મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શનિવાર, 4 જૂન, 2011

ફિલમ: સ્ટેન્લી કા ડબ્બા

* છેલ્લે તીસ માર ખાઁ જોયા પછી થિએટરમાં મુવી જોવા જવાની હિંમત ચાલતી નહોતી. પણ, પછી સ્ટેન્લી કા ડબ્બા વિશે ઘણું સાંભળ્યું અને વધુમાં આ મુવી કેનોન 7D ડિજીટલ કેમેરા વડે ઉતરેલું છે (ના, મારી પાસે 7D નથી :D ) એટલે વધુ ઇચ્છા થઈ ગઈ. આજે સવારે ટિકિટ લેવા ગયો અને તરત મળી ગઈ. એ પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો (અને શા માટે એક ટિકિટના ૨૦ રુપિયા વધુ આપવા?).
૬.૩૦ નો શો હતો અને અમને એમ કે અમે મોડા પડીશું, પણ અમે ગયા ત્યારે થિએટરમાં અમારી સાથે ગણીને પાંચ જણા હતા. મને ડર લાગ્યો કે આ લોકો શો કેન્સલ ના કરી દે, પણ મુવી ચાલુ થતાં સારી એવી પબ્લિક આવી પહોંચી એટલે શાંતિ થઈ.
સ્ટેન્લી એ એક વિદ્યાર્થી છે અને કોઈક હોલી સ્કૂલમાં ભણે છે. દરેક સ્કૂલમાં હોય એમ અમુક ટીચર સારા છે, અમુક ખરાબ અને અમુક ખડ્ડુસ. હિન્દીના ટીચર વર્મા (અમોલ ગુપ્તે) એ ડબ્બાપ્રેમી ઉર્ફે ખડ્ડુસ ટીચર છે અને જ્યાં ત્યાંથી છોકરાઓ અને ટીચર્સનો પણ ડબ્બો ઝાપટી જાય છે. રોઝી મિસ સારા છે જે સ્ટેન્લીની ક્રિએટીવિટીને વખાણે છે, પણ ક્રિસમસ વેકેશન પછી એ પોતાના વેડિંગ વેકેશનમાં જવાના છે અને પાછું ક્રિસમસ પછી ત્રણ લેકચર્સ (ક્લાસ) એકસ્ટ્રા લેવાના હોય છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવતો નથી, પણ તેના મિત્રો (ખાસ કરીને પૈસાદાર છોકરો અમન) તેના માટે મોટું ટિફિન લઈ આવે છે. ખડ્ડુસની નજર આ ટિફિન પર પડે છે, પણ સ્ટેન્લી અને કંપની ખડ્ડુસને જે રીતે દોડાવે છે તે કદાચ ફિલ્મનો સૌથી સરસ ભાગ છે. પણ, એ લોકો પકડાઈ જાય છે અને તે સ્ટેન્લી જ્યાં સુધી ડબ્બો નહી લાવે ત્યાં સુધી સ્કૂલમાં આવવાની ના પાડે છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવી શકતો નથી અને સ્કૂલે પણ નથી આવતો. રોઝી મિસ પાછા આવે છે ત્યારે વાર્તામાં થોડો વળાંક આવે છે.. બાકીની વાર્તા માટે જુઓ.. સ્ટેન્લી કા ડબ્બા.
(રિવ્યુ: રોટ્ટન વડાપાઉં માટે લખ્યો અને અહીં જ પ્રકાશિત થયો)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More