મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર, જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર, દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર, જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર, ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

શનિવાર, 4 જૂન, 2011

સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

EasterEggs
ટેલેન્ટ. કોલેજમાં રહેલા ઓલમોસ્ટ બધાં દોસ્તોને આ શબ્દ બહુ ગમે. વર્ષની આખરમાં યોજાતો આ ઉત્સવ કેટલાંકને નાટકના હીરો બની હિરોઈન સાથે ‘હીરોગીરી’ બતાવાનો કે કેટલાંકને ગીત દ્વારા છુપી રીતે પ્રેમ પ્રગટ કરવાનો તો કેટલાંકને પોતાની પ્રતિભાને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનો એક અનોખો મોકો મળતો હોય છે. પણ હાય રે કિસ્મત!…બધાંજ એનો ભરપૂર ઉપયોગ ક્યાં કરી શકે છે?
આમાં વધુ ભાગે (કે ભોગે?!) બચેલા સમય-રથની ટીકીટ લઇ ક્યાંક દૂર ચાલ્યા જાય છે યા તો વિલે મોડે ‘હશે..આપડા નશીબ…બીજું શું!’ કહીને નાહી નાખે છે. જે બચ્ચાઓ બચે છે તેઓ રથના સારા સારથીની મદદ લઇ આગળ આવે છે. એવા ‘ઐશ્વર્યા મજુમદાર’, ‘સુનિધિ ચૌહાણ’, ‘પરેશ રાવળ’, ‘નેહા મહેતા’, ‘દિશા વાકાણી’, ‘જોહની લીવર’ ‘જેકી શ્રોફ’……અરે ગાંધીને અપનાવી ‘બેન કિંગ્સલે’ (યેસ બેનજી ગુજ્જુ છે બોસ) વગેરે… વગેરે… વગેરે…બનીને બોલીવૂડ કે હોલીવૂડ ગજવી નાખે છે.
કેવી રીતે?- સિમ્પલી..પોતાની અંદર આવેલા ઇસ્ટર-એગના કોચલામાંથી બહાર આવીને!
  • ટેલેન્ટ એટલે એ નહિ કે:…રફીસાહેબ, કિશોરકાકા, મુકેશમામા યા લતાદીદી જેવો અવાજ કાઢી ‘વાહ! વાહ!.. વાહ! વાહ!’ બોલાવી શકો. કેમ કે એ તો એમનો અવાજ થયો. તમારો ક્યાં છે એમાં?
  • ટેલેન્ટ એટલે એ પણ નહિ કે:….આખી ક્લાસમાં પહેલા ધોરણથી કે કોલેજકાળ સુધી વટ મારીને પહેલા નંબરની પૂંછડી પકડી રાખી હોય. ને પછી ન છુટકે છેલ્લે (મમ્મી-પપ્પાના કહેવાથી) નોકરાઓ કરી-કરીને બોસની ડેલીએ દરરોજ હાથ ધોઈ આવતા હોવ.
  • ટેલેન્ટ એમાં તો જરાય નથી કે:…પચ્ચી-પચ્ચા પાનાંઓ ભરીને તમે તમારી (કે કોઈક બીજાની) પ્યારીને લવ-લેટર લખી નાખો..(પછી ભલેને પેલી વાંચીને બોર થાય.)
  • એ કાંઈ ટેલેન્ટ નથી કે:… તમે દાળ-ઢોકળી કે પાણી-પૂરી ૧૦૦ જણને એક હાથે ખવડાવી શકો.
  • ટેલેન્ટ હું એને નહિ કહું કે:…તમારી રડતી ગર્લ-ફ્રેન્ડને પળવારમાં હસતી કરી દો યાં પછી બોસે આપેલું એક અઠવાડિયાનું એંઠું કામ રાતો જાગીને એક દિવસમાં કરી આપો (એ તો પૂરી ગદ્ધામજૂરી કહેવાયને)….ના… ના.. ના.. ના.. ના..રે ના.. આ બધું તો લાખો લોકો.. હજારો વર્ષોથી કરી રહ્યાં છે.
ટેલેન્ટ એટલે….
  • ત(મારા જેવો) ને તમારો પોતાનો ૧૦૦% સૂર બીજો કોઈ કાઢી જ કેમ શકે? – હરણાં કે બતકાં તો પછીની વાત છે…પહેલા સંગીતકારો કે ગીતકારો પાછળ દોડતા આવવા જોઈએ.
  • ત(મારા જેવી) કોઈક નવાજ રાગની રચના બાંસૂરી પર બીજું કોઈ કરી કેમ શકે? – બેસૂરા સૂરને સૂરીલો બનાવી શકો તો કાંઈ વાત થાય!
  • ત(મારા જેવો) પ્રેમપત્ર બીજુ કોઈ લખીજ કેમ શકે?- ભલેને પછી એ એક-કે બે લીટીનો હોય….પેલી દોડતી આવીને તમારામાં ભરાઈ જવી જોઈએ.
  • ત(મારા જેવી) સાવ નોખા જ સ્વાદની પાણી-પૂરી કે પાપડ બીજા કોઈ બનાવી કેમ શકે?- જેને માટે કોઈ પણ મોસમમાં એનો તડપનાર બધું જ બાજુ મૂકી અમેરિકાથી અમદાવાદ કે લંડનથી લખતર આવવા પણ તૈયાર થઇ જાય.
  • ત(મારા જેવો) વાત કરવાનો અને કામ કરી આપવાનો એક અફલાતૂન અંદાઝ બીજા કોઈનો હોય જ કેમ?-  જેમાં બીવી-બચ્ચા, બોસ યા બિઝનેસ-બંધુ એની અદા પર ફિદા થઇ તમારી મુશ્કેલીઓને હરી લઇને તમને બચાવતા રહે!.
  • ત(મારા જેવી) પૈસા પેદા કરવાની સ્ટાઈલ બીજામાં હોય જ કેમ? – એવી હોય કે વર્ષો સુધી ‘સાવ ઠોઠ નિશાળીયો’ નું લેબલ લઈને પણ માર્કેટમાં લોકો તમારી સાથે પાપડનો વેપાર કરવાય તલપાપડ હોય.
તમારું પોતાનું અસલીપણું, તમારી YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામટેલેન્ટ. કુદરતે દરેકેદરેક જીવને પોતાની લીલા બતાવવા અને સુવાસ ફેલાવવા છુપાયેલી સ્કિલ્સને રંગબેરંગી ઈંડાંમાં મૂકી દીધા છે. એ જ આપણું Hidden Talent. એટલે જ તો ઇસ્ટર-એગ્સ અલગ અલગ રંગોમાં સજાવાયેલા હોય છે. જેથી લેનારને દર વખતે અંદરથી કાંઈક નવીનતા મળી આવે. પણ આ નવીનતાને ઓળખવા એના કોચલાંને તોડવું જ પડે છે. દોસ્તો!
પ્રેકટીકલ ઉદાહરણો જોવા હોય તો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’ કે ‘બ્રિટન’ઝ ગોટ ટેલેન્ટ’ જેવી ગોટ ટેલેન્ટસ સીરીઝ જોવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે એની આ યોર્સ ટ્રૂલિ બાંહેધરી આપે છે.
તો ટેલેન્ટના આ અલગ ઈંડાંની બહાર કેમ આવીશું?- કામ બહુ અઘરું લાગે છે? તો લઇ લ્યો એ માટેના સરળ રસ્તાઓ…
  • તમે એવું શું શું કરી શકો છો જેમાં બીજાને હાંફ ચડી જાય અથવા તમારી હોડમાં ઉતરેલો હાર માની લે.- બનાવો લાંબુ લિસ્ટ. મીનીમમ ૨૫ પોઈન્ટસની કોશિશ કરાય તો મજ્જાની લાઈફ!
  • તમારી ખૂજ નજીક હોય એવા સગા-વહાલાં કે વહાલી તમારા માટે શું વિચારે છે?… તમારી કઈ બાબતો તરફ એમને ગમો-અણગમો છે?- જાવ એમનો ઇન્ટરવ્યુ લેવા…..યા આપો એમને લિસ્ટ બનાવવાનું હોમવર્ક. (એના રિટર્નમાં કંજૂસી છોડી કોઈ એક ઉપયોગી ગીફ્ટ આપવાનું ન ચુકતા. (કેમ?…..લિંચ-પીન ભૂલી તો નથી ગયા ને?) ૨૫ને બદલે ૫૦ બાબતો એ બતાવશે.
  • છે કોઈ એવા કામો જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: એમાં શું! આ તો આપડે ય કરી શકીએ! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે કઈ બાજુ ખરા ને ક્યાં ખોરા પડો છો?
  • છે કોઈ એવુ કામ જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: ના ભ’ઈ ના!…આમાં આપડું કામ નહિ લ્યા! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે ક્યાં ખોટા પડાય છે ને કઈ બાજુ તમારા ફોટાં પડાય છે?

Secrets of Millionaire Mind: માલ-એ-તુજાર (ધનવાન) ના મનનું રહસ્ય

Progress_Of_mind
અમેરિકામાં “મિલીઓનેર મેકર” (કરોડપતિ બનાવનાર) તરીકે ઓળખાતા ટી. હાર્વ એકરે એક બૂક લખી છે. ‘સિક્રેટસ ઓફ મીલીઓનેર્સ માઈન્ડ’. …પોતે તો ક્યારનોય બની ગયો છે હવે બીજાને ‘બનાવી’ રહ્યો છે. વખત જતા તેણે આ બૂક પરથી સેમિનાર તૈયાર કર્યો ને પછી ઇન્ટરનેટના જમાનામાં આ કોન્સેપ્ટને આખો નેટ પર પણ ટ્રાન્સફોર્મ કર્યો છે. સતત અપડેટ…યુ સી!
બૂક તો ચાલો સમજ્યા. આખી એક રાતમાં મેં આ બુકનો અર્ક વાંચ્યો પછી એને ઓનલાઈન પણ સાંભળ્યો. સેમિનારમાં એનું લેક્ચર સાંભળો ત્યારે… પત્નીને પણ સાથે રહેવાનું કહી શકાય. કેમ કે ધનવાન બન્યા પછી પેલું સૂત્ર ફરતું ફરતું આવે છે ને કે દરેક સફળ પુરુષની પાછળ…
સમૃદ્ધિની ધરતી અમેરિકામાં સમૃદ્ધ મન અને મગજ કેળવાય એ નવાઈની વાત નથી. પણ એ માઈન્ડસેટ કેળવવા માટે એ લોકો સખ્ખત-તનતોડ મહેનત કરે છે. એ માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી શરૂઆત કરવી પડે છે. માત્ર કહેવા ખાતર કહી દીધું એમ નહિ પણ સાચે સાચ ટી. હાર્વ એકરે રીસર્ચ કરી કેટલાંક તારણો આપ્યા છે.
શક્ય છે કે આખી બૂક વાંચતા વાંચતા ઇન્સ્ટન્ટ મિલીઓનેર તો નહિ પણ એમના જેવું રેપિડ માઈન્ડ કેળવાય. હમણાં તો આખી બૂક વાંચવાનું મુકીએ બાજુ પર…ને એમાં રહેલા જે સુત્રો બતાવ્યા છે તેને આજે મમળાવી લઈએ. પૈસાદાર અને ગરીબ વચ્ચેનો તફાવત વાંચતા આમ તો સામન્ય લાગશે, પણ સુત્રોમાં ‘અસામાન્ય’ વાતને પકડી લેજો. દોસ્તો, તમારું કામ થઇ જશે.
  • પૈસાદાર માને છે કે ‘ હું મારી ઝીન્દગીનો મારી જાતે વિકાસ કરું છું. ગરીબ માને છે કે ‘મારી ઝિન્દગીનો વિકાસ એની મેળે થાય છે. એમાં મારો કોઈ ધક્કો નથી.’
  • પૈસાદાર…પૈસાની રમત એક ખેલાડીની જેમ જીતવા માટે રમે છે. ગરીબ આવી રમતમાં હાર સ્વીકારવા માંગતો નથી.
  • પૈસાદાર વ્યક્તિનું માનસ સમૃદ્ધિ તરફ ટકેલું રહે છે. જ્યારે ગરીબનું સમૃદ્ધિ મેળવવા માટેના વલખા મારવામાં.
  • તવંગર મોટા વિચારો કરતો રહે છે..પણ નાનાથી શરૂઆત કરે છે. ગરીબ નાના વિચારોમાં ગુંથાયેલો રહે છે.
  • તવંગર તકોની તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે જયારે ગરીબ મુશ્કેલીઓની તરફ.
  • ધનિક વ્યક્તિ બીજા ધનિકને માન આપે છે અને સફળની સાથે ચાલે છે. ગરીબ એ લોકો થી દૂર ભાગતો રહે છે.
  • પૈસાદાર હમેશાં પોઝીટીવ વિચારો ધરાવતા લોકોની સોહ્બતમાં રહે છે. જ્યારે ગરીબ નેગેટીવ વિચારોધારાવાળા લોકોની સોહ્બતમાં.
  • ધનિક હમેશાં સર્વોત્તમ મેળવવા મથતો રહે છે જયારે ગરીબ સર્વોત્તમની આશાને ફગાવતો રહે છે.
  • પૈસાદાર…ધન મેળવે છે એના કરેલા કામો દ્વારા. જ્યારે ગરીબ પસાર કરેલા સમય દ્વારા.
  • પૈસાદાર: ‘આપણા બધાંનું’. ગરીબ: ‘તારુ અથવા મારુ’.
  • તવંગર પોતાની સમૃદ્ધિ તરફ નજર રાખતો રહે છે જયારે ગરીબ કરેલા કામો દ્વારા મેળવેલી કમાણી પર.
  • પૈસાદારના પૈસા તેના માલિક માટે વધારે મહેનત કરીને એની આવકમાં વધારો કરે છે…જ્યાર ગરીબ આવકમાં વધારો કરવા માટે મહેનત કરતો રહે છે.
  • ધનિક કમાવાનો ડર દૂર કરી વધુ કમાણી માટે મહેનત કરે છે. જયારે ગરીબ કમાણીના દર (per Day Earning) થી આગળ વધતા ડરતો રહે છે.
  • પૈસાદાર હમેશાં કાંઈક શીખતો રહી સારો સમય પસાર કરે છે ….જ્યારે ગરીબ ‘શીખવાનો ટાઈમ ક્યાં છે, ભ’ઈ’

…એમાં કોઈ વાંધો નથી…


એમાં કોઈ વાંધો નથી…

૧. કે તમે એક વસ્તુ વેચો કે હજાર…પણ વાંધો કેમ વેચાતું નથી એના પર છે.
૨. કે તમે પ્રોફેશનલ સેલ્સમેન હોવ અને કોઈ વસ્તુ, સેવા કે ફક્ત માહિતી પણ વેચતા હોવ…પણ વાંધો એ કોને પહોચતું નથી એના પર છે.
૩. કે તમે મોંઘી વસ્તુઓ વેચો છો કે સસ્તી…પણ વાંધો તમારા ગ્રાહકમાં તમે ખરીદી શકવાની તાકાત કેમ પેદા કરી શકતા નથી એના પર છે.
૪. કે તમે ઈન્ટરનેટ પર વેચો છો કે બહાર દુકાનમાં….પણ વાંધો ગ્રાહકને એના વિશેની જાહેરાત મળતી કેમ નથી એના પર છે.
૫. કે તમે તમારી પોતાની બનાવેલી વસ્તુઓ વેચો કે કોઈક બીજાની…પણ વાંધો એમાંથી મળતા ઓછા નફા પર છે.
૬. કે તમે માલ એક દિવસમાં સપ્લાય કરો છો કે એક અઠવાડિયામાં….પણ વાંધો ગ્રાહકને બરોબર જેમ મળવો જોઈએ જેટલો મળવો જોઈએ એમ કેમ નથી મળતો એના પર છે.
૭. કે તમે કમાણી કેશથી કરો કે ચેકથી…પણ વાંધો ઉધાર (ક્રેડીટ)ની કમાણીથી કેમ થાય છે એના પર છે.

‘સરનેમ‘ પંચ:

દોસ્તો,… ગૂગલ, યાહૂ કે બિંગ કે ફેસબૂક પર ક્યારેય એવું સર્ચ (કે રિસર્ચ) કર્યું છે કે અદ્દલ તમારા નામના આ દુનિયામાં બીજી કેટલી વ્યક્તિઓ વસે છે?
ઇન્ટરનેટની પર સરખા નામોનું એક અનોખું ગ્રુપ કરી શકાય, ખરું ને?- તો પછી વાર જોવાની હોય???….શરુ થઇ

‘ફેસબૂક’ એટલે…સામાજીક ભૂખ મિટાવવા ડીજીટલ ચહેરા પર નંખાયેલી એક (અદ્રશ્ય) જાળ

કોઈ પણ સમાચારને ગતકડું બનાવી દેવામાં ‘અનિયન’ ઓનલાઈન ન્યૂઝ એજન્સી લાજવાબ છે. દુનિયાની ગંભીર બાબતો-વિષયોની મસાલેદાર માહિતીઓને પણ નટખટ ભાષા દ્વારા, મજાકના મસાલા નાખી, હસતાં-હસાવતાં પેશ કરવામાં આ સંસ્થાએ પોતાનો એક અલગ મુકામ બનાવ્યો છે. તેના નામનું બ્રાન્ડિંગ જ જોઈ લો…અનિયન. છે ને અન્ય કરતાં સાવ ‘હટકે’?!?!
ઓફ કોર્સ, આ લેખ વંચાઈ જાય તે બાદ તમે તેની સાઈટનો રસાસ્વાદ લઇ શકો છો. નસીબજોગે જે વાત કરવા માટે કોઈ તક શોધતો હતો ત્યારે…એમની સાઈટ પર ૩-૪ દિવસ પહેલાં રજુ કરાયેલા એમના એક (ગંભીર?) રિપોર્ટ વાંચતા મને ખૂટતી કડી મળી આવી. જેમણે મારો આગલો ગૂગલ પરનો આ આર્ટિકલ વાંચ્યો હશે તેઓ ત્યાં લેખના અંતે મુકાયેલી એક હિંટ સાથે લિંક મળી જશે.  
દુનિયાભરના (વધુભાગના) લોકોની જિંદગી પર ડીજીટલ-કંટ્રોલ કરીને અમે અમારું મિશન (ફેસબૂક) દ્વારા સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જેને લીધે અમારો આ પ્રોજેક્ટ સુપર-સફળ રહ્યો એવા તેના લિડર માર્ક ઝુકરબર્ગને અમે આ વર્ષનો સી.આઇ.એનો સર્વોચ્ચ યુવાન એજન્ટનો એવોર્ડ આપતા આનંદ અનુભવીએ છીએ.
‘અમેરિકાની ઇન્ટેલીજન્સ સંસ્થા સી.આઈ.એના ચીફે આ વિધાન પ્રેસ કોન્ફરન્સમા ઉચ્ચારીને ઈન્ટરનેટની દુનિયામાં હોહા મચાવી દીધી છે. જો કે ગયે મહિને વાઈકીલિક્સના પેલા પ્રણેતા જુલિયન એસેન્જના પણ આવાજ અવાજને લીધે નેટની દુનિયામાં ફેસબૂક વિશે શંકાનો કીડો તો ક્યારનો ય સળવળી ઉઠ્યો છે. પણ કોઈ યુરોપિયન એનો યશ ખાટી ન જાય એવા કોઈક કારણોસર તેની વાતને દબાવી દેવામાં આવી. પણ હવે જ્યારે ખુદ ચીફે જ આ વાત કરી છે ત્યારે ફેસબૂકનો અસલી ચહેરો સામે આવી ગયો છે.’
દોસ્તો, આ સમાચારને તો મજાક બનાવી હસતાં હસતાં ખપાવી દેવામાં આવી છે. પણ ઘણે અંશે આ વાત સચ્ચાઈના પડો ઉખાડી લાવી છે. આજે ફેસબૂકની જાળમાં લગભગ આખી દુનિયા આવી ચુકી છે. માટેજ તેને (વર્ચ્યુંઅલી ત્રીજા નંબરનો) દેશ ગણવામાં આવી રહ્યો છે. તો ચાલો દોસ્તો…આવો ફેસબૂકના ફેસ ટુ ફેસની વાતને બદલે તેના ફેસ-બેકની અસલી માયાજાળ જોઈએ.
ગૂગલે તો ‘સર્ચ’ ટેકનીકની અલગોરિધમ દ્વારા નેટની દુનિયામાં પોતાનું અળગું સામ્રાજ્ય સ્થાપી દીધું. જે માટે તેને લગભગ ૮-૧૦ વર્ષનો સમય લાગ્યો. પણ હજુ ફેબ્રુઆરી ૨૦૦૪માં જ સ્થપાયેલી આ ફેસબૂકે તો આખી દુનિયામાં પોતાનું અધિસ્થાપન માત્ર પાંચ વર્ષમાં જ કરી નાંખ્યું. તે પણ ભારતીય ‘કનેક્શન’ના કોન્સેપ્ટથી ‘કિસ્મત’ જગાવી ને. (Ref: જયભાઈનો આ લેખ)
આગળ વાતને ફેસ કરીએ એ પહેલા તેનો વેપારની બાબતે આ લેખનો ઓબ્જેક્ટીવ….: બીજાની સાથે સંબંધોના તાણાવાણા હશે તો જ (કોઈ પણ) વેપારનો વિકાસ શક્ય બનશે. એટલેજ આ દુનિયામાં કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે “મેં મારી જાતે…” કે “આપડે તો બધુંયે જાતે કર્યું બોલો…એ બી કોઈનીયે મદદ લીધા વગર”….ત્યારે એને મનમાં ને મનમાં સંભળાવી દેજો ‘સાવ જુઠ્ઠ!’. ક્યોંકી વોહ મુશ્કિલ હી નહિ…નામુમકીન હૈ. સિર્ફ એક સે કુછ હો પાયા હૈ?
ગૂગલ પછી આ ફેસબૂક ક્યાં-ક્યાં, કઈ-કઈ રીતે…શું-શું આપીને…શું-શું લઈને…કેમ, શા માટે, ક્યારે-ક્યારે…કોના દ્વારા…કોને માટે માયાજાળ બિછાવી રહ્યું છે. જાણવું છે ને? તો રહસ્યનો પડદો બસ ખુલવાની જ વાર છે.

કસ્ટમર(ગ્રાહક) આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….


Rejection
  • તમારી ‘કષ્ટદાયક’ (પ્રોડક્ટ કે સર્વિસ)થી મરવા કરતા બીજાને અપનાવવું તેને હિતાવહ લાગ્યું છે એટલે…
  • તમારી પ્રોડક્ટ/સર્વિસના કોઈ એક ફેક્ટર દ્વારા એમનું મન દુભાયું છે. કોઈ કીડો સળવળ્યો છે?- તપાસ કરો ભાઈ!
  • તમારી પ્રોડક્ટ/સર્વિસનો થવો જોઈએ એવો કોઈ ઉપયોગ તમારા ગ્રાહકે કર્યો નથી. પોસિબલ છે કે તમે એમને સારી અને સાચી રીતે (વધુ) વપરાય એવું જ્ઞાન આપ્યું નથી.
  • તમારી પ્રોડક્ટ/સર્વિસ વપરાય તો છે…પણ એનો સ્ટોક એમને ત્યાં હજુ લાંબા સમયથી પડ્યો છે. કેમ પડ્યો છે જેની પરવા હજુ સુધી તમે કરી નથી.
  • તમારી પ્રોડક્ટ/સર્વિસને વાપરવાનું તદ્દન બંધ કરી દીધું છે. કેમ કે જોઈએ એવું રીઝલ્ટ હવે તે આપી શકતું નથી.
  • તમારા જ કોઈક હરીફે ચાલાકીપૂર્વક તમારા ગ્રાહકને તમારી પાસેથી છીનવી લીધો છે. કેમ કે તમે એમની સાથે સારો એવો ઘરોબો કેળવ્યો નથી.
  • તમારી કંપની દ્વારા કોઈ એવું ધ્યાન (લક્ષ્ય) આપવામાં આવ્યું નથી એટલે એ પણ ધ્યાન આપવું જરૂરી માનતા નથી.
  • તમારી કંપનીએ કોઈકને કોઈ રીતે (લક્સ સાબુ વગર) એમને નવડાવી દીધા છે. જેની એમને નાહ્યા પછી ખબર પડી છે.
  • તમારી કંપનીના સેલ્સમેન દ્વારા એમની ‘વાટ’ લગાવામાં આવી છે. જેની એમને પાછળથી ખબર પડી છે.
  • તમારી કંપનીના સેલ્સમેન ઓર્ડર મેળવવામાં ઈમોશનલ અત્યાચાર’ કરે છે.
  • તમારી કંપની જ એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલી ગઈ છે…

પરી આવજે તું !

પ્રસારીને પાંખો ગગનમાં ઉડીને પરી આવજે તું
પહાડોની  સુંદરતા રગરગમાં તારા ભરી આવજે તું
બની હંસલી ત્યાં સરોવર ના જલપર તરી આવજે તું
લહેરો ખુશીની ને આનંદ દિલમાં  ધરી આવજે તું
કદી થેમ્સ તટ પર તને સૂર બંસીના આવી સુણાવીશ
નદી જેમ સાગરને મળવા  ઉમંગે સરી આવજે તું
મનાવી તને લઈશું  આંસુને તોરણ પ્રતીક્ષા કરીશું
ઉજવવાને ઉત્સવ ભરી આખે અચરજ ફરી આવજે તું
હૃદય દ્વાર ખુલ્લા છે અંતર સજી તારું સ્વાગત કરીશું
તું ચૈતન્ય રગરગ  સૂરજ આભ થઇ વિસ્તરી આવજે તું
તું સર્વોપરી છે ને સપના પરી છે પ્રથમ આખરી તું
બધે તું હી તું છે  છતાં ક્યાંય ના સુંદરી આવજે તું
તું જેવી છે તેવી  ગમે છે મને પણ સ્વીકારી તું લેજે
મે લોહીમાં ઓગાળ્યું એક્નામ સર્વોપરી આવજે તું
બની ગીત ને પ્રીત ચ્હેરા ઉપર સ્મીત લાવે જે તારા
જરા નમ્રભાવે નમી તેને વંદન કરી આવજે તું
નથી કોઈ સગપણ કે વળગણ છતાં યે મધુર મૈત્રીભાવો
ફુલો સખ્યભક્તિના તેના ચરણમાં ધરી આવજે તું
મને ભેટરુપે જીવનમાં મળી છે કવિતા બની તું
છે ઇચ્છા દિલીપની પ્રથમ ને બની આખરી આવજે

ફિલમ: સ્ટેન્લી કા ડબ્બા

* છેલ્લે તીસ માર ખાઁ જોયા પછી થિએટરમાં મુવી જોવા જવાની હિંમત ચાલતી નહોતી. પણ, પછી સ્ટેન્લી કા ડબ્બા વિશે ઘણું સાંભળ્યું અને વધુમાં આ મુવી કેનોન 7D ડિજીટલ કેમેરા વડે ઉતરેલું છે (ના, મારી પાસે 7D નથી :D ) એટલે વધુ ઇચ્છા થઈ ગઈ. આજે સવારે ટિકિટ લેવા ગયો અને તરત મળી ગઈ. એ પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો (અને શા માટે એક ટિકિટના ૨૦ રુપિયા વધુ આપવા?).
૬.૩૦ નો શો હતો અને અમને એમ કે અમે મોડા પડીશું, પણ અમે ગયા ત્યારે થિએટરમાં અમારી સાથે ગણીને પાંચ જણા હતા. મને ડર લાગ્યો કે આ લોકો શો કેન્સલ ના કરી દે, પણ મુવી ચાલુ થતાં સારી એવી પબ્લિક આવી પહોંચી એટલે શાંતિ થઈ.
સ્ટેન્લી એ એક વિદ્યાર્થી છે અને કોઈક હોલી સ્કૂલમાં ભણે છે. દરેક સ્કૂલમાં હોય એમ અમુક ટીચર સારા છે, અમુક ખરાબ અને અમુક ખડ્ડુસ. હિન્દીના ટીચર વર્મા (અમોલ ગુપ્તે) એ ડબ્બાપ્રેમી ઉર્ફે ખડ્ડુસ ટીચર છે અને જ્યાં ત્યાંથી છોકરાઓ અને ટીચર્સનો પણ ડબ્બો ઝાપટી જાય છે. રોઝી મિસ સારા છે જે સ્ટેન્લીની ક્રિએટીવિટીને વખાણે છે, પણ ક્રિસમસ વેકેશન પછી એ પોતાના વેડિંગ વેકેશનમાં જવાના છે અને પાછું ક્રિસમસ પછી ત્રણ લેકચર્સ (ક્લાસ) એકસ્ટ્રા લેવાના હોય છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવતો નથી, પણ તેના મિત્રો (ખાસ કરીને પૈસાદાર છોકરો અમન) તેના માટે મોટું ટિફિન લઈ આવે છે. ખડ્ડુસની નજર આ ટિફિન પર પડે છે, પણ સ્ટેન્લી અને કંપની ખડ્ડુસને જે રીતે દોડાવે છે તે કદાચ ફિલ્મનો સૌથી સરસ ભાગ છે. પણ, એ લોકો પકડાઈ જાય છે અને તે સ્ટેન્લી જ્યાં સુધી ડબ્બો નહી લાવે ત્યાં સુધી સ્કૂલમાં આવવાની ના પાડે છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવી શકતો નથી અને સ્કૂલે પણ નથી આવતો. રોઝી મિસ પાછા આવે છે ત્યારે વાર્તામાં થોડો વળાંક આવે છે.. બાકીની વાર્તા માટે જુઓ.. સ્ટેન્લી કા ડબ્બા.
(રિવ્યુ: રોટ્ટન વડાપાઉં માટે લખ્યો અને અહીં જ પ્રકાશિત થયો)

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More