મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શુક્રવાર, 4 ફેબ્રુઆરી, 2011

પ્રેમની ગલીઓ અપરંપાર છે

રેમ અને પ્રેમ થકી મળતી પીડા માણસને એક જ સુવર્ણ સૂત્ર આપે છે કે પ્રેમ કરો પણ સદાય પ્રેમી પાત્રને મુક્ત રાખો.

મૈંને આહુતિ બન કર દેખા યહ પ્રેમ યજ્ઞ કી જવાલા હૈ
મૈંને વિદગ્ધ હો જાન લિયા અન્તિમ રહસ્ય પહચાન લિયા
મેરો જીવન લલકાર બને, અસફલતા હીઅસિધાર બને
ભવ સારા તુમ પર હૈ સ્વાહા, સબ કુછ તપ કર અંગાર બને
તેરી પુકાર આ દુર્નિવાર મેરા યહી નીરવ પ્યાર બને- અજ્ઞેય


સંત કવિ કબીરે પ્રેમ વિશે ઘણાં મુક્તકો લખ્યાં હતાં. બ્રાહ્નણીને પેટે જન્મ્યા પછી માતાએ કોઈ કારણસર બાળક કબીરને એક તળાવમાં વહેતા મૂકી દીધા હતા. પછી એક મુસ્લિમ વણકરે તેને ઉછેર્યા. માતાનો પ્રેમ નહી મળતાં કબીરે પ્રેમ વિશે ધડાધડ ૧૫મી સદીમાં મુક્તકો લખી નાખેલાં.‘બિના પ્રીતિ કા મનવા કહીં ઠૌર ના પાવૈ.’આ સનાતન સત્ય ૨૧મી સદી સુધી અને પછીય સાચું ઠરવાનું છે. માણસને પ્રેમ ન મળે તો તેને જીવવા માટેનો કોઈ મસાલો રહેતો નથી. બીજું મુક્તક આવું છે:

પ્રેમ ગલી અતિ સાંકરી તામેં
દો ન સમાહિ

કદાચ કબીરે ઈશ્વર-અલ્લાહ પ્રત્યેની પ્રીતિ વિશે લખ્યું હશે પણ ઈશ્વરને આજે ક્યાં લેવા જવો? આપણી આજુબાજુની વ્યક્તિઓ છે તેને જ ઈશ્વર માનીને પ્રેમ કરીને જીવવાનું અને મરવાનું છે. પણ આજે જે માનવ છે. આજે માનવની જે પ્રેમની ભૂખ છે તે પહેલાં કરતાં અનેક ગણી વધી છે. વિવિધ પ્રકારની છે. જીવનના દરેક તબક્કાની છે. ૧૩ વર્ષની ઉંમરે પણ પ્રેમ શરૂ થઈ જાય છે. ૪૦-૫૦-૬૦ અને ૮૦ સુધી પણ આ પ્રેમની જવાળા હવે મંદ પડતી નથી. અને ખાસ તો આજે પ્રેમની ગલી કબીર કહે છે તેમ સાંકડી રહી નથી.

પ્રેમની ગલી તમારે આજની હાલતમાં ત્રણ, ચાર, પાંચ લેનવાળા હાઈવે જેવી અતિ પહોળી રાખવી પડે છે! આવું આજનું નથી. પ્રેમની ગલી કબીરે કહ્યાં પ્રમાણે કદી જ સાંકડી રહી જ નથી. દ્રૌપદીએ પાંચ પાંચ ભાઈઓને પ્રેમ કરવો પડેલો. વળી, આજે જાતક કથાનું સૂત્ર સાચું પડે છે-સાથ રહને સે ચાહે મનુષ્ય હો યા પશુ, હૃદય મેં પ્રેમ ઉત્પન્ન હો હી જાતા હૈ. ઓફિસમાં પુરુષાર્થના ક્ષેત્રમાં, લશ્કરમાં (સ્ત્રી-સોલ્જર અને પુરુષ સોલ્જર) સાથે સાથે કામ કરતાં કરતાં પ્રેમ થઈ જાય.

ઘરે પતિને પ્રેમ કરે ઓફિસમાં બોસને કે સહકાર્યકરને અને બચત ભેગી થતાં પર્યટન કરે ત્યાં સાથી પર્યટક સાથે ય પ્રેમ થઈ જાય છે. ભલે ટેમ્પરરી. એટલે કબીર સાહેબને કહેવું પડે કે તમારા જમાના કરતાં અમારો જમાનો વધુ કપરો છે. અમારે મલ્ટિપલ પ્રેમમાં રગડાવું પડે છે. કબીરના જમાનામાં લવ હેડ ઓન્લી વન આસ્પેકટ. પ્રેમનું એક જ પરિમાણ હતું. આજે પરિમાણો વધ્યા છે.

પુરુષ પ્રેમમાં મોનોપોલિસ્ટ થઈ જતો અને સ્ત્રી વફાદારીને નામે, પ્રેમને નામે ગુલામ થઈ જતી. આજે પ્રેમમાં મોનોપોલી ચાલે નહી. એમ છતાંય આ મલ્ટિપલ પ્રેમ કરનારા ૨૧મી સદીનાં પ્રીતિ-પાત્રો કાંઈ યંત્રનાં બનેલાં નથી. તે પાત્રો કબીરના જમાના કરતાંય આજે વધુ સંવેદનશીલ બન્યાં છે. જો બુદ્ધિમાં વિકસ્યા હોય-રોબોટ યંત્રો અને ઈન્ફોટેકના તીસમારખાં બન્યા હોય તો કાંઈ દિલ થોડું વિકસ્યા વગરનું કોરુંધાકોર રહે? આજે દિલ વધુ કોમળ, વધુ પ્રેમાળ અને વધુ ને વધુ પ્રેમ ઈચ્છતું થઈ ગયું છે. પ્રેમના તકાજાય કડક છે. એટલે આજે પ્રેમ કરીને નિરાંતવા થઈ જવાનો જમાનો રહ્યો નથી. કવિ પદમાકરે તેમ જ કવિ બોધાએ આજના પ્રેમયુગની આગાહી વહેલાસર કરેલી.

કવિ બોધાએ કહેલું. યહ પ્રેમકો પંથ કરાલ મહા તલવાર કી ધાર પૈ ધાવતો (દોડવું) હૈ તમે એકાંતરે અખબારમાં જુઓ છો નિરાશ પ્રેમી કે પ્રેમિકા સામા ‘બેવફા’ પાત્રને બંદૂકને ધડાકે દઈ દે છે ત્યારે જ તે સમાચાર બને છે. એટલે આજે પ્રેમ કરવો એટલે તલાવરની ધાર નહીં પણ બંદુકના નાળચા સામે છાતી ધરીને ચાલવા જેવું છે. પ્રેમ કરવો તે બચ્ચાંના ખેલ નથી. સહેલો નથી. સલામતથી જોખમી છે. કવિ પદમાકરની ભાષામાં:

પ્રીતિ-પયોનિધિ મેં ધંસિકે
હંસી કે કિઢબો હંસી ખેલ નહીં ફીર

બેટમનજી! એક વખત પ્રેમમાં પડો અને પછી લાગે કે ગોથું ખાઈ ગયા પણ પછી એ પ્રેમની ધૂંસરીમાંથી છુટવું તે બચ્ચાંના ખેલ નથી. આ બાબત તો આપણા કોઈના વશમાં નથી અને તે બાબતમાં તમે સૌ સારી રીતે ગાલબિની શાયરી કંઠસ્થ કરી ચૂક્યા છો.

ઈશ્ક પર જોર નહીં
હૈ યહ વો આતિશ ગાલિબ
કિ લગાયે ન લગે
ઔર બુઝાયે ન બને

આ ઈશ્કની દુનિયામાં ભલભલાના પગ લપસી જાય છે, કારણ કે પ્રેમ કંઈ અક્કલ લડાવીને થતો નથી. પ્રેમને અને અક્કલને કોઈ રીતે ભળતું નથી. કવિ અકબરે એટલે જ કહેલું.

‘ઈશ્ક નાજુક મિજાજ હૈ બેહદ
અકલકા બોઝ ઉઠા નહી સકતાં

હિન્દી કવિ-સાહિત્યકાર અજ્ઞેયજીએ ‘નદી કે દ્વીપ’ નામની રોમેન્ટિક નવલકથામાં એક સરસ સૂત્ર આપ્યું તેને તેના ત્રણ-ચાર સ્ત્રી પાત્રો છે અને શેખર તેમ જ ભુવન નામનો હીરો છે તે પરિમાણોમાં પાર ઊતરે છે. પ્રેમ અને પ્રેમ થકી મળતી પીડા માણસને એક જ સુવર્ણ સૂત્ર આપે છે કે પ્રેમ કરો પણ સદાય પ્રેમી પાત્રને મુક્ત રાખો. ભલે પછી પ્રેમ ત્રિકોણી હોય કે ચતુષ્કોણી! એન્ડ´ લોઈડ વેબરનો મ્યુઝિકલ ડ્રામા ‘આસ્પેકટ્સ ઓફ લવ’માં પ્રેમનાં જુદાં જુદાં પરિમાણો (આસ્પેકટ્સ) ઉજાગર કર્યાં છે. ફ્રાંસના નાનકડા શહેર મોનપેલિયરમાં એક નાટક મંડળી આવે છે.

તેમાં રોઝ નામની એક ઝવેરચંદ મેઘાણીની ભાષામાં પ્રેમની પતાકડી જેવી સુંદર ફ્રેંચ છોકરી કામ કરે છે. મુગ્ધા છે. પ્રેમના દરિયા જેવી છે. નાટકને બહુ દાદ મળતી નથી. નાટક કંપનીવાળો નુકસાનમાં હોય છે. ગ્રેઝને કહે છે તું તારી આજની રાત સૂવાની વ્યવસ્થા કરી લેજે. રોઝ એક કોફી હાઉસમાં કોફી પીવા બેસે છે ત્યાં નજીકના ટેબલ પર બેઠેલો નટખટ યુવાન નામે એલેકઝાન્ડર તેને જુએ છે. બન્ને વાતચીતમાં પડે છે. રોઝ અને એલેકઝાન્ડર બન્ને એકબીજાનાં સૌંદર્યથી મુગ્ધ બને છે. રોઝ તેની સમસ્યા કહે છે. ‘આજની રાત મારે ક્યાંક ગાળવી છે.’ એલેકઝાન્ડર પણ નવો નવો શહેરમાં આવેલો. રોઝને કહે છે ‘ચાલ મારા કાકાનો સરસ બંગલો નજીકના ગામે છે. ત્યાં તને સૂવા મળશે.

કાકા જ્યોર્જ ૬૦ વર્ષના થયા છે. કાકી મરી ગયાં છે. બીજી કાકી આવેલી તે છોડીને ભાગી ગઈ છે. પણ કાકા મસ્ત માણસ છે. રોઝ આ આમંત્રણ જલદીથી સ્વીકારે છે. દરમિયાન એલેકઝાન્ડર તો રોઝ પર લટ્ટુ થઈ જાય છે અને માની લે છે કે ‘રોઝ પણ તેના પ્રેમમાં પાગલ છે. તે માત્ર ઉતારાનું બહાનું જ કાઢે છે.’ કાકા જ્યોર્જ બન્નેને ખૂબ ઉમળકાથી આવકારે છે. કોણ જાણે રોઝને એ ૧૯મી સદીના અંતમાં જ મલ્ટિપલ લવના જંતુ લાગી ગયા હોય છે. એકવીસ વર્ષની રોઝ સાઠ વર્ષના કાકાના ઉમળકા, ઉમંગ, નિખાલસતા અને સ્નેહભાવની ઉષ્મા જોઈને તેના પ્રેમમાં પડી જાય છે અને એલેકઝાન્ડરને પડતો મૂકે છે. આનું ભાન થતાં એલેકઝાન્ડર ઉશ્કેરાય છે. ઘણા ટોણા મારે છે.

કાકાને પણ રમૂજ થાય છે.... અને એકાંત મળતા રોઝ તો કાકા જ્યોર્જને મધમાખીની જેમ વળગે છે અને ચારેકોર કિસાકિસ કરીને કાકાને પ્રેમથી ભીંસી નાખે છે. કાકા જ્યોર્જ પણ ખૂબ જ સ્નેહ આપે છે. પછી રોઝ તો એક એક્ટ્રેસ છે. ફ્રેંચ કોલેજમાં ભણેલી છે. માતા પણ એક્ટ્રેસ હતી એટલે દુનિયાને ચારેકોરથી જોઈ હોય છે. તેથી ‘કાકા’ના ચહેરાના મનોભાવ અને ચહેરા ઉપરના પ્રશ્નાર્થો પારખી જાય છે.

‘ડીયર જ્યોર્જ! તમે પૂછવા માગો છો ને કે એલેકઝાન્ડર જેવા સ્માર્ટ, હેન્ડસમ અને રોમેન્ટિક તેમ જ મારા પર ફિદા થનારા યુવાનને બદલે હું કેમ સાઠ વર્ષના ‘બુઢ્ઢાને’ પ્રેમ આપવાનું પસંદ કરું છું? પણ સાહેબ! તમે શું કામ આવું પૂછો છો? તમે પોતે પણ જાણો છો કે મને આવા વધુ પડતા યૌવનની મગરૂબીવાળા યુવાન ગમતા નથી.’ આઈ કેન નોટ સ્ટેન્ડ યંગમેન... એમાંથી ઘણા છોકરડા શરમાળ હોય છે કેટલાક મૂંજી હોય છે.

કેટલાક બસ પોતાને જ મહત્વના ગણે છે. તે પ્રેમ કરે છે ત્યારે પોતાની જાતને ખોઈ નાખતા નથી. સતત સચેત રહેતા હોય તેવું લાગે છે. યુવાન છોકરીને આવું ગમતું નથી. ... વળી, આજના યુવાનો જ્યારે પ્રેમ કરતા નથી (રોમાન્સ કરતા નથી) ત્યારે તે ખૂબ જ ઉદ્દિગ્ન હોય છે. એરોગન્ટ અને ડોમિનિયરિંગ હોય છે-માલિકીભાવ વાળા હોય છે... અને તમે?... ઓહ વોટ એ વન્ડરફુલ મેન!

કાકા જ્યોર્જની સાથે તદ્રપ બનીને રોઝ રોમાન્સ કરતી રહે છે તે બધું હારણ થઈને એલેકઝાન્ડર જોઈ રહે છે. તેના ચહેરા ઉપર પણ પ્રશ્નાર્થો હોય છે તે પામીને રોઝ તેના અલ્લડ ચાહકને કહે છે-એલેકસ! હું તારી અને કાકા જ્યોર્જની સરખામણી કરતી નથી. પણ મને કહેવા દે કે હું તેને પસંદ કરું છું. શું કામ? એનામાં અહમ્ નથી. (હી ઈઝ નોટ ઈગોઈસ્ટ) મને પજવતા નથી કે ટોણા મારતા નથી. મારા ઉપર તેઓ ડોમિનેટ થતા નથી. બહુ જ બહુ જ માયાળુ છે. અને મેં જોયું છે કે કોઈને પ્રેમ કરવો એટલે માયાળુ બનવું. માલિક નહીં! ઓકે? આવજો. યુવા પ્રેમીઓ! આ વાર્તા પરથી ધડો લો કે પ્રેમમાં માલિકીભાવ કામ લાગતો નથી. પ્રેમને માલિકી ગમતી નથી.

ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ

(www.divyabhaskar.co.in/article/MAG-love-narrow-is-limitless-1811958.html)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More