મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શનિવાર, 29 જાન્યુઆરી, 2011

‘સફારી’નો નવો અવતાર

આ લોકપ્રિય સામયિક ઑગસ્ટ, ૧૯૮૧ માં પહેલી વખત પ્રગટ થયું ત્યાર પછી આજ દિન સુધીમાં તેના જુદા જુદા કુલ ૧૪ અવતાર વાચકોએ જોયા છે. અંકની ગ્રાફિકલ રજૂઆતથી માંડીને લેખનશૈલી સુધીના જે ફેરફારો ‘સફારી’માં કરાયા તે બધા સમયને અનુરૂપ હતા એટલું જ નહિ, પણ દરેક નવો અવતાર તેના પૂર્વજ કરતાં ચડિયાતો સાબિત થયો. Change for the better એ અંગ્રેજી ઉક્તિને હર્ષલ પબ્લિકેશન્સ સમયની માગ મુજબ પ્રેક્ટિકલ અમલમાં મૂકતું આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ચાલુ અંકે ભર્યું છે. અંક નં. ૧પ૦થી અપનાવાયેલું ‘સફારી’નું સ્વરૂપ ચાલુ અંકે બદલાય છે. આ વખતનો પંદરમો અવતાર જો કે તેના પુરોગામી અવતારો કરતાં કેટલીક બાબતે તદ્દન નોખો છે.
દાખલા તરીકે ‘સફારી’ના નવા સ્વરૂપમાં સૌથી મહત્ત્વનો (તેમજ પહેલી નજરે ઊડીને આંખે વળગે તેવો) સુધારો કાગળની ગુણવત્તામાં થયો છે. અત્યાર સુધી ‘સફારી’નું મુદ્રણ ન્યૂઝ પ્રિન્ટ પર થતું હતું. આ કાગળની પ્રમાણમાં ટૂંકી આવરદા અનેક વાચકોને કઠતી હતી. મુખ્યત્ત્વે એટલા માટે કે ‘સફારી’નો દરેક અંક વાચકો પોતાના કલેક્શનમાં વર્ષો સુધી સાચવી રાખતા હોય છે અને જરૂર પડ્યે જે તે અંક રેડી રેફરન્સ તરીકે વાપરતા હોય છે. (‘સફારી’ને સામયિકને બદલે એક જાતનો એન્સાઇક્લોપિડિઆ કહો તો પણ ખોટું નહિ). ‘સફારી’ના દરેક અંકનું પોતાની લાયબ્રેરીમાં કલેક્શન કરતા વાચકોની વર્ષો થયે ફરિયાદ હતી કે, ‘અંકોનાં પાનાં વખત જતાં પીળાં પડીને ફાટી જાય છે, પરિણામે અંકોને વર્ષોવર્ષ સાચવી રાખવાનું કામ મુશ્કેલ બને છે. કિંમત ભલે વધુ લો, પણ કાગળ સારો અને ટકાઉ વાપરો, કેમ કે વાંચ્યા પછી ‘સફારી’ને અમે પસ્તીમાં પધરાવતા નથી.’ વાચકોની ફરિયાદનો ચાલુ અંકથી કાયમી ઉકેલ લાવી દીધો છે. ભારતની બેસ્ટ પેપર મિલમાં બનતો બેસ્ટ ક્વૉલિટીનો સફેદ કાગળ હર્ષલ પબ્લિકેશન્સે ‘સફારી’ના મુદ્રણ માટે હવેથી પસંદ કર્યો છે. આ મોંઘા ભાવના કાગળને લીધે અંકની સુંદરતા ઉપરાંત તેનાં પાનાંની આવરદા વધી જવા પામી છે. અંક અગાઉ કરતાં સહેજ દળદાર પણ બન્યો છે.

તરત નજરે ચડે એવો બીજો ફેરફાર ‘સફારી’ના લેઆઉટ્સમાં કરાયો છે. કવર પેજથી માંડીને છેલ્લા પાના સુધી અંકનું ગ્રાફિકલ સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું છે. નવી રજૂઆત contemporary/મૉડર્ન અને નવા જમાનાને અનુરૂપ છે. ફોરવર્ડ ગતિના સૂચકર્ arrow ના ગ્રાફિકની થીમ પસંદ કરીને અંકનું ડિઝાઇનિંગ કરાયું છે. આ ઉપરાંત વધુ સુઘડ અને સ્વચ્છ મુદ્રણ માટે ફોટો એડિટિંગની તેમજ ડોટ જનરેટિંગ સિસ્ટમની બિનપરંપરાગત ટેક્નોલોજિ અજમાવવામાં આવી છે. આ ટેક્નોલોજિકલ પ્રયોગ કરનાર ‘સફારી’ સંભવતઃ ગુજરાતનું પ્રથમ સામયિક છે. વિવિધ તેમજ વર્તમાન વિષયોને લગતાં લેખોની સંખ્યા વધારવાનું ‘સફારી’ના તંત્રીમંડળે હવેથી નક્કી કર્યું છે. પરિણામે અગાઉની તુલનાએ નવા અંકોમાં વૈવિધ્યપૂર્ણ વાંચનસામગ્રીનું પ્રમાણ વધવાનું છે.

આ બધા ફેરફારો સામે ‘સફારી’ની છૂટક કિંમતમાં રૂ.પ/નો વધારો કર્યો છે. આ સામયિકમાં અગાઉ જ્યારે પણ નજીવો ભાવવધારો કરાયો છે ત્યારે તેનો ખુલાસો વાચકોએ માગ્યો નથી. જ્ઞાનવિજ્ઞાનના સામયિકને ખર્ચલાભનાં તદ્દન જુદાં સમીકરણો લાગૂ પડે એ વાત તેઓ સારી રીતે જાણે છે. આ જાતના સામયિકનું (વિના જાહેરાતે) પ્રકાશન કરીને બે પાંદડે થવું કઠિન છે--અને માટે જ કવર-ટુ-કવર જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી પીરસતા ‘સફારી’નું સમકક્ષ મેગેઝિન કાઢવાનું સાહસ ઘણાખરા પ્રકાશકો કરતા નથી. ‘સફારી’નું પ્રકાશન પરંપરાગત સામયિકોનાં પ્રકાશન કરતાં બહુ જુદી રાહે થાય છે. પ્રત્યેક અંક માટે માહિતી એકઠી કરવાનો, માહિતીના એવરેસ્ટ જેવા ડુંગરમાંથી ઘઉંકાંકરા વીણીને જુદા પાડવાનો, પુષ્કળ મહેનત અને માવજત વડે સીસા જેવી નક્કર માહિતીને શિરા જેવા મુલાયમ સ્વરૂપમાં ઢાળવાનો, આંતરરાષ્ટ્રીય ફોટો એજન્સીના વાર્ષિક લવાજમોનો તેમજ જે તે લેખો માટે પરદેશથી માહિતી મંગાવવાનો ખર્ચ કલ્પના બહારનો હોય છે.

આ બધા ખર્ચ કરવામાં ‘સફારી’ ક્યારેય પાછું વાળીને જોતું નથી. પરિણામે ‘સફારી’ આટલાં વર્ષ પછીયે ‘સફારી’ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More