦ વર્ષની ઉંમર સુધી કોઈ મોટી સફળતા કે પ્રસિદ્ધિ મળ્યાં ન હતાં. એમના જીવનમાં અનેક નિષ્ફળતાઓ  અને વિપત્તિઓના વાવાઝોડાં ફૂંકાઈ ચૂક્યા હતા. આ બધાથી હારી-કંટાળીને તેઓ સાવ નિરાશ અને નાસીપાસ થઈ બેસી ગયા હતા. તેમણે  પોતાની કારકિર્દીનો અંત જ આવી ગયો એમ માની લીધું હતું. ત્યારે તેમના જીવનમાં શ્રદ્ધા અને આશાનો દીપક જલતો રાખવા તેમના બેટરહાફ એવાં પત્ની શ્રીમતી ક્લેમેન્ટાઈને ભગીરથ પ્રયાસો કર્યા હતા. તેમણે ર્ચિચલને સમજાવ્યું કે, ‘માય ડિયર, અત્યાર સુધીના તમને નિષ્ફળ લાગતાં વર્ષો એ કંઈ સાવ એળે ગયાં નથી. એ બધું તો હવે પછી મળનારી સફળતાની પૂર્વ તૈયારીરૃપે છે...’ અને એ શબ્દો ર્ચિચલના હૃદયને હચમચાવી ગયા. તેઓ પોતાની બધી જ નિરાશા અને નિષ્ફળતાઓને એક બાજુએ મૂકી ઉત્સાહ સાથે ફરીથી ઊભા થઈ ગયા. ગીતાના શબ્દોમાં કહીએ તો તેઓ ‘વિગત-જ્વર’ એટલે આપત્તિઓના જ્વરથી મુક્ત બની જીવન-સંગ્રામમાં યુદ્ધ લડવા કટિબદ્ધ બન્યા. આ રીતે ૬૦ વર્ષની ઉંમર પછી ર્ચિચલના જીવનની સફળ કારકિર્દીનો આરંભ થાય છે અને ત્યાર પછીનો ઈતિહાસ તો જાણીતો છે.
આપણા સહુના જીવનમાં પણ આવી નિરાશાની ક્ષણો આવતી હોય છે. આવા સમયે હિંમત હારી જઈ, નાસીપાસ થઈ બેસી જવાથી ચાલશે નહીં.  જીવનમાં મળતી નિષ્ફળતા એ વાસ્તવમાં તો સફળતા માટેનું સોપાન હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે, ‘નથીંગ ઈઝ વેસ્ટેડ, એવરીથિંગ ઈઝ ઇનવેસ્ટેડ.’ અર્થાત્ કરેલો કોઈ પણ પ્રયત્ન વ્યર્થ જતો નથી, એ તો કરેલા મૂડીરોકાણના જેવો છે. તેને માટે આપણે નિરંતર પ્રયત્ન અને પરિશ્રમ કરતાં રહેવું પડશે અને ત્યાર બાદ થોડીક પ્રતીક્ષા પછી સફળતા આવીને સામેથી ઊભી રહી જશે.

 

 

સફળતા આપણા હાથમાં જ છે – સુધીર દેસાઈ

 

આપણે બધા રોજ કામ ઉપર જઈએ છીએ. એ પછી નોકરી હોય કે ધંધો. જે લોકો નિવૃત્ત થઈ ગયા છે એ જ ઘેર હોય અથવા પોતાને ગમતી રીતે કે ન ગમતી રીતે સમય – જિંદગીનો સમય પૂરો કરતા હોય છે. પણ આજે જે વાત મનમાં રમે છે તે વાત છે રોજ કામ કરવા જતા માણસોની. રોજ કામ ઉપર જતો માણસ ક્યારેક કામમાંથી વેકેશન લેવાનો પણ ક્યારેક ક્યારેક વિચારતો હોય છે. અને આ વેકેશનના સમય દરમ્યાન એ કંઈ પણ ધ્યાન એના કામ ઉપર આપી શકે એમ નથી. એ, એ જાણતો હોય છે. એટલે એ જ્યારે રોજ કામ ઉપર જતો હોય છે ત્યારે ઘણાંયે કામ એવાં હોય છે જે બીજા દિવસ ઉપર ઠલવાતાં હોય છે. અને એ જાણે છે કે આજે નથી થયું તો કાલે કરી દેશે એટલે કોઈને ઑફિસમાં તકલીફ નહીં પડે.
પણ એ જેવું નક્કી કરે છે કે ફ્લાણી તારીખથી એ વૅકેશન ઉપર જવાનો છે, દસ દિવસ માટે કે પંદર દિવસ માટે, એટલે એને એનાં બાકી રહેલાં કામ યાદ આવે છે. અને વેકેશન ઉપર ગયા પછીના દસ પંદર દિવસમાં આવનારા કામ યાદ આવે છે. એ જાણે છે કે આ બધાં કામ પૂરાં નહીં કરે અને જો વેકેશન ઉપર જતો રહેશે તો ઑફિસના માણસોને તકલીફ પડશે. એમને એનું વધારાનું કામ કરવું પડશે અને જો એ કામ જે રીતે કરવું જોઈએ એ રીતે નહીં થાય તો ઑફિસમાં ધમાલ થઈ જશે. એટલે એ રોજ થોડાં થોડાં, રોજ કરતાં વધારે કામ કરવા માંડે છે. અને વેકેશન ઉપર જવાના આગલા દિવસની રાત્રે સૂતી વખતે થોડીવાર વિચારી લે છે કે આવતીકાલે ઑફિસમાં એક પછી એક ક્યા ક્રમમાં કામ કરવા માંડે કે જેથી એ ઑફિસ બંધ થાય તે પહેલાં બધાં જ કામ પૂરાં કરી શકે. અને વેકેશન ઉપર જવાનું છે એટલે ઘરનાં પણ અમૂક કામ પૂરાં કરવાના હોય છે.

એટલે બીજે દિવસે સવારે ઉત્સાહની સાથે કામ કરવા માંડે છે એક પછી એક. એનું બધું ધ્યાન એણે નક્કી કરેલાં બધાં કામ પૂરાં કરવા તરફ જ હોય છે. કોઈની જોડે એક મિનિટ પણ ફાલતું વાત કરવામાં કે અહીં તહીં રખડવામાં બગાડ્યા વગર કામમાં જ મંડ્યો રહે છે. અને જ્યારે ઑફિસનો સમય પૂરો થઈ જાય છે ત્યારે તેણે પણ એનાં બધાં કામ પૂરાં કરી દીધાં હોય છે. અને ઘેર જતાં જતાં ઘરનાં પણ બધા કામ એ પૂરાં કરતા જાય છે જેથી એના વેકેશનનો સમય એ સંપૂર્ણ આનંદ સાથે વીતાવી શકે.
હવે આપણે જરા આ વાતને જુદી રીતે જોઈએ. આ છેલ્લા દિવસે એણે જેટલું કામ કર્યું ઑફિસનું કે ઘરનું એટલું કામ એણે ક્યારેય કર્યું નથી. આટલા બધા કામ કરવાની એની કૅપેસીટી છે પણ એ આટલાં કામ રોજ કરતો નથી. પણ જો આ વૅકેશન ઉપર જવાના આગલા દિવસે જે રીતે સમયની ગણતરી કરીને એ કામ કરે છે એ રીતે રોજ કરે તો ? તો એનાથી એની કંપનીને ખૂબ મોટો ફાયદો થાય. એને નોકરીમાં બઢતી મળવાની શક્યતાઓ કેટલી બધી વધી જાય ! વળી માનો કે કંપનીમાંથી થોડાક માનવીઓને ઓછા કરવાની જરૂર ઊભી થાય તો એમાં એનો નંબર તો ન જ લાગે. એનાથી તો કંપનીને ફાયદો થતો હોય છે.
વળી, આ જ રીતે ઘરનાં પણ કોઈ કામ બાકી ન રહે એટલે ઘરમાં પણ ક્યારેય તકલીફ ઊભી ન થાય. પણ આપણે આપણામાં રહેલી શક્તિનો ક્યારેય પૂરેપૂરો ઉપયોગ કરતા જ નથી અને પરિણામે આપણે હેરાન થઈએ છીએ એટલું જ નહિ બીજાને પણ હેરાનગતિ કરીએ છીએ. આપણામાં શક્તિ ન હોય, આપણે કરી શકીએ તેમ ન હોઈએ તો જુદી વાત છે. પણ આપણામાં શક્તિ છે જ અને આવા સમયે આપણને ખબર પણ પડી જાય છે કે આપણામાં કેટલી શક્તિ ભરેલી પડી છે.
અને સૌથી ખરાબ વાત એ છે કે આપણામાં રહેલી શક્તિની વાત આપણને ખબર હોય છે જ. અને એટલે જ વૅકેશનની આગલી રાત્રે આપણે કયું કામ પહેલું કરવું અને પછી કયા ક્રમમાં બીજા કામ કરવાં તેનું આયોજન કરી શકીએ છીએ. નહીં તો આ શક્ય જ ન બનત. અને એનાથી પણ ખરાબ વાત એ છે કે એકવારના અનુભવ પછી તો આપણને ખબર પડી જાય છે પૂરાવા સાથે. અને છતાં વેકેશનમાંથી પાછા આવ્યા પછી એટલી જ ઝડપથી આપણે બધાં કામ પૂરાં નથી કરતાં. કુરાનમાં કહ્યું છે કે એ લોકો નસીબદાર છે કે જેમની પાસે પોતાનું કામ હોય છે.
આપણને આપણી શક્તિનો અનુભવ કરવાની અને કરાવવાની એક તક મળતી હોય છે રોજ. રોજ આ તક આપણાં બારણાં ખખડાવે છે. પણ આપણે એ તક વેડફી દેવામાં હોશિયારી સમજીએ છીએ. આપણે જેટલું કામ આજે કરી શકીશું એનાં કરતાં વધારે કામ જો સહેજ કાળજી રાખીશું તો કાલે કરી શકીશું. એમ જ આપણી શક્તિ રોજ વધતી જશે. કસરત કરનાર જાણે છે કે પહેલે દિવસે એક હજાર ઊઠબેસ ન કરી શકાય. પણ રોજ ઊઠબેસ કરીએ ને રોજ નહીં તો થોડાથોડા દિવસે ધીમે ધીમે વધારતા જઈએ તો રોજની એક હજાર ઊઠબેસ કરી શકાય. ગાનારાઓ પહેલા દિવસથી જ સરસ ગાઈ નથી શકતા કે લાંબા સમય સુધી ગાઈ નથી શકતા. પણ રોજ રિયાઝ કરવાથી અને એનો સમય ધીમે ધીમે વધારતા જવાથી મોટા ગાયક બની જ શકાય છે.
અંગ્રેજીમાં કહેવત છે કે ‘રોમ શહેર એક દિવસમાં બન્યું ન હતું.’ પણ એને માટે આપણી શક્તિઓ વધારવાની દાનત જોઈએ અને જેટલી શક્તિ ઈશ્વરે આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાની દાનત જોઈએ. તો જ જીવનમાં વિકાસના રસ્તે આગળ વધી શકાય. માની લો કે આવો વિચાર આપણને આજ સુધી આવ્યો ન હતો. કંઈ નહીં. ભૂતકાળને રડ્યા બેસવાથી સમયની બદબાદી સિવાય કંઈ મળવાનું નથી. એટલે ભૂતકાળને વાગોળ્યા કરવાનું બંધ કરીને જાગ્યા ત્યાંથી શરૂ જ કરી દેવાનું છે. આજે તો વિચાર મનમાં આવ્યો છે ને ? બસ, આજથી જ આપણે ઝડપથી આપણા કામ પતાવવા માંડવાના. સમય એ આપણી ચૅકબુક જેવો છે. એના ઉપર કોઈ બીજાને લખવા દેવાનું નહીં. આપણે જ એનો ઉપયોગ કરવાનો અને આપણા વિકાસ માટે જ સતત ઉપયોગ કરવાનો. અને જો એમ કરીશું તો ઑફિસનાં કામ અને ઘરનાં કામ તો પૂરાં જલદી થઈ જશે અને પછી પણ સમય વધશે. અને એનો ઉપયોગ આનંદ પ્રાપ્ત કરવામાં પણ કરી શકાય. પૈસાથી આનંદ નથી મળતો. આનંદ સરસ ચોપડી વાંચવાથી, સરસ ઊંઘવાથી મળી શકે. મોંઘા પલંગથી મળતા આનંદ અને સરસ ઊંઘથી મળતા આનંદમાં ઘણો તફાવત છે. પલંગ મોંઘો હોય તો એના કારણે સરસ ઊંઘ ન આવે.
કામ સમયસર અને સરસ રીતે પૂરું કરીએ તો જે સંતોષ મળે એનાથી સરસ ઊંઘનો આનંદ મળી શકે. પણ મૂળમાં વાત એક જ છે કે ઈશ્વરે આપણામાં અગાધ શક્તિ મૂકી છે અને આપણામાં સમજ જ નથી કે એનો લાભ કેવી રીતે લેવો. એક હજાર ઊઠબેસ કરનારા ગામા પહેલવાને આખાયે ભારતમાં નામ કર્યું હતું. આજે એ અમર થઈ ગયો છે. પણ એણે સમયનું આયોજન કરી શક્તિનો સતત વિકાસ કર્યો. મહાપુરુષોના ફોટાને આપણે વંદન કરીએ છીએ પણ એમની પાસેથી જે શીખવા જેવું છે તે નથી શીખતા. એમનામાં અને આપણામાં કોઈ જ ફરક નથી. એમને એમની શક્તિની ખબર છે અને એનો ઉપયોગ કરે છે. આપણને કાં તો આપણામાં રહેલી શક્તિની ખબર નથી અથવા એનો ઉપયોગ કરી જીવનમાં આગળ વધાવાની દાનત નથી. માત્ર વગર મહેનતે ખાવું છે. – ફરક હોય તો માત્ર આટલો છે. સફળતા આપણા હાથમાં જ છે.



કોઇની મદદ લઈને ઊંચા સ્થાન સુધી પહોંચી તો જવાય, પણ જો પોતાનામાં યોગ્યતા નહીં હોય તો એ સ્થાન પર ટકી નહીં શકાય. 

 

એક મરઘો અને બળદ સારા દોસ્ત હતા. બળદ ખૂબ મહેનત કરતો એટલે ખેડૂત એને પૌષ્ટિક ભોજન આપતો. મરઘો જરા નબળો હતો અને દૂર સુધી ઊડી નહોતો શકતો. એક સાંજે બન્ને દોસ્ત મળ્યા ત્યારે મરઘાએ અફસોસ કરતાં કહ્યું, ‘મારે આ ઝાડની ટોચ પર પહોંચવું છે, પણ મારામાં એટલી શકિત નથી.’ બળદે એને આમંત્રણ આપ્યું કે એ રોજ પોતાની સાથે જ ભોજન કરે. પહેલા દિવસના ભોજનથી એ ઝાડની સૌથી નીચલી ડાળી સુધી પહોંચવામાં સફળ થયો. બીજે દિવસે પૌષ્ટિક દાણા ખાઇને એ થોડી ઉપરની ડાળી સુધી પહોંચી શક્યો. આમ કરતાં એ બે અઠવાડિયાં પછી ઝાડની ટોચ પર પહોંચવામાં સફળ થઇ ગયો. એ જ વખતે એક ખેડૂતની એની પર નજર પડી અને એણે તીરથી મરઘાને વીંધી નાખ્યો.

 

 

સફળતા વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો અત્રે રજુ કરેલ છે.

 

 

૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

 

 

 

 

1 ટિપ્પણી(ઓ):

भाइ अलग अलग कलर मां लखेल छे. खूब सारु लागे छे. परंतु अमुक कलर मां लखेल बिलकुल वंचातु नथी
आशा छे आप श्री ध्यान मा लेशो.

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More