મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શનિવાર, 4 જૂન, 2011

સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

EasterEggs
ટેલેન્ટ. કોલેજમાં રહેલા ઓલમોસ્ટ બધાં દોસ્તોને આ શબ્દ બહુ ગમે. વર્ષની આખરમાં યોજાતો આ ઉત્સવ કેટલાંકને નાટકના હીરો બની હિરોઈન સાથે ‘હીરોગીરી’ બતાવાનો કે કેટલાંકને ગીત દ્વારા છુપી રીતે પ્રેમ પ્રગટ કરવાનો તો કેટલાંકને પોતાની પ્રતિભાને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનો એક અનોખો મોકો મળતો હોય છે. પણ હાય રે કિસ્મત!…બધાંજ એનો ભરપૂર ઉપયોગ ક્યાં કરી શકે છે?
આમાં વધુ ભાગે (કે ભોગે?!) બચેલા સમય-રથની ટીકીટ લઇ ક્યાંક દૂર ચાલ્યા જાય છે યા તો વિલે મોડે ‘હશે..આપડા નશીબ…બીજું શું!’ કહીને નાહી નાખે છે. જે બચ્ચાઓ બચે છે તેઓ રથના સારા સારથીની મદદ લઇ આગળ આવે છે. એવા ‘ઐશ્વર્યા મજુમદાર’, ‘સુનિધિ ચૌહાણ’, ‘પરેશ રાવળ’, ‘નેહા મહેતા’, ‘દિશા વાકાણી’, ‘જોહની લીવર’ ‘જેકી શ્રોફ’……અરે ગાંધીને અપનાવી ‘બેન કિંગ્સલે’ (યેસ બેનજી ગુજ્જુ છે બોસ) વગેરે… વગેરે… વગેરે…બનીને બોલીવૂડ કે હોલીવૂડ ગજવી નાખે છે.
કેવી રીતે?- સિમ્પલી..પોતાની અંદર આવેલા ઇસ્ટર-એગના કોચલામાંથી બહાર આવીને!
 • ટેલેન્ટ એટલે એ નહિ કે:…રફીસાહેબ, કિશોરકાકા, મુકેશમામા યા લતાદીદી જેવો અવાજ કાઢી ‘વાહ! વાહ!.. વાહ! વાહ!’ બોલાવી શકો. કેમ કે એ તો એમનો અવાજ થયો. તમારો ક્યાં છે એમાં?
 • ટેલેન્ટ એટલે એ પણ નહિ કે:….આખી ક્લાસમાં પહેલા ધોરણથી કે કોલેજકાળ સુધી વટ મારીને પહેલા નંબરની પૂંછડી પકડી રાખી હોય. ને પછી ન છુટકે છેલ્લે (મમ્મી-પપ્પાના કહેવાથી) નોકરાઓ કરી-કરીને બોસની ડેલીએ દરરોજ હાથ ધોઈ આવતા હોવ.
 • ટેલેન્ટ એમાં તો જરાય નથી કે:…પચ્ચી-પચ્ચા પાનાંઓ ભરીને તમે તમારી (કે કોઈક બીજાની) પ્યારીને લવ-લેટર લખી નાખો..(પછી ભલેને પેલી વાંચીને બોર થાય.)
 • એ કાંઈ ટેલેન્ટ નથી કે:… તમે દાળ-ઢોકળી કે પાણી-પૂરી ૧૦૦ જણને એક હાથે ખવડાવી શકો.
 • ટેલેન્ટ હું એને નહિ કહું કે:…તમારી રડતી ગર્લ-ફ્રેન્ડને પળવારમાં હસતી કરી દો યાં પછી બોસે આપેલું એક અઠવાડિયાનું એંઠું કામ રાતો જાગીને એક દિવસમાં કરી આપો (એ તો પૂરી ગદ્ધામજૂરી કહેવાયને)….ના… ના.. ના.. ના.. ના..રે ના.. આ બધું તો લાખો લોકો.. હજારો વર્ષોથી કરી રહ્યાં છે.
ટેલેન્ટ એટલે….
 • ત(મારા જેવો) ને તમારો પોતાનો ૧૦૦% સૂર બીજો કોઈ કાઢી જ કેમ શકે? – હરણાં કે બતકાં તો પછીની વાત છે…પહેલા સંગીતકારો કે ગીતકારો પાછળ દોડતા આવવા જોઈએ.
 • ત(મારા જેવી) કોઈક નવાજ રાગની રચના બાંસૂરી પર બીજું કોઈ કરી કેમ શકે? – બેસૂરા સૂરને સૂરીલો બનાવી શકો તો કાંઈ વાત થાય!
 • ત(મારા જેવો) પ્રેમપત્ર બીજુ કોઈ લખીજ કેમ શકે?- ભલેને પછી એ એક-કે બે લીટીનો હોય….પેલી દોડતી આવીને તમારામાં ભરાઈ જવી જોઈએ.
 • ત(મારા જેવી) સાવ નોખા જ સ્વાદની પાણી-પૂરી કે પાપડ બીજા કોઈ બનાવી કેમ શકે?- જેને માટે કોઈ પણ મોસમમાં એનો તડપનાર બધું જ બાજુ મૂકી અમેરિકાથી અમદાવાદ કે લંડનથી લખતર આવવા પણ તૈયાર થઇ જાય.
 • ત(મારા જેવો) વાત કરવાનો અને કામ કરી આપવાનો એક અફલાતૂન અંદાઝ બીજા કોઈનો હોય જ કેમ?-  જેમાં બીવી-બચ્ચા, બોસ યા બિઝનેસ-બંધુ એની અદા પર ફિદા થઇ તમારી મુશ્કેલીઓને હરી લઇને તમને બચાવતા રહે!.
 • ત(મારા જેવી) પૈસા પેદા કરવાની સ્ટાઈલ બીજામાં હોય જ કેમ? – એવી હોય કે વર્ષો સુધી ‘સાવ ઠોઠ નિશાળીયો’ નું લેબલ લઈને પણ માર્કેટમાં લોકો તમારી સાથે પાપડનો વેપાર કરવાય તલપાપડ હોય.
તમારું પોતાનું અસલીપણું, તમારી YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામટેલેન્ટ. કુદરતે દરેકેદરેક જીવને પોતાની લીલા બતાવવા અને સુવાસ ફેલાવવા છુપાયેલી સ્કિલ્સને રંગબેરંગી ઈંડાંમાં મૂકી દીધા છે. એ જ આપણું Hidden Talent. એટલે જ તો ઇસ્ટર-એગ્સ અલગ અલગ રંગોમાં સજાવાયેલા હોય છે. જેથી લેનારને દર વખતે અંદરથી કાંઈક નવીનતા મળી આવે. પણ આ નવીનતાને ઓળખવા એના કોચલાંને તોડવું જ પડે છે. દોસ્તો!
પ્રેકટીકલ ઉદાહરણો જોવા હોય તો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’ કે ‘બ્રિટન’ઝ ગોટ ટેલેન્ટ’ જેવી ગોટ ટેલેન્ટસ સીરીઝ જોવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે એની આ યોર્સ ટ્રૂલિ બાંહેધરી આપે છે.
તો ટેલેન્ટના આ અલગ ઈંડાંની બહાર કેમ આવીશું?- કામ બહુ અઘરું લાગે છે? તો લઇ લ્યો એ માટેના સરળ રસ્તાઓ…
 • તમે એવું શું શું કરી શકો છો જેમાં બીજાને હાંફ ચડી જાય અથવા તમારી હોડમાં ઉતરેલો હાર માની લે.- બનાવો લાંબુ લિસ્ટ. મીનીમમ ૨૫ પોઈન્ટસની કોશિશ કરાય તો મજ્જાની લાઈફ!
 • તમારી ખૂજ નજીક હોય એવા સગા-વહાલાં કે વહાલી તમારા માટે શું વિચારે છે?… તમારી કઈ બાબતો તરફ એમને ગમો-અણગમો છે?- જાવ એમનો ઇન્ટરવ્યુ લેવા…..યા આપો એમને લિસ્ટ બનાવવાનું હોમવર્ક. (એના રિટર્નમાં કંજૂસી છોડી કોઈ એક ઉપયોગી ગીફ્ટ આપવાનું ન ચુકતા. (કેમ?…..લિંચ-પીન ભૂલી તો નથી ગયા ને?) ૨૫ને બદલે ૫૦ બાબતો એ બતાવશે.
 • છે કોઈ એવા કામો જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: એમાં શું! આ તો આપડે ય કરી શકીએ! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે કઈ બાજુ ખરા ને ક્યાં ખોરા પડો છો?
 • છે કોઈ એવુ કામ જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: ના ભ’ઈ ના!…આમાં આપડું કામ નહિ લ્યા! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે ક્યાં ખોટા પડાય છે ને કઈ બાજુ તમારા ફોટાં પડાય છે?

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More