મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

ગઝલ અને શાયરીઓ

શાંત ઝરુખે.......


શાંત ઝરુખે વાટ નીરખતી
રુપની રાણી જોઈ હતી,
મે એક સેહજાદી જોઈ હતી.

એના હાથ ની મેંહ્દી હસતી તી,
એના આંખ નુ કાજળ હસતુ તુ,
એક નાનુ સરખુ ઉપવન જાણે,
મોસમ જોઈ નીખરતુ તુ.

એના સ્મીત મા સો સો ગીત હતા,
એની ચૂપ્કી થી સંગીત હતુ,
એને પડછાયા ની લગન હતી,
એને પગરવ સાથે પ્રીત હતી.

એ મોજા જેવુ ઉછડતી તી,
ને પવન ની જેમ લેહરાતી'તી,
કોઈ હસી ને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યુ શરમાતી'તી.

એને યૌવનની આશી'સ હતી,
એની સ્ર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમ મા ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્સો બાદ ફરી થી આજે એજ ઝ્રુખો જોયો છે,
જ્યાં ગીત નથી,સંગીત નથી,
જ્યાં પગર્વ સાથે પરીત નથી,
જ્યાં સપનાઓ ના મહેલ નથી ને,
ઉર્મીઓ ના ખેલ નથી.

બહુ સૂનુ સૂનુ લાગે છે,
બહુ વસમુ વસમુ લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમીકા,
એ ન્હોતી મારી દુલ્હન,
મે'તો એને માત્ર ઝરુખે
વાટ નીરખતી જોઇ હતી,
કોણ હતી એ નામ હતું શું,
એ પણ હુ ક્યાં જાણું છુ..............

તેમ છતાંયે દીલ ને આજે,
વસમુ વસમુ લાગે છે,
બહુ સુનૂ સુનૂ લાગે છે...............થોડો બાવળને આવ્યો કંટાળો –

થોડો બાવળને આવ્યો કંટાળો –
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો

‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ,
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હૂંફાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ‘ઓકે’,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે,
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

-
કેવી રીતે િવતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રિતક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પિરક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફિરશ્તાઓ ઊભા કરશે
અહીં 'બેફામ' કોઇ પણ જગા સારી નથી હોતી 

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી...

-
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
િકનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અિભમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા િદલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને િમંંચાઇ જતાં વાર નથી લાગતી 

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે...

-
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભુલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે કે િવતાવી નહીં શકે.

અંિતમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો િવરહ છે એ, જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતિદન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દીલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે............ 


આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી...

-
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
િકનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અિભમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા િદલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને િમંંચાઇ જતાં વાર નથી લાગતી

આ દુિનયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી..

-
આ દુિનયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી..
મળવા ખાતર મલી જાય છે બધુ...
પરંતુ મન ને શાંિત નથી મળતી..

કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે...
પણ મનની અધીરાઇ સમજી શકે તેવી વ્યિકત નથી મળતી.

જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી..
મનમા અિવરત તરવરતી હોય્ છે, એ આક્રુિત નથી મળતી..

પ્રેમ મા મળી તો જતા હોય છે મન પણ...નસીબની રેખા નથી મળતી...
ચાલી નીકળે છે બધા પ્રેમ ના માર્ગે પણ...દરેકને મંઝીલ નથી મળતી....


ઘરના નાકે િવતાવેલી હર સાંજ યાદ આવે છે........

ઘરના નાકે િવતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની િદવસ-રાત યાદ આવે છે.

જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા િદવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.

નશા અને ધૂઆમાં ઉડાડેલી રાતોથી માંડી,
સૂરજની પહેલી િકરણોથી સજેલી પ્રભાત યાદ આવે છે.

દુનિયાંને બદલવાના નુસખા હજાર ને સો િટપ્પણીઓ,
આદર્શોની લડાઈમાં મળેલી પહેલી મ્હાત યાદ આવે છે.

કેવી રંગ-બે-રંગી હતી દુિનયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.

દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે િદન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે છે.

જ્યાં િદલને થાય હાશ, મને એવું ઘર મળે........

-
જ્યાં િદલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

િવકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

ક્યાં સુધી ચાલશે આમ ?......

-
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇિજપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પાપા કહી બાપને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડિશપ કરે, ને સાંજ પડતાંમાં જ કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ િબલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોિચંંગ ક્લાસમાં ફેશન.

િશક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
ચાલો આજે આપીએ િશક્ષણ,ગુજરાતને ગામે-ગામ....

કોઇની પણ વાતમાં પડતો નથી....

-
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

સમય વહી જાય છે....

-
સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,

સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,

જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ

-
ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

નથી જો આંખ ના લુછે કોઇ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનુ ગૌરવ હવે...

ઝંખના નીષ્ફળ જતાં ઊઠી ગયો વીશ્વાસ પણ,
મનને ભરમવી નથી શકતો કોઇ પગરવ હવે.

જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્ર્મણા હતી,
ક્યાંય સાગરમાં નથીૂ ઊંડાણ નો સંભવ હવે...

પ્રેમની ભુરહકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે.,
કેટલો માદક છે તારા રુપનો આસવ હવે....

ધુંધવાયા પ્રાણ ત્યારે તો હવા દીધી નહી.,
પાળીયા પર શીશ પટકે છે વ્રુથા વીપ્લવ હવે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More