મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

ઇન્ટરનેટ

કોમ્પ્યુટર પર ગુજરાતી માં લખવા નું સાવ સહેલું

તમને ગુજરાતી લખવા નું કોમ્પ્યુટર માં નથી ફાવતું ? બરાબર ? પણ કોઈ કામ માં પરિપૂર્ણ થવા માટે તે કામ વારંવાર કરવા નું કહેવાય છે. જો તમોને તે ટુલબાર ના ફાવતો હોય ને તો આ રહી લીન્ક...નવા પેઈજ માં ખોલો લખો..સિલેક્ટ કરો ...કોપી કરો ...અને ...પેસ્ટ કરો ...........
http://www.google.com/transliterate/indic/Gujarati
=========================================================================
જે મિત્રો ઘણા વર્ષોથી ઇન્ટરનેટ વાપરે છે તેમને ખ્યાલ હશે એ પહેલાના દિવસો જ્યારે Yahoo કે MSN મેસેંજર ઇંસ્ટોલ કરી ફક્ત ટેક્સટ ચેટ (લેખીત વાતો ) કરતા. યાહુએ એક પછી એક નવી સુવિધાઓ ઉમેરી, વોઇસ ચેટ, એસ એમ એસ અને વિડીયો જેવી સગવડો. તે સાથે AIM જેવા અન્ય મેસેન્જર પણ વપરાશમાં હતા.
જો કે હવે ફક્ત એક સર્વિસ કે વેબસાઇટનું મેસેંજર વાપરવાની પ્રથા ખૂબ ઓછી થઇ ગઇ છે. એક થી વધુ વેબસાઇટના મેસેન્જર વાપરતા હોવાને લીધે જુદા જુદા ઇંસ્ટોલેશન તથા સાઇન ઇન – સાઇન આઉટ કરવાની અગવડો વગેરેને જોતા હવે એવા મેસેંજરનો વપરાશ ઓછો થાય એ સ્વાભાવિક છે. હવે એવા મેસેન્જર વધુ વપરાય છે જ્યાં ફક્ત એક જ વખત જુદા જુદા ખાતાઓ જેવા કે Google Chat, Yahoo, MSN, AIM ICQ વગેરેની માહિતિ નાખવાથી પછી દરેક વખતે એક જ જગ્યાએથી વિવિધ ખાતાઓના સંપર્કો સાથે વાત થઇ શકે છે.
======================================================================

હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ

થોડા દિવસ પહેલા એક સુંદર હિન્દી બ્લોગના લેખક સાથે સંપર્ક થયો, તેમની મારફત હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય.  તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ….
કવિતાકોશ
કોઈ કવિ કે રચનાકાર મારફત નહીં પરંતુ એક આઈટી પ્રોફેશનલ એવા શ્રી લલિતકુમાર દ્વારા હિન્દી કવિતાઓને એક મંચ પર લાવવાના હેતુથી કરાઈ, જો કે બ્લોગ સ્વરૂપે તે ફક્ત એક જ યોગદાનક્રર્તા સુધી સીમીત રહી જાત, એટલે એનું વિકિ સ્વરૂપ વિકસાવાયું. મહીને આઠ લાખથી વધુ ક્લિક્સ ધરાવતી આ વેબસાઈટ, વિકિપીડીયા પછીની બીજા નંબરની હિન્દી વેબસાઈટ હોવાનો દાવો તેના સ્થાપક કરે છે. ૨૭૦૦૦ થી વધુ પાના, લગભગ ૧૨૦૦થી વધુ રચનાકારો ધરાવતી આ હિન્દી કવિતાઓની ખૂબ વિશાળ વેબસાઈટ છે. આ એક વિકિ પ્રોજેક્ટ જેવું છે જેમાં લોકો પોતાનું યોગદાન આપી સમૃધ્ધ કરી શકે છે. દિન પ્રતિદિન ખૂબ સમૃધ્ધ થઈ રહેલી આ વેબસાઈટમાં તુલસીદાસથી લઈને આમિર ખુસરો સુધી અને રસખાનથી મિર્ઝા ગાલિબ સુધીના રચનાકારોની રચનાઓ છે. અહીં ગઝલો, કવિતાઓ તથા અનુવાદિત કવિતાઓનો વિશાળ સંગ્રહ છે. જો કે હજુપણ અહીં કેટલાક કવિઓના નામ છે તો કવિતા નથી, અથવા કવિતાની કેટલીક કડીઓ માત્ર છે, પરંતુ આ એક કદી પૂરી ન થનારી યોજના છે. કવિતાઓ સિવાય અહીં ભક્તિગીતો, આરતીઓ, દોહા, શ્લોક વગેરે ઘણી રચનાઓ મળી રહે છે. જો કે કવિતાકોશ વિશે ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે આ અવ્યવસાયિક પ્રયત્ન છે, અહીં કોઈ એડવર્ટાઈઝ નથી, અને સંસ્થાપકો પોતે એનો બધો ખર્ચ ઉપાડે છે. જો કે અનેક સદસ્યો થઈ જવાને લીધે અહીં અનેક ભૂલો પણ જોવા મળે છે પણ અન્ય કોઈ સદસ્ય તેને સુધારી પણ લે છે, કારણકે અહીં કોઈ પણ નવા પેજ ઉમેરી શકે છે કે તેમાં બદલાવ કરી શકે છે. આ કેટલીક પસંદગીની કવિતાઓનું સંકલન નથી પણ બધી કવિતાઓનો કોશ છે, એટલે અહીં પસંદગીના કોઈ પણ માપદંડ નથી. ભારતીય અને વિશ્વની ઘણી ભાષાની કવિતાઓના ભાષાંતર પણ અહીં મળી આવશે.
ગુજરાતી ભાષામાં પણ આવો જ એક કોશ હોવો જોઈએ કે બનાવવો એવી મારી ઈચ્છા છે. તેના મુખ્ય બે ફાયદા છે, એક તો એ કે એક જ જગ્યાએ બધી કવિતાઓ વાંચવા મળી જશે અને તેનો બ્લોગ કે વેબસાઈટ મારા બ્લોગ કે મારી વેબસાઈટથી મોટો કેમ એવો કોઈ પ્રશ્ન નહીં રહે કારણકે આ એક સહીયારો પ્રયત્ન છે, અહીં પ્રસ્તુતિકર્તાથી ધ્યાન લેખક પર જવાના અવસર વધુ છે, અને બીજો એ કે કોપી પેસ્ટ કરવાની કોઈને જરૂરત નહીં પડે, કારણકે અહીં બધા લખી શકે છે.
અન્યથા
કેટલાક ભારતીય અને અમેરીકન મિત્રોના સહયોગથી એક સામયિક શરૂ થયું જેનું નામ અન્યથા છે. અહીં સામયિકની જેમ જ અંકો ઉપલબ્ધ છે, જેમાં વિવિધ વિભાગોમાં કૃતિઓને સુંદર રીતે વર્ગીકૃત કરેલી છે, એટલે વાંચવા માટે ખૂબ સરળ પડે છે. મારા નોંધવામાં આવ્યું છે કે આવી સુંદર સરસ રસપૂર્તિ કરતી વેબસાઈટસ અવ્યવસાયિક પ્રયત્ન હોય છે, અહીં પણ કોઈ એડવર્ટાઈઝ નથી, અને સંસ્થાપકો પોતે એ વેબસાઈટનો બધો ખર્ચ ઉપાડે છે. અન્યથા સામયિકની અંગ્રેજી, સ્પેનિશ તથા ફ્રેન્ચમાં અનુવાદીત રચનાઓ પણ અહીં મળી રહેશે. સુંદર લે આઉટ અને સગવડભર્યું વાંચન આ વેબસાઈટની વિશેષતા છે, હજી પોતાના બાળપણમાં રહેલી આ વેબસાઈટ એક દિવસ ખૂબ વિશાળ વટવૃક્ષ બનશે તે નિશ્ચિત છે. એક વખત અવશ્ય વાંચવા જેવી વેબસાઈટ.
રચનાકાર
એક થી વધુ બ્લોગ અલગ અલગ સામગ્રી અને સાહિત્ય છતાં કેમ ખૂબ સુંદર રીતે ચાલી શકે તે સ્પષ્ટપણે દર્શાવતું સાહસ એટલે રચનાકાર. અહીં ૨૦૦૦ થી વધુ કૃતિઓ છે, એ પણ અપ્રસ્થાપિત લેખકો દ્વારા, અને છતાંય બ્લોગ સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ સમૃધ્ધ છે. વાંચનની અપાર વૈવિધ્યતા દર્શાવતો ખૂબ સુંદર બ્લોગ એટલે રચનાકાર.
તીસરા ખંભા
બ્લોગવિશ્વનો ઉપયોગ ફક્ત સાહિત્યના પ્રચાર પ્રસાર પૂરતો જ સીમીત ન રહેતા અનેકવિધ ઉપયોગીતાઓ સાથે સંકળાય છે અને સરવાળે વાંચક કે ઉપભોકતાને ફાયદો જ થાય છે. તીસરા ખંભા એક અવનવો પ્રયાસ છે, લેખક દિનેશરાય દ્વિવેદી વ્યવસાયે વકીલ છે અને ૧૯૭૮થી કોટા, રાજસ્થાન ખાતે વકીલાત કરે છે.
કિતાબઘર
હિન્દી ભાષાના એવા પુસ્તકો જેમના કોપીરાઈટ પૂરા થઈ ગયેલા હોય તેમને ઈન્ટરનેટ પર પ્રચલિત કરતી અને તદન મફત ડાઉનલોડ કરવાની સગવડ આપતી આ વેબસાઈટ પુસ્તકોનો અદભુત ખજાનો છે. ડો. હરિવંશરાય બચ્ચનના મધુશાલા થી શ્રી વિનોદ જોશીની હાસ્યરચનાઓની તથા અન્ય અનેકવિધ વિષયોને આવરી લેતા ૧૧૦ થી વધુ પુસ્તકો અહીં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
સૃજનગાથા
હિન્દી ભાષાના સાહિત્યનું અનેકવિધ વૈવિધ્ય ધરાવતી ખૂબ સુંદર વેબસાઈટ, અહીં વિષયોનું વૈવિધ્ય તો છે જ, સાથે લેખકો પ્રસ્થાપિત સાહિત્યકારો નથી, મારા જેવા સામાન્ય લોકો છે, એટલે જ કદાચ આ વેબસાઈટ હિન્દી ભાષાના દરેક નેટપ્રેમીનું પસંદગીનું સ્થળ છે.
=======================================================================

કેટલીક ઉપયોગી વેબસાઈટસ

(ટાઈમ-પાસ)

ઘણા મહીનાઓ પહેલા આ શૃંખલા શરૂ કરી હતી પણ પછી સર્ચ કરવા જરૂરી સમયના અભાવે અટકી પડી. ગયા અઠવાડીયે ડીજીટલ કેમેરા અને ફોટોગ્રાફી વિશેની વેબસાઈટસ વિશે લખ્યું હતું. આજે થોડું અલગ અને નવું. આજે કેટલીક ટાઈમપાસ પૈસા વસૂલ વેબસાઈટસ વિષે.
ઓફીસમાં ઘણાં પેપર્સ હોય છે, અને તે પેપર્સની વચ્ચેથી મોં ઉપાડવાનો જ્યારે તમને સમય મળે ત્યારે આ એક વેબસાઈટ અવશ્ય જુઓ. એ અસંખ્ય પેપર્સના ઢગલા માંથી એકાદ પેપર ઉપાડો અને અહીં બતાવ્યા પ્રમાણે “કળા” કરો.
અનેક ફ્લેશ બેઝ્ડ એપ્લીકેશન્સ અને તેના અવનવા અને ચિત્ર વિચિત્ર ઉપયોગો વિષે આ વેબસાઈટ જેટલી સમૃધ્ધિ ભાગ્યેજ ક્યાંક જોવા મળે, એક કણની ગુરુત્વાકર્ષણ ક્ષમતા હોય કે કર્સરનો ફૂલોનો બગીચો, કે બિંદુઓમાંથી રચાતી અનેકો આકૃતિઓ …. અહીં દરેક પ્રોગ્રામ નવીન છે.
રંગો સાથે રમવાનું કોને ન ગમે? લાલ કે ગુલાબી, પીળો કે ભૂરો, અનેકો રંગો સાથે અનેક પ્રવૃત્તિઓ, આ વેબસાઈટના તો નામમાં જ રંગ છે. રંગોથી રચાતી અનેક આકૃતિઓ અને તે વિષેના પ્રયોગો દર્શાવતી ફ્લેશ એપ્લીકેશન્સ ખરેખર સુંદર છે. સમય પસાર કરવા માટે ઉતમ રસ્તો.
કોપીરાઈટ વગરના ૧૪૦૦૦થી વધારે પુસ્તકો – લેખો અને સંદર્ભો વાંચવા માટેની એક ઉત્તમ વેબસાઈટ, એરીસ્ટોટલ, વિક્ટર હ્યૂગો તથા માર્ક ટ્વેઈન જેવા લેખકોનાં અનેક પુસ્તકો અહીં વાંચવા મળશે. અને તે પણ તદન ફ્રી.
કાંઈ કામ ન હોય અને મારવા માટે માખીની પણ અછત પડતી હોય તો અહીં આ વેબસાઈટ પર આવો, તમારી માખી મારવાની સ્કીલ અહીં વાપરો, કદાચ બીજાઓએ મારેલી માખી કરતા વધુ માખી મારો.
નવરા બેઠા આવતી કાલના વર્તમાનપત્રની હેડલાઈન વિચારો અને એ કેવું દેખાશે એ આ વેબસાઈટ પર જુઓ. પર્સનલ ગિફ્ટ માટે નકલી સમાચારપત્રો બનાવો.
બે સરખા ચિત્રો અને તેમની વચ્ચે ભેદ બતાવવાવાળી રમત રમ્યા છો? આ વેબસાઈટ આપે છે એ રમત સાથે ટાઈમપાસની પૂરી ગેરેંટી. અને એક પછી એક લેવલમાં વધતી મુશ્કેલી આ વેબસાઈટની ખાસીયત છે

1 ટિપ્પણી(ઓ):

સરસ માહિતી.
તમારા પુસ્તકાલય પાનાં પર મારી અને મિત્રોની ઈ-બુકો સમાવી લેશો તો ખૂબ ખૂબ આભારી થઈશ.

http://gadyasoor.wordpress.com/download/



http://gadyasoor.wordpress.com/friends-e-books/

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More