મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શુક્રવાર, 20 મે, 2011

જિન્દગી અને જીવન વચ્ચે શુ તફાવત છે


 જિન્દગી અને જીવન વચ્ચે  શુ તફાવત છે?  આમ જોઇએ  તો બન્ને એક બીજા  સાથે સંક્ળાયેલા  છે છતા  પણ અલગ  છે,  આ  દુનિયા  સાથે  આપણી  જિન્દગી  જોડાયેલી  છે,અટ્લે  તેમાં  દુનિયાના  લોકો તેમજ સમાજ,પરિવાર,કુટ્મ્બ આવે અને તેમા  આપણા ઘરના  દરેક  સભ્ય  આવે અને  તેની  અંન્દર રહીને  આપણે આપણુ   જિવન   જિવવાનુ  હોય,  વ્યતિત   કરવાનુ   હોય  છે.   એક   વ્યક્તિ  માટે  જિન્દગી   અને   જિવન   બન્ને સાથેજ  ચાલતા  હોય   છે,છ્તા  પણ   દરેક   વ્યક્તિનુ   જિવન  સર્ખુ   હોતુ  નથી   અલગ – અલગ  હોય   છે. જીવન  પોતાની   જાતે   જીવવાનુ   હોય,  દરેકને    જીવન  પોતાનુ   હોય , પોતાની   રીતે   રહેવાનુ  હોય જ્યારે જિન્દગી  પરિવારજન  સાથે   જીવવાની   હોય.  જિન્દગીમા  સમાજે , શાત્રોએ   જે  નિતી  નિયમ   બનાવ્યા હોય   તે પ્રમાણે    જીવન   જીવવાનુ  હોય .  જિન્દગી   એક   સફર  છે  અને  તેમા   આ  જીવન   રુપી   ગાડી ચાલી   રહી  છે.
            જિન્દગી    એક   સુહાના   સફર   છે  ,   સુન્દર    છે     પરંન્તુ  આપણુ     જીવન   નીરસ હ્શે,  દુખી   હ્શે તો  જિન્દગી    બોજમય ,  કઠીન અને   ભારરુપ    લાગશે .   આપણે   આપણુ   જીવન  ખુશીથી , આનન્દમય બનાવીને  જીવીયે   તો   જિન્દગી  પણ    સુન્દર  લાગશે . આ મ્રુત્યુલોક્માં   જ્ન્મથી  મરણ  સુધીનુ  જીવન એજ આપણ્રી   જિન્દગી   છે .  આમ  જીવન   વિના જિન્દગી    નથી    અને   જિન્દગી   વિના  જીવન    નથી .
  •  જિન્દગીમાં  અનેક  વ્યક્તિ છે —– જીવન એક વ્યક્તિ  માટે  મર્યાદિત  છે.
  •  જિન્દગી   આનન્દમય  છે —–  જીવન  દુખી  હોઇ  શકે  .
  •  જિન્દગી   લામ્બી  છે  —– જીવન   ટુકુ   હોઇ  શકે .
  •  જિન્દગી ખુબસૂરત  છે —- જીવન  પોતાના પાપ કર્મો પ્રમાણે  બદ્સૂરત હોઇ  શકે .
  •  જિન્દગી સરળ  છે  ——  જીવન  કઠીન  હોઇ  શકે .
  •  જિન્દગી   પહેલી છે —– જીવન સંર્ઘષ  હોઇ  શકે .
  •  જિન્દગી સવાલોથી ભરેલી છે —- જીવનને  જવાબ   શોધવાના હોય .
  •  જિન્દગીમા અલગ અલગ જાતના  ઘણા બધા લોકો હોય —  જીવનમાં એક્જ માણસમા જાત-જાતના અનેક ગુણો ભરેલા  હોય .
            ભગવાને   બહુ   સરસ  જિન્દગી આપી છે   તો  જીવન   હ્સી-ખુશી જીવવાનો પ્રયત્ન   કરવો   પડે . જેટ્લુ    સાદાઇ વાળુ જીવન એટ્લો  જિન્દગીમાં સંર્ઘશ   ઓછો   થાય

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More