મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”
“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”.

***
સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”
“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”.

***
દીકરીના લગન પછી…“શું દીકરી ને વરાવી?”

“ના., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”.

***

” શું દીકરાને પરણાવી આવ્યા?”

” ના., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”.

***
કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને…” શું કાકા ચા પીવો છો?”

” ના., રકાબી ચાટું છું!”.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More